________________
દેખીને પણ ખુશી થતી નથી તેમજ હું પણ મારી માને દેખીને આનંદ પામતો નથી તેમજ મારી સ્ત્રીને દેખીને પણ સંતોષ પામતો નથી માટે આ દોષ કોનો છે ? તે મને કૃપા કરી કહો !
પ્રશ્નના ઉત્તરમાં રાજાએ જણાવ્યું કે પરસ્પર અણબનાવ થવાનું કારણ કલહ છે અને કલહનું મૂળ પણ દારિત્ર્ય છે એમ કહી જીવતા સુધી એમને દારિત્ર્ય ન વળગે એમ ધારી ત્રણ લાખ સોના મહોર આપી તે પંડિતને ઘણો પ્રસન્ન કરી વિદાય કર્યો.
બીજી પ્રતમાં નીચે પ્રમાણે ઇતિહાસ છે.
એક સમયે તે નગરનો રહેનાર કોઇ બ્રાહ્મણ કેવળ ભિક્ષા માગીને આજીવિકા ચલાવતો સમય પસાર કરતો હતો. કોઇ મોટું પર્વ આવ્યું ત્યારે નગરની સર્વે સ્ત્રીઓ નદીમાં નહાવા ધોવાના કોલાહલમાં રોકાયેલી હતી. પેલો બ્રાહ્મણ હંમેશના નિયમ પ્રમાણે ભિક્ષા માગવા આવ્યો પણ તેના ધણીએ કહ્યું કે તમને આપે એવું કોઇ માણસ ઘ૨માં નથી એમ એક પણ ભિક્ષા ન મળવાથી ભિક્ષાનું તામ્રપાત્ર ખાલી લઇ જેવો ગયો હતો તેવો ધક્કા ખાઇ પાછો આવ્યો. તેને જોઇ તેની સ્ત્રી બ્રાહ્મણીએ તેનો ઘણો તિરસ્કાર કરી ગાળો દીધી. તેથી પેલા પુરુષને ઘણો ક્રોધ ઉત્પન્ન થયો તેથી તે બ્રાહ્મણીને લાકડીએ લાકડીએ ઝૂડવા માંડી. તેથી તેણીએ ઊંચે સ્વરે બરાડા પાડ્યા. તે સાંભળીને દોડી આવેલા રાજપુરુષોએ (ફોજદારી સિપાઇઓએ) તે બ્રાહ્મણને ઝાલી બાંધીને રાજદ્વા૨માં લઇ ગયા. ત્યારે રાજાએ વઢવાડ થવાનું કારણ પૂછ્યું. તે વખતે તે બ્રાહ્મણ મહાપંડિત હોવાથી આ શ્લોક બોલ્યો જેનો અર્થ આગળ દર્શાવ્યો તે છે.
કોઇ વખત ભોજ રાજા શિયાળાની રાત્રે ફરવા નીકળ્યો હતો. નગર ચર્ચા જોતો જોતો કોઇ દેવમંદિરની પાસે લાંબા ઝીણા સ્વરથી એક કાવ્યને વારંવાર બોલતા કોઇ મહાદરિદ્રી પુરુષને જોઇ સાંભળવા ઉભો રહ્યો. તે કાવ્ય નીચે મુજબ છે...
ટાઢ સહન કરી કરીને મારું શરીર અડદ જેવું શ્યામ થયું છે, કુટુંબ પોષણ કરવાની ચિંતારૂપી સમુદ્રમાં વારંવાર મુશળ સ્નાન કરવાથી બધું શરીર બરછટ થયું એટલું જ નહીં પણ ઘણી ક્ષુધા લાગવાથી કૃશ થઇ ચોટી ગયેલા નાભિ મંડળમાંથી પરાણે શ્વાસ ઉપાડી, શાંત થયેલા અગ્નિને વારંવાર ધમતી ટાઢથી ફાટેલા હોઠમાં થઇ તરેહ વાર નીકળતા શબ્દ સાંભળી જાણે અપમાન પામેલી સ્ત્રીની પેઠે નિદ્રા તો મારો ત્યાગ કરી અતિશય દૂર જતી રહી છે અને સત્પાત્રમાં આપેલી લક્ષ્મીની જેમ આ શિયાળાની રાત તો વધતી જાય છે પણ ખૂટતી જ નથી એ કાવ્ય સાંભળી રાજા પોતાના મહેલમાં જઇ પ્રાતઃકાળે તે બ્રાહ્મણને સભામાં બોલાવી પૂછ્યું કે તમે પાછલી રાત્રે અત્યંત ટાઢનો ઉપદ્રવ શી રીતે સહન કર્યો ને સત્પાત્રમાં આપેલી લક્ષ્મીના દૃષ્ટાંતથી સંકેતમાં ઉપદેશ કરવાથી હું તમારા ઉ૫૨ ઘણો પ્રસન્ન થયો છું. આ પ્રકારનું રાજાનું વચન સાંભળી બ્રાહ્મણ બોલ્યો કે હે રાજન્ ! મારું મોટું ત્રિવેલી બળ છે તેથી શિયાળો નિર્ગમન કરું છું ત્યારે વળી રાજાએ પુછ્યું કે એ તમારી ત્રિવેલી કેવી છે તે કહો ! તે સાંભળી બ્રાહ્મણ બોલ્યો -
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૭૫