________________
આ અભિપ્રાય સહિત રૂપવતીનું વચન સાંભળતાં તે જ જગ્યાએ રાજા ખંભિત થઈ તેણીનું પાણી ગ્રહણ કરી તેને અદ્ધગના સમાન જોગિની સ્ત્રી કરી લીધી.
એક વખત ભોજ રાજાએ તથા ભીમ રાજાએ પરસ્પર લેખ પત્રથી નિર્ણય કર્યો હતો કે તમારે અને અમારે આજ પ્રકારે વર્તવું પણ તેમાં કોઈ પ્રકારે વાંધો ઉઠાવવા માટે તથા ગુજરાત ગાંડુ કહેવાય છે તેમાં કોઈ પણ સારા સુજ્ઞ છે કે નહી એ વાત પણ જાણવા માટે એક નીચેના અર્થની ગાથા બનાવી તેને સંધિવિગ્રહ કરનાર દૂતના હાથમાં આપી ગુજરાતમાં ભીમ રાજા પાસે મોકલ્યો.
જેણે ક્ષણ માત્રમાં મોટા મોટા ગજેન્દ્રનાં કુંભસ્થળ પોતાના હાથના પંજાથી ચીરી નાંખ્યાં છે તેથી જગતમાં મોટો પ્રતાપી દેખાતો સિંહરાજ તેને મૃગલાં સંગાથે વિરોધ પણ નથી ને સંધિ પણ નથી એટલે ભોજ રાજાને લખવાનો આટલો અભિપ્રાય કે તું મારા જેવો વિદ્વાનું નથી ને તારી પાસે રહેનાર પ્રધાનો તે જીવ દયા પાળનાર ભાજી ખાઉ વાણિયા છે માટે તારું રાજય લઈ લેવું એ કાંઈ મારી ગણત્રીમાં નથી.
આ પ્રકારના અર્થથી ભરેલી ભોજ રાજના તરફથી આવેલી ગાથા વાંચી ભીમ રાજાએ ક્રોધાયમાન થઈ એના માથામાં વાગે એવા અર્થથી ભરેલી ઉત્તર રૂપ એક ગાથા બનાવવા પોતાના પંડિત માત્રને આજ્ઞા આપી. તે સર્વ પોત પોતાની બુદ્ધિ પ્રમાણે બનાવી લાવ્યા પણ ભીમ રાજાના ધ્યાનમાં કોઈ ગાથા ન આવી. પછી જૈન ધર્મમાં પ્રખ્યાત ગોવિંદાચાર્ય નામે મહાન્ પુરુષ તે સમયે વિદ્યમાન હતા તેણે નીચે પ્રમાણે એક ગાથા કરી આપી તેથી ભીમરાજા ઘણો પ્રસન્ન થયો.
અંધક રાજાના પુત્રો માટે (ધૃતરાષ્ટ્ર રાજાના પુત્ર કૌરવનો) કાળ રૂપ, દૈવે નિપજાવેલો ભીમ સર્વ જગતમાં પ્રસિદ્ધ છે જેની ગણત્રીમાં તે રાજાના સો પુત્રો પણ ન આવ્યા એટલે દુર્યોધનાદિક સો ભાઇઓનો જેણે ભુક્કો કરી નાંખ્યો તે ભીમને તારા એકલાની શી ગણત્રી હોય એટલે ચંદ્ર વંશમાં આવેલા યાદવકુળમાં એક અંધક નામનું કુળ છે તે રાજાની કુળ પરંપરામાં તું ઉત્પન્ન થયો છે માટે તારું જ્ઞાન રૂપ અંતર નેત્ર ફૂટ્યું છે અને મિથ્યા અહંકારથી બહાર પણ બરોબર દેખી શકતો નથી એમ બે પ્રકારે અંધ ધંધ થયેલા તારા જેવા રાજા તો ફક્ત અમારી કૃપાથી જ વિદ્યમાન છે. તારા જેવા સેંકડો અમારા પગ તળે ઘસડાઈ ગયા તો અમારે તારા એકલાની તે શી ગણત્રી હોય.
આ પ્રકારના ગંભીર અર્થથી ભરેલી ગોવિંદાચાર્યની કરેલી ગાથા આપી એક પ્રધાનને ભોજ રાજા પાસે મોકલ્યો પછી ભોજ રાજાએ ભીમ રાજા તરફથી આવેલી એ ગાથા વાંચી ચમત્કાર પામી માથું ધુણાવી બોલ્યો કે અહો ગુજરાતમાં પણ આ પ્રકારના મહાનું પંડિતો વસે છે એમ કહી પોતાના ગર્વનો ત્યાગ કર્યો.
એક સમયે ભોજ રાજાની આજ્ઞાથી દ્વારપાળે સભામાં પ્રવેશ કરાવેલા કોઇ પંડિતે શ્લોક બોલી રાજાને પ્રશ્ન પૂછ્યો કે હે રાજન્ ! મારી મા મને દેખી પ્રસન્ન નથી થતી તેમજ મારી સ્ત્રીને દેખીને પણ રાજી થતી નથી ને મારી સ્ત્રી પણ મારી મા ને દેખી રાજી થતી નથી તેમજ મને (૧) કામ ભોગ વાતે રાખેલી સ્ત્રી તે.
પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર