________________
નાચીરાજ બોલ્યો કે દુષ્ટ દૈવે લુંટ્યો છે. કપૂર કવિ બોલ્યો કે તારું શું લુટાયું છે. નાચીરાજ બોલ્યો કે મુંજરાજ ને ભોજરાજ રૂપી બે મારાં નેત્ર લુંટાયાં છે. કપૂર કવિ બોલ્યો કે નેત્ર વિના તમો શી રીતે ચાલો છો ?
નાચીરાજ બોલ્યો કે, જેમ આંધળો લાકડી લઈ ચાલી જેમ તેમ પોતાનું આયુષ્ય પૂરું કરે તેમ હું મારું આયુષ્ય પુરું કરું છું. ||૧||
પછી નાચીરાજ કવિએ વિચાર કર્યો કે મારા કરતા કપૂરકવિ ઘણો વિદ્વાનું છે પરંતુ એનામાં સમય સૂચકતા ગુણ નથી માટે રાજદ્વારમાંથી પણ દ્રવ્ય ન મળતાં ઉલટો કુંભાર્યાના હાથનો માર ખાઈ ખાઈને એનો દમ નીકળી જશે. આ પ્રકારનો વિચાર કરી પોતે દયા આણી પોતાને મળેલું સઘળું દ્રવ્ય કપૂર કવિને આપી દીધું. આ પ્રકારે ભોજરાજ સંબંધી અનેક પ્રબન્યો છે.
આ પ્રમાણે મેરૂતુંગાચાર્યના રચેલા પ્રબન્ધ ચિંતામણિ ગ્રંથમાં ભોજ રાજાના તથા ભીમરાજાના ચરિત્રોને વર્ણવતો બીજો પ્રકાશ (સર્ગ) પૂર્ણ થયો.
૧ ૨૦
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર