________________
સિદ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ
કોઈ એક સમયે ગુજરાતમાં વરસાદ નહીં થવાથી લોકો (રયત) રાજાને કર આપી શક્યા નહિ, તેથી રાજ સેવકોએ તેમાંના ઘણા લોકને આંતર્યા. પાટણમાં મૂળરાજ કુમાર બારણે ફરવા નીકળ્યો હતો ત્યાં તે લોકોના મુખથી ઘણો કકળાટ સાંભળ્યો તેથી તેને દયા ઉત્પન્ન થઈ અને આંખમાં આંસુ આવી ગયાં. પછી મૂળરાજે પોતાની ઘોડા ખેલાવવાની કળાથી ભીમદેવને ઘણો જ પ્રસન્ન કર્યો. ભીમદેવે કહ્યું કે - તું વર માંગ. ત્યારે મૂળરાજે કહ્યું કે આ બધા દ્રવ્ય ભંડારો તે મારે વર જ છે. રાજાએ કહ્યું કે તું કોઇ વસ્તુ કેમ માંગતો નથી ! ત્યારે કહ્યું કે તમે મારી માંગેલી વસ્તુ આપી શકશો એમ મને લાગતું નથી તેથી જ હું માંગી શકતો નથી. પછી રાજાના ઘણા આગ્રહથી વરદાન માગ્યું કે – આ સર્વે લોકોનું મહેસૂલ લેવું મૂકી દો. આ પ્રકારનું વચન સાંભળી રાજાની આંખમાં આનંદના આંસુ આવી ગયાં અને તેની માંગણીનો સ્વીકાર કરી સર્વ લોકને છોડી દીધાં એ પછી તેને ફરીથી વર માંગવાને કહ્યું પણ તે પોતે નિલભી તથા માની હોવાથી બીજું કંઈ ન માંગતાં પોતાના સ્થાનમાં ગયો.
સજ્જનોમાં શ્રેષ્ઠ એવા મૂળરાજની સ્તુતિ બંધન મુક્ત થયેલા લોકોએ ઘણી જ કરી. તેઓની ઘણી મીઠી નજર મૂળરાજ ઉપર બેઠી તેથી તેનું ઓચિંતું મરણ થયું.
આથી લોકોમાં એવી અફવા ચાલી કે મીઠી નજરથી મૂળરાજના પ્રાણ ગયા. પુત્રના શોક રૂપી સમુદ્રમાં રાજા સહિત સમગ્ર લોક નિમગ્ન થઈ ગયા. જ્ઞાની લોકોએ ધીમે ધીમે તેમનો શોક નિવારણ કર્યો. બીજે વર્ષે વરસાદ થવાથી પુષ્કળ અન્ન પાક્યું તેથી લોકો બમણો કર (મહેસૂલ) લઈ રાજા પાસે આવ્યા ને બળાત્કારે રાજાને તે આપવા માંડ્યો. તો પણ રાજાએ ન લીધો તેથી એક ઉત્તમ સભા કરીને તેનો નિર્ણય કરાવ્યો કે -
જેમાં વૃદ્ધ પુરુષો ન હોય તે સભા જ ન કહેવાય. જે ધર્મ યુક્ત ન બોલે તે વૃદ્ધ પુરુષ ન કહેવાય, જેમાં સત્ય નથી તે ધર્મ પણ ન કહેવાય અને તે સત્ય પણ બનાવટનું ન જોઇએ વાસ્તવિક હોય તે જ સત્ય કહેવાય. સભાના લોકોએ બે વર્ષનું મહેસૂલ રાજાને અપાવ્યું. રાજાએ
સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ
૧૨૧