________________
ત્યાગ કરી દક્ષિણ દેશમાં જતા રહે. આ પ્રકારની પ્રતિજ્ઞા થયા પછી દેવચંદ્રાચાર્યે સર્વાનુમત લઈ કુમુદચંદ્રને કહ્યું કે, તમે તમારો પક્ષ અંગીકાર કરી બોલો. પછી તેણે રાજાને નીચે પ્રમાણે આશીર્વાદ દેઈ પોતાનો પક્ષ પ્રગટ કર્યો.
“જે આકાશની મહત્તા આગળ સૂર્ય તો (ખદ્યોત) ખજુવા જીવ જેવો જણાય છે, ચંદ્ર તો કરોળીયાના ઘર જેવો ગોળ ચાંલ્લો જણાય છે ને પર્વતો તો મગતરા જેવા જણાય છે. આ પ્રકારે આકાશનું વર્ણન કરતાં હે રાજન્ ! તમારા યશનું સ્મરણ થયું. ત્યારે તેના વિસ્તારનો વિચાર કરતાં તે આકાશ ભ્રમર જેવું જણાયું. પછી તેથી કોઈ વસ્તુ મોટી ન દેખી ને વાણી બંધ થઇ.”
આ પ્રકારનો રાજાને આશીર્વાદ દીધો તેમાં અપશબ્દો (અપશુકનના શબ્દો) આવ્યા. તે જોઈ સભામાં બેસનાર પંડિતોએ કલ્પના કરી કે, પરિણામે આ દિગંબર હારશે. હવે દેવચંદ્રાચાર્યે રાજાને આશીર્વાદ દીધો તે –
હે રાજન્ ! તમારું રાજ્ય અને જિનશાસન એ બે ઘણા કાળ સુધી જયવંતુ વર્તો. જે જિનશાસનમાં સ્ત્રીઓની પણ મુક્તિ થાય છે અને જે શ્વેતાંબરની કીર્તિથી મનોહર છે. જેમાં સાત પ્રકારના નયનો તથા નીતિ માર્ગનો વિસ્તાર છે તથા જેમાં કેવળજ્ઞાનીને પણ આહાર કરવાનું કહ્યું છે.” (રાજયપક્ષે પણ આ કાવ્યનો અર્થ થાય છે તેથી બે અર્થવાળું છે.) પછી કુમુદચંદ્ર કબૂતર જેવી સ્કૂલના પામતી વાણીથી પોતાનો પક્ષ કહી સંભળાવ્યો. તેને સાંભળી સભાના પંડિતોએ અંતરમાં હાંસી કરી, ઉપરથી પ્રશંસા કરી, દેવચંદ્રસૂરિને કહ્યું કે, હવે તમે બોલો. ત્યારે પ્રલયકાળના પ્રચંડ પવનથી ક્ષોભ પામી, ગર્જના કરતા સમુદ્ર જેવી વાણીના પ્રબલ પ્રવાહના પ્રકાશથી શ્રી ઉત્તરાધ્યયન સુત્રની ટીકામાંથી ચોરાશી જાતના વિકલ્પ જાળનો ઉપન્યાસ કર્યો. તે દેખી બધી સભા ઘણી ચમત્કાર પામી અને કુમુદચંદ્રનું મુખ ઉતરી ગયું અને તેમનાં વાક્ય ધારણ કરવા પણ તે સમર્થ ન થયો તો ઉત્તર આપવા ક્યાંથી સમર્થ થાય ? આવું જ લગાતાર સોળ દિવસ બન્યું. સોળમા દિવસે પણ કુમુદચંદ્ર બોલ્યો કે મારા સમજવામાં બરોબર આવ્યું નથી, માટે ફરીથી બોલો. ત્યારે સિદ્ધરાજ પ્રમુખ સર્વે પંડિતોએ ના કહી, તો પણ દેવચંદ્રાચાર્યે ફરીથી કહી દેખાડી પ્રમાણ સમુદ્રમાં કુમુદચંદ્રને મગ્ન કર્યો. ત્યારે મંત્ર શક્તિના બળથી કેશચંડ નામે યક્ષ દેવચંદ્રાચાર્યના ગળામાં બેસાડી દીધો, તેથી દેવચંદ્રાચાર્યથી ઓચિંતું બોલાયું જ નહીં. પછી કુરુકુલ્લાદેવીથી સાક્ષાત્ વરદાન પામેલા યશોભદ્રસૂરિએ તે દિગંબરે કરેલું કામણ તત્કાળ હટાવી દીધું. આ ચમત્કાર જોઈ સભાના લોકોએ કુમુદચંદ્રની ઘણી નિંદા કરી અને યશોભદ્રસૂરિની ઘણી સ્તુતિ કરી. વળી દેવચંદ્રસૂરીએ કોટાકોટી શબ્દ કહ્યો ત્યારે કુમુદચંદ્ર બોલ્યો કે, એ શબ્દ અશુદ્ધ છે. એ વખત, જેને કંઠે આઠ મહા વ્યાકરણ રહ્યાં છે એવો કાકલ નામે પંડિત બોલ્યા કે, એ શબ્દ શાકટાયન વ્યાકરણને મતે થાય છે, તેમાં કોટા કોટી તથા કોટીકોટિ તથા કોટિ કોટિ એ ત્રણ શબ્દ દર્શાવ્યાં છે.
આ પ્રકારનો વિવાદ ચાલતાં છેવટ દિગંબર બોલ્યો કે, હું હવે બોલવા સમર્થ નથી. મને દેવચંદ્રાચાર્યે જીતી લીધો. એમ પોતાના મુખથી કબુલ થયો. પછી સિદ્ધરાજે એને પાછળના માર્ગે
૧૩૮
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર