________________
છેલા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી મોક્ષે પધાર્યા પછી એકસો સિત્તેર વર્ષે શ્રીભદ્રબાહુસ્વામી સ્વર્ગ પધાર્યા. તેમના પછી તેમના મોટા શિષ્ય સ્યુલિભદ્ર નામના આચાર્ય થયા. તે શ્રીમહાવીરસ્વામીથી બસો પંદર વર્ષે સ્વર્ગમાં પધાર્યા. તેમણે નવાણું વર્ષ સુધી આ પૃથ્વીમાં દેહ રાખ્યો. તેની પાટે શ્રી આર્યમહાગિરિ અને શ્રી આર્યસુહસ્તિ એ બે આચાર્ય થયા. આર્યમહાગિરિની શિષ્ય પરંપરામાં દિગમ્બર મત ચાલ્યો અને આર્યસુહસ્તી આચાર્યની શિષ્ય પરંપરામાં શ્વેતામ્બર મત પ્રવર્યો. પ્રસ્તુત મતાન્તર પ્રવર્યો તે પૂર્વે બાર વર્ષનો મોટો દુકાળ પડ્યો. જે દુકાળમાં બિલકુલ અન્ન નહી મળવાથી ઘણા લોકો મરવા લાગ્યા અને કેટલાક ગરીબ લોકો અન્નને માટે એટલો બધો અન્યાય કરવા લાગ્યા કે જો કોઈ પુરુષ તાજો જન્મેલો છે એમ તેઓને ખબર પડે તો તેનું પેટ ચીરીને હોજરીમાંથી કાઢી લઇ, પોતે અન્ન ભક્ષણ કરી જાય, એટલી બધી નિર્દયતા પ્રવર્તી. એ અરસામાં આર્યસુહસ્તીના શિષ્ય ગોચરી હોરી ઉપાશ્રય ભણી આવતા હતા. તેટલામાં કોઈ ભિક્ષુક તેમની પછવાડે માગતો લાગુ થયો. આચાર્યના શિષ્ય કહ્યું કે, અમારાથી વગર દીક્ષાવાળાને અન્ન અપાય નહી. ત્યારે ભિક્ષુકે વિચાર્યું કે દિક્ષા લઈને પણ મારે નક્કી તેમની પાસેથી અન્ન લેવું, એમ ધારી તે ઉપાશ્રયે આવ્યો. આર્યસુહસ્તી આચાર્યે તે ભિક્ષુકનો આગળ સારો પરિણામ જોઈ, તેને દીક્ષા આપી ભોજન કરાવ્યું. તેને ઘણા દિવસથી અન્ન નહીં જડેલું અને સારું અન્ન મળ્યું માટે તે કંઠ પર્યત જમ્યો. જેથી પાણી અને વાયુ જવા આવવાનો અવકાશ નહીં રહેવાથી રાત્રિએ મૂછ થવાથી પ્રાતઃકાળ થતામાં તો તે મરણ પામ્યો. તે જીવ આ ભિક્ષુકનો દેહ છોડી, જૈન માર્ગમાં અનન્ય શ્રદ્ધાવાળો અને પ્રખ્યાત એવો સંપ્રતિ નામે રાજા થયો. તે મહાવીરસ્વામીથી ત્રણસોને પાંચ વર્ષે રાજ્ય પામ્યો. તે રાજાને આર્યસુહસ્તી આચાર્યું ઉપદેશ દ્વારા જૈન બનાવ્યો.
તીર્થકલ્પ ગ્રન્થના આધારે મહાવીરસ્વામીથી વિક્રમ ચારસો સિત્તેર વર્ષે થયો. તેની વચમાં જે રાજાઓ થયા તેમની અનુક્રમણિકા નીચે પ્રમાણે -
ક્રમ રાજાનું નામ કેટલાં વર્ષ રાજ્ય કર્યું (૧) પાલક .............................. ૬૦ (૨) નવનંદ ........................... ૧૫૫ (૩) મૌર્યવંશીઓ................... (૪) પુષ્પમિત્ર .......................... ૩૦ (૫) બલમિત્ર ભાનુમિત્ર .................૬૦ (૬) નરવાહન .. (૭) ગર્દભિલ્લ .......................... ૧૩ (૮) શક રાજાઓ ........................ ૪
••••.. ૧૦૮
૪૦
(૧) ભિક્ષા.
વિક્રમાદિત્યનો પ્રબન્ધ
૧૩