________________
વિસ્તારની રૂચિવાળાએ તીર્થકલ્પમાં અપાપાપુરી બૃહકલ્પ છે તે જોવો. આ વાત શ્વેતામ્બર મત પ્રમાણે લખી છે અને દિગમ્બરના મતે તો શ્રી મહાવીરસ્વામીથી છસે વ્યાશી વર્ષે વિક્રમ રાજા થયો. ગોમટસાર તથા ષપાહુડની ટીકા (શ્રુતસાગરે કરેલી) તથા રૈલોક્ય દિપક વગેરે દિગમ્બરના ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે. તે વખતના આચાર્યોની પરંપરા તથા રાજ્ય તે તે ગ્રન્થમાં રૂચિવાળાએ જોઇ લેવા.
ઉપરની વંશાવલી મૂકવાનું કારણ એટલું જ છે કે પ્રાચીન રાજાઓના ઇતિહાસ ઉપરથી જણાય છે કે જૈનમત અનાદિ છે અને તે વિક્રમના પૂર્વજોએ અંગીકાર કરેલો છે.
કલ્પસૂત્રની ટીકાઓના અભિપ્રાયથી, મહાવીરસ્વામીના વખતમાં શ્રેણિક નામે મોટો રાજા હતો. તે મરણ પામ્યા પછી તેનો પુત્ર કુણિક નામનો રાજા થયો. જેનું બીજું નામ અશોકચંદ્ર હતું. તેનું સવિસ્તર ચરિત્ર ઉત્તરાધ્યયન સૂત્રની ભાવવિજય પ્રમુખે કરેલી ટીકામાં લખેલું છે. એ અશોકચંદ્રનો પુત્ર ઉદાયી નામે રાજા થયો. તે છ વર્ષની ઉમ્મરમાં પૌષધ કરીને બેઠેલો હતો. તેવામાં કપટ કરી તે બાળકને મારી નાંખી કોઈ નંદ નામે રાજા થયો. તે નવ રાજાઓ નંદ એ નામથી ઓળખાયા. આઠમા નંદને પુત્ર ન હતો માટે પ્રધાનોએ એક વાળંદથી ગુણિકાને વિષે ઉત્પન્ન થયેલા પુત્રને નવમો નંદ ગણી ગાદી પર બેસાર્યો. ચાણક્ય નામનો નીતિ શાસ્ત્રનો પ્રખ્યાત ગ્રન્થ રચનાર કોઈ વિદ્વાન થયો, તેણે કપટથી નવમા નંદને મારી મૌર્ય વંશમાં ઉત્પન્ન થયેલા કોઈ ચન્દ્રગુપ્ત નામના વીરને રાજયગાદી પર બેસાડ્યો. જે પ્રખ્યાત રાજાનું ચરિત્ર પૂર્વે ભારતમાં યુદ્ધને માટે આવેલા સિકંદર વિગેરે ગ્રીક દેશના રાજાઓના પ્રાચીન ઇતિહાસોમાંથી નીકળે છે. તે ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર નામે રાજા થયો. તેની ગાદી પર અશોકગ્રી થયો. જેના પ્રાચીન લેખો અદ્યાપિ ગિરનાર વગેરે પર્વતોના પાષાણમાં કોતરેલા નજરે પડે છે, જે પ્રાચીન ઇતિહાસોની સમ્મતિ મેળવવામાં સહાયભૂત ગણાયા છે. તે અશોકનો પુત્ર કુણાલ થયો. જેણે પોતાના નામથી કુણાલા નામનું નગર વસાવ્યું. તેનો ઇતિહાસ જૈન ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. કુણાલનો પુત્ર સંપ્રતિ થયો. તે સંપ્રતિ રાજાના ગુરુ આર્યસુહસ્તી નામના આચાર્યો અવન્તિસુકુમાર નામના પુરુષને બોધ કર્યો. જેનું ચરિત્ર સંસ્કૃતમાં અને રાસપ્રાકૃત ભાષામાં, એમ જૈન ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે.
વસિષ્ઠ ગોત્રમાં ઉત્પન્ન થયેલા આર્યસુહસ્તી નામના જૈનાચાર્યને બાર શિષ્ય હતા. તેમાંથી વ્યાઘાપત્ય ગોત્રના સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામના જે બે શિષ્યો થયા, તેમાં પ્રથમ શિષ્ય સૂરીમંત્રનો કોટિ જાપ કર્યો, તેથી તેમની પરંપરાને જૈનો કોટિક ગણ એ નામથી ઓળખે છે. બીજા સુપ્રતિબુદ્ધ કાકન્દી નામે નગરમાં રહેતાં હતાં, તેથી તેની શિષ્ય પરંપરા કાકબ્દિક એ નામથી ઓળખાય છે. સુસ્થિત આચાર્યના બે નાના શિષ્ય અદ્રશ્ય થવાની વિદ્યાના બળ વડે રોજ ચંદ્રગુપ્ત રાજાના થાળમાં પાટલીપુત્ર નગરમાં જમતા હતા. તે પાટલીપુત્ર નગરની ઉત્પત્તિ તીર્થકલ્પ ગ્રન્થમાં તથા સમ્યકત્વ કૌમુદિમાં નીચે પ્રમાણે આપેલી છે.
૧૪
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર