________________
કોઈના હાથમાં ગાંજાની ચલમ રહી ગઈ છે, કોઈ ભાંગના કટોરા ચઢાવે છે, તો કોઇ કસુબા વગેરેમાં જ મશગુલ છે ને કેટલાક તો કેફની ધુનમાં ગપધ્યાન ચલાવતા જ બેઠા છે; દારૂડિયાઓની આવી માતેલી મંડળીમાં જેવા નાગાર્જુન દાખલ થયા કે તરત જ કોઈ ભાંગ, તો કોઈ ગાંજાની ચલમ તો કોઈ કસુંબો વગેરે આણી તેનો આદર સત્કાર કરવા લાગ્યા. પછી નાના પ્રકારની આશ્ચર્યકારક વાતોના ગપાટાના સંબંધમાં સ્ત્રી વિષય દાખલ કરી નાગાર્જુન બોલ્યા કે હું નથી ધારતો કે આમાંથી કોઇએ પદ્મિની સ્ત્રીને જોઈ હોય. આ સાંભળી અંદરથી એક અફિણી બોલી ઉઠ્યો કે મહારાજ એમ તે શું કહો છો; અત્રેથી સાઠ કોશને અંતરે પ્રતિષ્ઠાનપુર નામે મોટું શહેર છે. ત્યાં રાજા શાલિવાહનની અર્ધગના ચંદ્રલેખા નામે છે તે જ માત્ર સાંપ્રત કાળમાં પદ્મિની સ્ત્રી છે. મનની મુંઝવણ દૂર થવાથી નાગાર્જુન, ત્યાં વધુ કાળ ગમન નહીં કરતા સત્વર ત્યાંથી ઉઠી આકાશ માર્ગે પ્રતિષ્ઠાનપુરમાં આવી પહોંચ્યા.
પોતે શહેરમાં દાખલ થઈ શાલિવાહનને ત્યાં ચાકર તરીકે રહ્યા. ચારે પ્રકારની સ્ત્રીની પરીક્ષા કરવાનાં જ્ઞાનમાં પોતે કુશળ હોવાથી નાગાર્જુનની મનોવૃત્તિ, તેની કાન્તિ, રૂપ, ગુણ અને વાચા વગેરે ઉપરથી ચંદ્રલેખા પદ્મિની સ્ત્રી છે એમ સંપૂર્ણ રીતે ખાત્રી થવાથી, જેમ બને તેમ જલ્દી તેનું હરણ કરવા તરફ દોરવાઇ. પરન્તુ રાણી ચંદ્રલેખા દિવસના વખતમાં સખીઓના મંડળમાં બેસી આત્માને આનંદ આપવામાં અને રાત્રિને વિષે પતિ સેવામાં રોકાયેલી હોવાથી નાગાર્જુનને તેણીનું હરણ કરવામાં કાંઈ તક મળી નહીં. મનમાં એવી પણ ધાસ્તી કે ચંદ્રલેખાનું હરણ કરતાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાનું હરણ ન થઇ જાય. આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં કેટલાક દિવસ વીત્યા પછી, હવે આ સ્થળે વધુ વખત રહેવાથી કંઈ કાંદો નહી કાઢીએ એવી ધારણાથી, લોભી નાગાર્જુને એવી તસ્કરવૃત્તિ વાપરી કે લાગ જોતાં જોતાં એક દિવસ, રાજા રાણીના શયનગૃહમાં જાય તે અગાઉ, પોતે નાગાર્જુન, નિશાચરની માફક અંદર દાખલ થઇ, હમેશાં નહીં ઉઘાડા રાખવામાં આવતા બારણાની સાંકળ, નકુચાથી વિખુટી કરીને ગુપચુપ બહાર નીકળી આવી મનમાં મલકવા લાગ્યા કે હવે આજે તો મનોરથ પૂર્ણ થશે ખરો અને થયું પણ તેમજ. રાજા રાણી જે દ્વારે શયનગૃહમાં દાખલ થયાં તે દ્વાર બંધ કરી નિર્ભય પણે અર્ધાગના સાથે નિઃશંક ક્રીડા કરવા માંડ્યા. ચુસ્ત મનથી, નાના પ્રકારના વૈભવો ભોગવી, તથા મનને રમણીય વાદ વિવાદ કરી, બન્ને, અત્તરાદિ સુગંધિથી ભરપુર એવા પલંગ ઉપર નિદ્રાવશ થયા. આમ, નાગાર્જુન પણ એ જ તર્કની લહેરમાં ઘુમે છે કે ક્યારે તે રાજા રાણી નિદ્રાવશ થાય અને ચંદ્રલેખાનું હરણ કરું, પછી મારી જેમ ઉંદરના શિકારને માટે તેમ નાગાર્જુન ચંદ્રલેખાના શિકાર માટે આસ્તે આસ્તે રાજા રાણીને પોઢવાના ઓરડાનું જે દ્વાર કપટથી સાંકળ વિના રાખેલું તેની તરફ જઈ, કાન દઈ કોઈનો સ્વર નહિ સંભળાવાથી સુતેલા રાજા રાણી જાગૃત ન થાય એવી રીતે ધીમેથી તે દ્વાર અર્ધ ખુલ્લું કરી અંદર દૃષ્ટિ કરી. રાજા રાણી ભર નિદ્રામાં છે એવી ખાત્રી થવાથી, અંદર પ્રવેશ કર્યો. પછી રત્નજડિત શૈયા આગળ
૩૮
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર