________________
બંધાવી મોટી ધામધૂમથી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરી. પછી પોતે તે પ્રતિમાની હંમેશાં અતિશય ભાવ ભક્તિથી આરાધના કરવાથી ઘણો સમૃદ્ધિમાન થયો છે આ પ્રકારનું પોતાના પિતા વાસુકી નાગનું વચન સાંભળી, નાગાર્જુન યોગી કપટી સેવક થઈ, કાંતિપુરમાં જઈ, તે જ પ્રાસાદમાં સામાને વિશ્વાસ ઉત્પન્ન થાય એવી રીતની કળા કરી, પરમ ભક્ત થઈ બેઠા. પછી આસ્તે આસ્તે કળાએ કરી સર્વના મનમાં, વિશ્વાસ પેદા કર્યો. ખેલાડી નાગાર્જુને સર્વેનું ચિત્ત હરણ કર્યું. બહારથી જ ભક્તિભાવ બતાવવાને પણ અંતર્ભાવના પણ જોઈએ પરંતુ અહીં તો જેમ બને તેમ જલદી તે અનુપમ પ્રતિમાનું હરણ કરવામાં લગની લાગેલી હતી. નાગાર્જુને ભાગ્યશાળી તો ખરા. અંતે લાગ જોતાં જોતાં એક સમયે કેટલાક પૂજારીઓ નિદ્રાવશ હોવાનો તથા બીજાઓની ગેરહાજરીનો લાભ લઈ પોતે આમ તેમ જોઈ કોઈ ન જાણે એવી રીતે તે મહાતેજસ્વી પ્રતિમાને અદ્ધર ઉપાડી લઈને આકાશ માર્ગે ચાલતાં થયા તે ખંભાતની નજીક આવેલી સેઢી નદીને કાંથે નિર્ભય સ્થાને ખોળી ત્યાં નિવાસ કર્યો.
શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા ગ્રહણ કરી લાવવામાં નાગાર્જુન ફતેહમંદ તો થયા પણ એટલાથી જ પત્યું એમ નથી. હજુ દેહ રટન બાકી છે. પદ્મિની સ્ત્રી મળ્યા વગર કોટીવેધી રસ સિદ્ધ કરવાનું કામ થઈ શકતું નથી. માટે હવે તેની શોધમાં નીકળવાનો પોતે નિશ્ચય કર્યો. ચોરને ઘેર ચોર પરોણો ન મળે, તેથી તે પ્રતિમાને ગુહ્ય સ્થાનમાં સંતાડી પદ્મિની સ્ત્રી શોધનાર્થે પોતે નીકળી પડ્યા. આકાશ માર્ગે ગમન કરતાં એક દિવ્ય શહેર જોઇ પોતે પૃથ્વી પર ઉતર્યા. પછી પ્રશ્ન પૂછવામાં તેનો મૂળાર્થ કોઈ નહીં સમજી શકે એવી યુક્તિએ તે શહેરના રહેવાશીથી પદ્મિની
સ્ત્રી વિષે તપાસ કરવા માંડી, પણ વ્યર્થ. લોકો તો સાંભળી હસવા લાગ્યા કે આને તે શું આ ધ્યાન લાગ્યું છે. હે મહારાજ એ ખ્યાલ છોડી દો ને સત્વગુરુના આશીર્વાદ લઈ આત્માનું કલ્યાણ કરો. વળી તેમાંથી બીજો કોઈ બોલી ઉઠ્યો, પદ્મિની સ્ત્રી શું રસ્તામાં પડી છે કે તે વળી આવા જોગીને માટે, શું તે નિર્માણ થયેલી કે તે એને પ્રાપ્ત થાય? વળી ત્રીજો કોઈ વૃદ્ધ પુરુષ બોલી ઉઠ્યો કે મહારાજ પદ્મિની સ્ત્રી મળવી દુર્લભ છે માટે મિથ્યા શ્રમ છોડી ઘો. નાગાર્જુન બોલ્યા કે હે વૃદ્ધ પુરુષ, આ યુવાનિયાઓ, હું કોણ છું એ વિષેના અંધકારમાં હોવાથી, મારી ચેષ્ટા કરે છે તે હું સમજું છું. પૃથ્વી વિષે વાસુકી નાગનો પુત્ર નામે નાગાર્જુન કહેવાય છે તે હું પોતે છું. નાગાર્જુન નામ સાંભળતાં જ પેલો વૃદ્ધ પુરુષ તેને સાષ્ટાંગ દંડવત્ કરી સ્તુતિ કરવા લાગ્યો કે હે મહારાજ અમારો અજ્ઞાનથી થયેલો અપરાધ કૃપા કરી ક્ષમા કરો. નાગાર્જુને કહ્યું કે હે વૃદ્ધ પુરુષ એ વિષે ફીકર કરો મા. વૃદ્ધ પુરુષ બોલ્યો, અમારા ધનભાગ્ય કે આપના દર્શનનો લાભ પ્રાપ્ત થયો. તમારું કલ્યાણ થાઓ, એમ કહી નાગાર્જુન તો ચાલતા થયા. પોતે મહા તર્કબાજ હોવાથી રસ્તે ચાલતાં વિચાર કર્યો કે ગામ ગપાટાનું મૂળ ભંગીનો અખાડો છે માટે ત્યાં જવાથી મનોરથ પૂર્ણ થશે એણ ધારી તેણી તરફ પગલાં ભરવા માંડ્યા. શોધ કરતાં તે સ્થળે ગયા તો (૧) ભાંગ વગેરે કેફી વસ્તુનો ઉપભોગ કરનારા.
શાલિવહન રાજાનો પ્રબન્ધ
૩૭