________________
તારો અતિ આગ્રહ જોઈ એ વિદ્યા વિષે મને કહેવાની ફરજ પડે છે માટે સાંભળ. મહાપ્રતાપવાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની દૃષ્ટિ સમીપ સર્વે સુલક્ષણ સહિત મહાસતી પદ્મિની સ્ત્રી, દિવ્યઔષધિઓના રસથી શુદ્ધ કરેલા પારાનું ખળમાં મર્દન કરે તો તેથી કોટીવેધી રસ ઉત્પન્ન થાય. આવું સંક્ષેપથી ગુરુના વચનનું રહસ્ય સમજી નાગાર્જુન લાગ જોઇ એકદમ ગુરુનો પરિત્યાગ કરી પૂર્વે કહેલી વસ્તુઓ મેળવવાના પ્રયત્નમાં સાવધ થયા. નાગાર્જુને પ્રથમ પોતાના, વાસુકી નાગ નામના પિતાની આરાધના કરી પ્રત્યક્ષ કરી પુછ્યું કે હે પિતાજી, મહાપ્રતાપવાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા ક્યાંથી પ્રાપ્ત થશે. વાસુકીનાગ બોલ્યા કે હે પુત્ર ! એકાંત પણ નિર્ભયાશ્રમમાં પ્રભુસ્મરણ ન કરતાં આવાં સંકટ ભરેલા કામમાં પડવાની તને શી જરૂર પડી ? આ સાંભળી નાગાર્જુન પ્રથમ તો વિચારશૂન્ય થયા પણ પોતે પહોંચેલી માયા હોવાથી ધીમે રહી પ્રત્યુત્તર વાળ્યો કે હે પિતાજી ! એક પ્રસંગે અમો ગુરુ ચેલા વચ્ચે પૃથ્વી માંહેલા સકળ દેવાદિઓ વિષે વાદ ચાલેલો તે સંબંધમાં મેં ગુરુ મુખે, મહાપ્રતાપશાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા અદ્યાપિ પૃથ્વી ઉપર છે એવું સાંભળ્યું. ગુરુના ઘણા શિષ્યોએ અનુપમ પ્રતિમા મેળવવાના યત્નમાં નિષ્ફળ થવાથી તે પ્રાપ્ત કરવાની મને ઉત્કંઠા થવાથી ગુરુ આગળ એ બીડું ઝડપ્યું તે કારણથી મેં આપનું આરાધન કર્યું. પુત્ર નાગાર્જુનની હિંમત જોઈ વાસુકી નાગ પ્રસન્ન થઈ બોલ્યા, હે પુત્ર ! એ પ્રતિમા મેળવવામાં તારો દઢ નિશ્ચય જોઈ કહું છું તે શ્રવણ કર.
અસલ દ્વારકામાં સમુદ્રવિજય નામના રાજાએ શ્રીનેમીનાથ તીર્થંકરના મુખથી મહાપ્રતાપવાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમાનું વર્ણન સાંભળી પોતાના કરાવેલા અનુપમ રત્નજડિત પ્રાસાદમાં તે સ્થાપન કરેલી હતી. તે દ્વારિકા જળમય થવાથી સમુદ્રમાં તે પ્રતિમા ડુબેલી હતી. કાળાન્તરે એવો બનાવ બન્યો કે કાન્તિપુરમાં રહેનાર ધનપતિ નામના એક શેઠનું વહાણ વ્યાપારાર્થે સમુદ્ર માર્ગે આવતાં તે સ્થળ આગળ આવી અટકી પડ્યું. વર્ષાઋતુની શરૂઆત હોવાથી પળે પળે વીજળીના થતા ચમકારા, વાદળામાં થતી મેઘગર્જના જોરમાં પવનનું ફૂંકાવું, તેની સાથે મહાસમુદ્રના મોજાનું પર્વતની ઊંચાઈએ જવું, તેમાં વળી અધુરામાં પુરુ અચાનક વહાણનું અટકી પડવું, વગેરે ભયભીત બનાવો નજરે પડવાથી ધનપતિ શેઠ પ્રથમ તો દિમૂઢ જેવા બની ગયા, પણ દેવ કૃપાએ પાછા શુદ્ધિમાં આવી વહાણ અટકી પડવાના કારણની શોધ કરાવવા લાગ્યા. અંતે મહાકરે માલુમ પડ્યું કે જળમણે શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા છે. પણ દેવતાની ઇચ્છા જાણ્યા વગર તેને સ્થાનભ્રષ્ટ કરવાથી જીવ દુઃખમાં આવી પડે છે. તેથી શેઠે, સ્થાનભ્રષ્ટ કરવામાં શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રસન્નતા જાણવાને માટે મનમાં વિચાર કીધો કે સુતરના તારથી જો મૂર્તિ ઉંચકાઇને બહાર આવે તો સ્થાનભ્રષ્ટ કરવામાં એની ઇચ્છા છે એમ સમજવું. આ શુભ વિચારની મન ઉપર અસર થવાથી તે જ વખતે અંત:કરણપૂર્વક સ્તુતિ કરી સુતરના સાત તાંતણા એકઠા કરી તેના વડે શ્રીપાર્શ્વનાથજી મહારાજની પ્રતિમાને જળ બહાર કાઢી તે વખતે દેવકૃપાએ તે મૂર્તિના અધિષ્ઠાયકનો અભિપ્રાય માલૂમ પડવાથી તે શેઠે સ્વજન્મભૂમિ કાન્તિપુરમાં અતિખરચે કારીગીરીથી ભરપૂર એવું દેવાલય
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર