________________
વનરાજ વગેરેના પ્રબળ્યા
વનરાજાદિ પ્રબન્ધો જાણતા પહેલા શીલવૃત્ત સંરક્ષણ વિષેનો વૃત્તાંત જાણવાની ઘણી જરૂર છે જે નીચે મુજબ છે.
પૂર્વે જેમાં છત્રીસ લાખ ગામ આવેલા એવા કાન્યકુબ્ધ દેશમાં કલ્યાણકટક નામની રાજધાનીમાં ભૂદેવ (ભૂય, ભૂવડ અથવા ભૂયડ તરીકે પણ પ્રસિદ્ધ હતા એ) નામે રાજા રાજ્ય કરતો હતો. એક સમયે પ્રાતઃકાળમાં રાજપાટિકાર્થે ચાલતાં ચાલતાં એક હવેલીના ગોખમાં બેઠેલી કોઈ અતિ રૂપવાન સ્ત્રીને જોઈ રાજાનું મન સન્માર્ગથી ભ્રષ્ટ થયું. આ દુખ મનોવૃત્તિમાંથી મુક્ત થવા ખૂબ બળાત્કારે પોતાના મનને રોકી રાખતાં પણ તેની લગામ હાથમાં નહીં રહેવાથી આખરે તે ચિત્તહર
સ્ત્રીનું હરણ કરવાનો નિશ્ચય કરી, સાથે રાખેલાં, પોતાને પાણી પાનાર પુરુષને એવો સખત હુકમ કર્યો, કે સૂજે તે પ્રકારે પેલી મનહર કમલાક્ષિને અમૂક મહેલ મધ્યે શીધ્ર લાવ. આ પ્રમાણેનો હુકમ કરી ચિત્તભંગ થયેલો રાજા પાછો ફરી પોતાના મહેલમાં ગયો.
હવે બનાવ એવો બન્યો કે જે સ્ત્રી હરણ કરી લાવવાનો રાજાએ પેલા પાણી પાનારને હુકમ કર્યો તે તેની પોતાની સ્ત્રી હોવાથી તે બાપડો ઊંડા વિચારમાં પડી ગયો, કે હવે કરવું કેમ ! પણ કરે શું ? “ગમે તેમ થાવ. પણ રાજાનો હુકમ લોપવો નહિ.” એવા વિચારમાં ગરકાવ બની ચિંતાતુર ચેહરાથી પોતાના ઘરમાં પ્રવેશ કર્યો અને રાજાની નીચ બુદ્ધિ વિષે પોતાની અર્ધાગના આગળ વાત કહી. તે સ્ત્રી સહેજમાં સમજી અને કહ્યું કે હે પ્રાણનાથ ! અત્યાર સુધી સાચવી રાખેલા શીલવ્રતનો હું ભંગ થવા નહીં દઇશ, માટે એ વિષેની ચિંતા દૂર કરી, રાજા કોપાયમાન ન થાય માટે તે સ્થળને વિષે હમણાં તો ચાલો. પછી મુકરર કરેલા મહેલમાં પોતાની સ્ત્રીને લઈ જઈ ત્યાં મુકી તે પુરુષ પોતાના રાજાને એ વિષેની ખબર આપવા ગયો. રાજા પણ ઘણો જ કામાન્ય થવાથી તત્કાળ તે મહેલમાં આવી પહોંચી, કાંઈ પણ હાસ્ય વિનોદ કર્યા વગર, “હે પ્રિયે !' એમ કહી એકદમ તે સ્ત્રીને પોતાની બાથમાં લીધી. પણ પેલી સ્ત્રી પતિવ્રતા હોવાને લીધે પોતાનું અંગ (૧) સવાર સાંજ રાજાનું ફરવા નીકળવું તે.
४४
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર