________________
આપે તેને વેચાતા આપી, તારો નિર્વાહ ચલાવજે. આ પ્રમાણે કહી ચાર શ્લોક આપી બ્રાહ્મણ તો સ્વર્ગવાસી થયો. પછી પેલી બ્રાહ્મણી પોતાના મૃત્યુ પામેલા ધણીની ઉત્તરક્રિયા વાસ્તે તેના આપેલા શ્લોક લઈ તરતની વિધવા હોવાથી રાત્રિને સમયે બજારમાં વેચવા ગઈ. મોટી મોટી પેઢીઓ ઉપર જઈ પેલા શ્લોક બતાવી તે પ્રત્યેકની કિંમત એક એક કરોડ રૂપિયા કહી. આ સાંભળી લોકોએ અણઘટતાં વિશેષણ વાપરી હડધુત કરી તેને કાઢી મુકી. આથી પેલી વિધવા નિરાશ થઈ એક ખુણામાં ઉભી રહી રૂદન કરતી હતી. એવામાં નગર ચર્યા જોવા માટે નીકળેલા શાલિવાહનનું તે સ્થળે આવવું થયું. આ વિધવા સ્ત્રીને તિરસ્કાર કરીને લોકોએ કાઢેલી તે તેણે જોયેલું તે ઉપરથી શાલિવાહન તે સ્ત્રી પાસે જઈને પુછવા લાગ્યો કે હે બાઈ ! તું કોણ છે અને શા વાસ્તુ રૂદન કરે છે? ત્યારે પેલી વિધવાએ પોતાનો વૃત્તાંત કહી ચારે શ્લોક રાજાને બતાવ્યા. તે વાંચી તેની અભૂત ખૂબી જોઈ તે સ્ત્રીને ચાર કરોડ મહોર આપી વિદાય કરી.
એ જ પ્રમાણે બીજા ઘણા રસિક શ્લોકો વિદ્વાનો પાસેથી ખરીદ કરી વિશ્વ પ્રસિદ્ધ એવો શાલિવાહન સપ્તશતી નામનો ગ્રંથ પ્રગટ કર્યો. એ વેચાણથી લીધેલા શ્લોકો (ગાથા)માંના કેટલાક શ્લોક આજે પણ એ ગ્રંથમાં જોવામાં આવે છે. એ પ્રમાણે શાલિવાહન નામના રાજાનો પ્રબંધ પુરો થયો.
શાલિવહન રાજાનો પ્રબન્ધ
૪૩