________________
સંકોચતી રાજા પ્રત્યે બોલી, હે રાજન્ ! તમો ધર્મિષ્ઠ તથા સર્વદેવતારૂપ છો, તમારે મારા જેવી નીચ દાસીમાં આવો ખોટો અભિલાષ રાખવો ઘટતો નથી. તે સ્ત્રીના વચનરૂપી અમૃતથી જ રાજાનો કામાગ્નિ જરા શાંત પડ્યો. એટલે તે બોલ્યો, તે સ્ત્રી ! તું જાતે કોણ છે? તેણે પ્રત્યુત્તરમાં કહ્યું, હે પિતા તુલ્ય રાજન ! હું તમારી દાસી છું. એટલું જ નહિ પણ દાસાનુદાસી છું. ત્યારે રાજાએ કહ્યું, તારા ભેદ ભર્યા વચનથી સંપૂર્ણ રીતે મારી શંકા દૂર થતી નથી માટે જે ખરી વાત હોય તે સત્વર કહી દે. સ્ત્રીએ ઉત્તર વાળ્યો. હે મહારાજ ! વિશેષ તો શું કહ્યું, પણ આપને પાણી પાનારની હું પતિવ્રતા સ્ત્રી છું.
આ પ્રમાણે એ પતિવ્રતા સ્ત્રીનું બોલવું સાંભળી અંતરમાં અત્યંત ચમત્કાર પામતા રાજાનો સર્વકામ શાંત પડી ગયો. એટલું જ નહિ, પણ શરમિંદો પડી, દિમૂઢ જેવો બની ગયો ને પેલી સ્ત્રીને પોતાની પુત્રી સમાન ગણીને જવાની આજ્ઞા આપી, પોતે પણ મહા પશ્ચાત્તાપ કરતો રાજ મંદિર તરફ પાછો ચાલ્યો. ગુનેગારને શિક્ષા થવી જ જોઇએ, એમ ધારી પોતાનાથી થયેલા અપરાધ માટે પોતાના મનમાં ન્યાય કર્યો જે “કામભાવથી તે સ્ત્રીના શરીરને સ્પર્શ કરેલો તે મારા બન્ને હાથ મહા પાતકી છે', એમ વિચારી, તેનો નિગ્રહ કરવાની ઇચ્છાથી, મધ્ય રાત્રે ઉઠીને, ચોકીદારને સખત હુકમ આપ્યો કે આ ગવાક્ષની બહાર નીકળતા માણસના હાથને તત્કાળ છેદી નાંખવા. એમ કહ્યું પછી કોઈ ન જાણે એવી રીતે, તે જ ગવાક્ષમાં રાજાએ પોતાના બન્ને હાથ લાંબા કરી, બહારથી પેલા ચોકીદાર પાસે છેદાવી નંખાવ્યા.
હવે રાજાના બન્ને હાથ મધરાતે ચોકીદારે કાપી નાખ્યાની ખબર પ્રાતઃકાળમાં પ્રધાનોને થતાં તુરત ત્યાં દોડી આવી તેને શિક્ષા કરવા હુકમ કર્યો, પરંતુ રાજાએ શિક્ષા કરવાનો નિષેધ કર્યો. એ રાજા શિવભક્ત હોવાથી માળવામાં કુડગેશ્વર મહાકાળ મહાદેવના મંદિરમાં જઈ, તે દેવનું અતિશય આરાધના કરવા બેઠો. તે મહાદેવની પ્રસન્નતાથી રાજાના બન્ને હાથ પાછા પ્રથમ હતા, તેવા જ થયા; પણ મહાદેવના આપેલા આ હાથ વડે હવે સંસાર સંબંધી કામ નહિ કરવું એમ ધારી રાજાએ સઘળો માળવા દેશ તથા પોતાનું સઘળું અન્તઃપુર તે દેવને અર્પણ કરી, તેમની રક્ષા કરવાને માટે, પરમાર રાજાના પુત્રોને સઘળો અધિકાર સોંપી, પોતે તાપસી દીક્ષા અંગીકાર કરી તપસ્વી થઈ ત્યાંથી ચાલી નીકળ્યો. આ પ્રમાણે શીળવ્રત સંરક્ષણ વિષેનું જેવું રસભર્યું દષ્ટાંત વાંચનારના જાણવામાં આવ્યું તેવું જ શીલવ્રતધારીના (શીલાંગ સૂરિના) પ્રભાવથી ભરેલું વનરાજનું શૌર્ય ભર્યું વૃત્તાંત નીચે મુજબ છે- હવે તે જ કાન્યકુબ્બના એક દેશ રૂપ ગુજરાતની ભૂમિમાં, વઢિયાર નામના દેશનાં, પંચાસર નામે ગામમાં, ચાવડાવંશના બીજ રૂપ બાળકને વણ એટલે બાણ નામે વૃક્ષની ડાળીએ ઝોળી બાંધી તેમાં સુવાડી, તેની માતા (જયશિખરી રાજાની નાસી ગયેલી રાણી નામે રૂપસુંદરી) ઇંધણાં ખોળતી હતી. એટલે, ઝાડના સુકાં સુકાં ડાળાં ભાંગી એકઠી કરી ભારો કરતી હતી, તે સમયે જૈનોના (૧) ગવાક્ષ=ગોખ.
વનરાજ વગેરેના પ્રબન્ધો
૪૫