________________
મોટા આચાર્ય નામે શીલગુણસૂરી, કોઈ પ્રસંગથી તે જગ્યાએ આવી ચડ્યા. પાછલો પ્રહર થઈ ગયો છે તો પણ બાળકનું તડકાથી રક્ષણ કરનાર, તે વૃક્ષની થંભેલી છાયા જોઇને, શીલગુણસૂરીએ વિચાર કર્યો કે આ વૃક્ષની છાયા થંભી રહી છે તેનું કારણ એ જ છે કે, ઝોળીમાં કોઇ પુણ્યશાળી બાળક છે. એવો મનમાં નિશ્ચય થવાથી, આ બાળક આગળ જતાં જિનશાસનનો (જૈનમાર્ગનો) મોટો પ્રભાવક પુરુષ થશે એવી આશાએ તે બાળકની માતાનું દુઃખ શાંત કરી આજીવિકાનો બંદોબસ્ત કરી તેની પાસેથી તે બાળકને પોતાના અધિકારમાં લઈ ઉપાશ્રયમાં આણ્યો. પછી તે આચાર્યની શિષ્યાઓમાં મોટી એવી વીરમતી નામની આર્યાએ તેનું પરિપાલન કર્યું. ને ગુરુએ તેનું નામ વનરાજ પાડ્યું. પછી તે બાળક આઠ વર્ષનો થયો ત્યારે, તેને દેવ પૂજાનો વિનાશ કરનારા ઉંદરોથી રક્ષા કરવાના અધિકારનું કામ સોંપ્યું. પણ આ બાળકે તો જૈન ધર્મથી ઉલટું કામ કરવા માંડ્યું. પેલા ઉંદરો ઉપર લોટ (ગલોલ) ફેંકી તેનો પ્રાણઘાત કરવા માંડ્યો, તે જોઈ ગુરુએ નિષેધ કર્યો તો પણ પેલા બાળકે તો એવો ઉત્તર વાળ્યો કે ગુરુ મહારાજ ! ચોથા ઉપાયથી જ (એટલે દંડથી જ) એ સાધ્ય છે. બાળકનાં હિંમતભર્યા લક્ષણ જોઈ, તથા એની જન્મકુંડળીમાં રાજ યોગ પડ્યો છે માટે નિચે આગળ જતાં એ મોટો રાજા થશે એવી ખાત્રી થવાથી તે આચાર્યો તે બાળક પાછો તેની માને અર્પણ કર્યો. પછી તે બાળકે માતા સહિત, કોઇ પલ્લીભૂમિમાં પોતાના મામા (સુરપાળ) સાથે રહી, ચૌર વૃત્તિથી સર્વ જગ્યાએ ધાડ પાડવાનું કામ ચાલુ કર્યું. એક દિવસ કાકર નામે ગામમાં, કોઈ વ્યાપારીના ઘરમાં ખાતર પાડી, દ્રવ્ય ચોરતાં દધિપાત્રમાં વનરાજનો હાથ પડ્યો, કે તરત જ “ઓ-મને ખાધો તો' એ પ્રકારે ચમકી તે ચોરેલું સઘળું ધન ત્યાંજ રહેવા દઈ ઘર બહાર નીકળી ગયો. બીજે દિવસે પ્રાતઃકાળમાં પેલા વ્યાપારીની બહેન શ્રીદેવી કંઈ કામસર દહીં લેવાને ગઈ, તો તે પાત્રમાં પડેલી હાથની રેખા ઉપરથી એવું ધાર્યું કે “આ કોઈ ભાગ્યવાન મહાપુરુષ છે ને એ મારા ભાઈ રૂપ છે, માટે તેને જોયા વગર મારે ભોજન ન લેવું.” એવી પ્રતિજ્ઞા લઇ તેની શોધ કરાવતાં “એ વનરાજ જ છે' એમ ખાત્રી થવાથી તેને રાત્રે ગુપ્ત રીતે પોતાના ઘરમાં બોલાવીને ભોજન કરાવ્યું તથા ખર્ચપાણી આપી ઘણો ઉપકાર કર્યો, ત્યારે વનરાજે કહ્યું કે ગુરુના પ્રતાપે જો મને રાજ્ય પ્રાપ્ત થશે તો, મારા પટ્ટાભિષેક વખતે તને મારી બહેન ગણીને તારે જ હાથે તિલક કરાવીશ. એવું પ્રતિજ્ઞાપૂર્વક વચન આપી ત્યાંથી ચાલતો થયો.
વળી એક દિવસ આવા પ્રકારની ચોરી કરવાના કામમાં ચોરોની સાથે પ્રવર્તતા વનરાજે, કોઈ જંબા (એને ચાંપો પણ કહે છે) નામના વાણિયાને, કોઈ અરણ્ય પ્રદેશમાં રોક્યો. તે વણિકે ત્રણ ચોરોને દેખી પોતાની પાસે રહેલા પાંચ બાણમાંથી બે બાણ ભાંગી નાંખવા માંડ્યા, તે જોઈ પેલા ચોરોમાંથી વનરાજે પૂછ્યું કે તું આ બાણ શા સારું ભાંગી નાંખે છે ? ત્યારે વણિકે જવાબ દીધો કે તમો ત્રણ ચોર છો, તે એક એકને એક એક બાણથી મારીશ. ત્યારે બે બાણ વધશે તે નિષ્ફળ જશે માટે ભાંગી નાખું છું. આ પ્રકારનું તેનું બળગર્ભિત વચન સાંભળી, તેની પરીક્ષા (૧) વનમાં ભીલ લોકો નાનાં ઝુંપડાં બાંધી વાસ કરે છે તે.
४६
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર