________________
કરવાના હેતુએ, કોઈ અમુક વસ્તુ બતાવી, તેને એક જ બાણથી વિંધવા કહ્યું. તે કામ તેણે અતિશય ચાલાકીથી કરેલું જોઈ ઘણા પ્રસન્ન થઈ તેને તેઓએ પોતાના ટોળામાં લીધો. તેની યુદ્ધ વિદ્યાથી ચમત્કાર પામી વનરાજે કહ્યું કે મારા પટ્ટાભિષેક સમયે તને મારો મોટો પ્રધાન કરીશ, એમ કહી તેને વિદાય કર્યો.
હવે કાન્યકુબ્બના રાજા ભુવડે, ગુજરાત દેશ, પોતાની મહણિકા નામે કુંવરીના કંચુક' સંબંધમાં આપેલો, તે દેશની ખંડણી ઉઘરાવવાને રાખેલું પંચકુળ (જમાં પાંચ મોટા કુલવાનું અધિકારીઓ રહેલા છે તે) વનરાજની હોશિયારી જાણી, તે ખંડણી ઉઘરાવવાનું કામ વનરાજને (બરછીના અધિકાર સાથે) સોંપીને તે બીજા દેશ તરફ ચાલ્યું.
પછી તે પાંચ-છ મહિને સોરઠ વગેરે દેશ તરફથી ખંડણી ઉઘરાવી પોતાના દેશ ભણી જતું હતું તેવામાં વનરાજે, તે લોકોને વિકટ માર્ગમાં ઘેરી મારી નાંખી, તેમની પાસે એક લાખ રૂપા નાણું અને જાતવંત ચાર હજાર તેજી ઘોડા હતા તે સર્વે લુંટી લીધા, પણ કાન્યકુજના રાજાના ભયથી પોતે એક વર્ષ સુધી ગુપ્ત પણે (કાલુભાર) વનમાં રહ્યો અને ધીરે ધીરે યુક્તીથી ધન અને બળ સંપાદન કરી કાન્યકુબ્બના રાજ્યની સ્થિતિ ઉખેડી નાંખી. એવી રીતે ઘણી ફતેહ મેળવી પોતાના બાપનું ગયેલું રાજ્ય પાછું મેળવ્યું. પછી રાજ્યાભિષેક વખતે નવું નગર વસાવવું એવી ઇચ્છાથી, ભૂમિની શોધ કરવા નીકળી પડ્યો. ફરતાં ફરતાં તે પીપલુડા તળાવની પાળ ઉપર આવી વિશ્રામ લેવા બેઠો. ત્યાં સાખડ નામે ભરવાડના પુત્ર અણહિલે તેને પૂછ્યું કે તમે શેની શોધમાં ફરો છો ? ત્યારે તેણે જવાબ દીધો કે નવું નગર વસાવવા માટે શૂરવીર ભૂમિ ખોળીએ છીએ. અમે ઘણી શોધ કરી પણ હજુ સુધી કાંઈ પત્તો લાગ્યો નથી. તું જંગલનો ભોમિયો છે માટે એ વિષે જો તને કંઈ ખબર હોય ને અમને કહે તો તારો આભાર માનીશું. ત્યારે અણહિલ બોલ્યો કે જો તે નગરનું નામ મારા નામે રાખવાનું કબુલ કરો તો હું તમને તેવી જગ્યા બતાવું. આ પ્રમાણેનો કરાર કરી અણહિલે, તે લોકોને જાલી વૃક્ષની સમીપે સસલાએ કુતરાને ત્રાસ પમાડીને જેટલે દૂર સુધી હટાવેલો તેટલી જ માત્ર સર્વોત્તમ શૂરવીર ભૂમિ બતાવી. તે ઉપરથી એ સ્થળ ઉપર અણહિલપુર નામનું નગર વસાવી, વિક્રમ સંવત ૮૦૨ના વર્ષમાં વૈશાખ સુદ ૨ ને વાર સોમે. જાલી વૃક્ષના મૂળ ઉપર બંધાવેલા ધવળગૃહમાં, રાજયાભિષેકના મુહુર્ત વખતે કાકર ગામની રહેનારી શ્રીદેવીને બોલાવી, વનરાજે વચન આપ્યા પ્રમાણે તેને હાથે તિલક કરાવ્યું. આ રાજ્યાભિષેક વખતે વનરાજની ઉંમર આશરે ૫૦ વર્ષની હતી. પછી વનરાજે અરણ્ય પ્રદેશમાં મળેલા જંબા નામના વણિકને પોતાના પ્રધાન પદે સ્થાપ્યો. ત્યાર બાદ પંચાસર ગામથી શીલગુણ સૂરીને ભક્તિ સહિત મહેલ મધ્યે લાવી પોતાના સિંહાસન ઉપર બેસાડી, પોતે કૃતજ્ઞ શિરોમણિ છે માટે, સઘળું રાજય તેમને અર્પણ કરવા (૧) કન્યાને પરણાવી પહેરામણીમાં આપે છે તે. (૨) બીજી પ્રતોના મતે ૨૪ લાખ સોનામહોર અને ૪૦૦ જાતવંત ઘોડા છે વળી બીજી પ્રતમાં ૧ લાખ કોરી જણાવેલી છે. (૩) ધવન, મોટો; ગૃહન્નમહેલ.
વનરાજ વગેરેના પ્રબન્ધો
४७