________________
માંડ્યું. પણ આચાર્ય પોતે નિઃસ્પૃહ હોવાથી તેનો તેમણે સ્વીકાર કર્યો નહીં. પછી વનરાજે તે આચાર્યના પ્રત્યુપકાર બુદ્ધિથી થયેલા આદેશથી, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા વડે સુશોભિત, પંચાસર નામનું ચૈત્ય' કરાવી તેમાં પોતાની (વનરાજની) આરાધક મૂર્તિ કરાવી તેનું પણ સ્થાપન કર્યું. તેમજ વળી વનરાજે ધવળગૃહના પ્રાંત ભાગમાં કંઠેશ્વરી (કંટકેશ્વરી) દેવતાનો પ્રસાદ પણ કરાવ્યો છે.
| ગુજરાતમાં પહેલો મોટો ગુર્જર રાજા વનરાજ થયો એ રાજ્ય જૈનાચાર્યોએ મંત્ર બળથી સ્થાપન કરેલું તેથી સ્વાભાવિક રીતે જૈન મતને નહીં માનનારા લોકોની આ રાજ્યમાં વિશેષ પ્રતિષ્ઠા જણાતી નથી.
વનરાજે પોતાનું (૧૦૯) એકસો નવ વર્ષ (૨) બે માસ અને (૨૧) એકવીસ દિવસનું આયુષ્ય ભોગવ્યું તેમાં (૫૯) ઓગણસાઠ વર્ષ (૨) બે માસને (૨૧) એકવીસ દિવસ રાજ્ય કર્યું ને સંવત ૮૬૨ ના વર્ષમાં સ્વર્ગવાસી થયો.
પછી વનરાજનો પુત્ર યોગરાજ સંવત ૮૬૨ ના વર્ષમાં અષાડ સુદ ૩ ને ગુરૂવારે, અશ્વિની નક્ષત્ર ને સિંહલગ્નમાં ગાદીએ બેઠો. તેને ત્રણ પુત્રો હતા. એક દિવસ તે ત્રણ પુત્રોમાંથી ક્ષેમરાજ નામના કુમારે રાજાને કહ્યું કે દેશાન્તરીય બીજા રાજાના વહાણો, સમુદ્રમાં પવનનું તોફાન લાગવાથી વિખરાઈ ગયેલાં, બીજા સમુદ્ર તટથી, શ્રી સોમેશ્વર પત્તન (પ્રભાસ પાટણ)માં આવ્યાં છે અને તે વહાણો તેજસ્વી ૧૦૦૦ ઘોડા તથા ૧૫૦ હાથી વગેરે બીજી કરોડો વસ્તુથી ભરેલાં છે. તે સર્વે આપણા દેશ ઉપર થઈ પોતાના દેશ ભણી જશે. માટે જો સરકારની આજ્ઞા હોય તો તેને પકડી લૂંટી લાવીએ. એ પ્રકારનું પોતાના કુમારનું વચન સાંભળી રાજાએ તેનો નિષેધ કયો; ત્યારે ત્રણે કુમારે પિતાથી છાના એકઠા થઇ વિચાર કર્યો કે મહારાજ ઘણા વૃદ્ધ થયા છે તેથી તેમની બુદ્ધિ પણ વિકળ થઈ છે; માટે તેમની બુદ્ધિ પ્રમાણે ચાલવામાં લાભ શો ! એવા પ્રકારના વિચાર કરી ત્રણે ભાઈઓ એક મત થયા કે એ કામ આપણે ગુપ્તપણે કરવું. એમ ઠરાવ કરી તેઓએ પોતાના દેશની પ્રાંત ભૂમિમાં ગુપ્ત સૈન્ય સજ્જ કરી, કોઈ ન જાણે એવી ચૌર વૃત્તિએ, આવતાં વહાણો ઉપર હુમલો કરી, તેમાંની સર્વ માલ મતા છીનવી લાવી. પોતાના બાપની આગળ રજૂ કરી. તે જોતાં જ રાજાને હૃદયમાં ઘણો કોપ ઉત્પન્ન થયો, પણ તે વખતે ગમ ખાઇ, મૌન ધારણ કરી, તેમને કાંઇ પણ સારું નરસું વચન કહ્યું નહિ. ક્ષેમરાજને પોતાનાં કરેલાં કૃત્યો વિષે પિતા તરફથી કાંઈ પણ ખુલાસો ન મળવાથી, તેણે પોતાના પિતાને “મૌન ધારણ કરી બેસવાનું કારણ પૂછ્યું, ત્યારે રાજાએ ખુલાસો કર્યો કે જો આ તમારું કરેલું કાર્ય સારું કહું તો પારકા ઘરની
(૧) મંદિર. (૨) ભક્તિ કરતી; જાણે પોતે શ્રીપાર્શ્વનાથજી મહારાજની ભક્તિ કરતો તેની સામે ઉભો હોય એવા ઢબની;
મૂર્તિ-પોતાની પ્રતિમા કરાવી. (૩) ગાંડી.
૪૮
પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર