________________
અહો શિષ્યો ! આ વિષમ કર્મની ગતિ તો જુવો ! યશના સમૂહરૂપ હાથી વગેરે ઘણા સૈન્યનો પતિ અવંતી દેશનો રાજા જે સરસ્વતીને રહેવાનું ઘર (મહા વિદ્વાન) ઇત્યાદિ સર્વે ગુણથી કૃતાર્થ થયેલો મુંજરાજ કે જેને કર્ણાટક દેશના રાજાએ બંદીખાને રાખીને પણ પોતાના મોટા પ્રધાનની પેઠે સેવા કરેલો તે છેવટે બેહાલ થઈ શૂળીથી મરણ પામ્યો માટે કર્મને શરમ નથી. દેવતાનો અધિપતિ ઇંદ્ર જેવો તો જેનો મિત્ર છે ને સાક્ષાત્ શ્રીરામચંદ્રજીનો તો જે જનક કહેવાય છે એવા દશરથ રાજા' તે પોતાના પુત્રના વિરહદુઃખથી શૈયામાં ને શૈયામાં વિલાપ કરતા મરણ પામ્યા એટલું જ નહીં પણ તેનું શબ તેની પ્રિયા કૈકેયીની હઠથી દૈદિપ્યમાન કરેલા તેલની કોઠીમાં સાચવી રાખ્યા પછી તેને અગ્નિ સંસ્કાર પણ ઘણે દિવસે થયો; એ શું ઓછું આશ્ચર્ય છે? માટે હે શિષ્યો કર્મની ગતિ ઘણી વિષમ છે.
મુંજને ધૂળીથી ભૂંડો કરી તેને શૂળીએ ચઢાવ્યો તો પણ તૈલિપ રાજાએ હજુ તેનો કેડો મેલ્યો નહિ. મૃત્યુ પામેલા મુંજનું ડોકુ કાપી લેવડાવી તેને પોતાના રાજમહેલના આંગણામાં શૂળીકા ઉપર લટકાવી તેના મુખને દધિલેપન કરી તૈલિપ રાજા પોતાના ક્રોધને શમાવતો હતો.
એ પ્રકારની મુંજની અવસ્થા માળવામાં તેના પ્રધાનોના જાણવામાં આવતો મુંજના ભત્રીજા ભોજને રાજ્યભિષેક કરી રાજયગાદી ઉપર સ્થાપન કર્યો.
એ પ્રમાણે વિક્રમ પ્રમુખ રાજાઓનું જેમાં વર્ણન છે એવો પ્રબન્ધ ચિન્તામણીનો પ્રથમ સર્ગ સમાપ્ત થયો.
(૧) દશરથ રાજાની અંતિમ અવસ્થાનો આ વૃત્તાન્ત હિન્દુ રામાયણમાંથી ઉદ્ધત થયેલો છે. આ વૃત્તાન્ત જૈન શાસનને
માન્ય નથી તેની નોંધ લેવી.
૬૮
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર