________________
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
જે સમયે પ્રખ્યાત ભોજ રાજા માલવદેશમાં રાજ્ય કરતો હતો તે જ અરસામાં ગુજરાતની રાજ્ય ગાદી ઉ૫૨ ચૌલુક્ય વંશનો ભીમ નામે રાજા હતો. ભોજ રાજાને હમેશા એવો નિયમ હતો કે પાછલી થોડી રાત બાકી રહે, ત્યારે શય્યામાંથી ઉઠી સાવધાન થઇ મનમાં એવું ચિંતન કરતો કે લક્ષ્મી તથા આયુષ સમુદ્રના તરંગની પેઠે ચંચલ છે. એવી રીતે અનિત્ય ભાવનાનો વિચાર કરી સ્નાનાદિક પ્રાતઃકાળનું કૃત્ય કર્યા પછી દાન આપવાના મંડપમાં દાન દેવા બેસતો તથા ચાકરો પાસે યાચકોને બોલાવી તે જેવી રીતની યાચના કરે તેવી જ રીતે તેઓને સુવર્ણટંક (સોના મહોરો વિગેરે) આપી સંતોષ પમાડતો હતો. આવી રીતે હમેશાં યાચકો જેટલું દ્રવ્ય માગે એટલું આપે છે, તેથી લક્ષ્મીનો ભંડાર ખાલી થઇ જઇ રાજા ભીખ માંગતો થઇ જશે એવો વિચાર કરી રાજાના ઉદાર ગુણને દોષ રૂપ માની, રાજાને બીજી રીતે ઉપદેશ નહીં સ્પર્શે એવું સમજી, તેના દોહક નામે પ્રધાને સભા મંડપમાં દિવાલ ઉપર ખડીથી મોટા અક્ષરોમાં એક શ્લોકનું પદ લખ્યું : આપર્શે ધનં રક્ષેત્ । આપત્તિ કાળને વાસ્તે ધન રાખી મૂકવું. રાજા હંમેશના નિયમ પ્રમાણે પ્રાતઃકાળમાં સભામાં આવી જુવે છે તો દિવાલ ઉપર ખડીથી લખેલું પદ જોવામાં આવ્યું, તે વાંચી લખનારનો અભિપ્રાય સમજી, સેવકોને પૂછ્યું કે આ પદ કોણે લખ્યું છે ? ત્યારે સેવકો અગર જો કે એ વાત જાણતા હતા તો પણ કોઇએ જવાબ ન આપતાં પ્રધાનના ભયથી મૌન રહ્યા. ત્યારે રાજાએ પણ તે પદના જવાબમાં જોડે બીજુ પદ લખ્યું : ભાયમાન: વવ ચાપઃ । ભાગ્યશાળીને આપદા ક્યાંથી હોય ? એટલે જ્યાં સુધી ભાગ્યનું ફળ છે ત્યાં સુધી આપદા આવવાની જ નથી.
બીજા દિવસે પ્રધાને રાજાએ લખેલું પદ વાંચી તેના જવાબમાં તેની જોડે પોતે ત્રીજુ પદ લખ્યું કે રૈવં હિ છુષ્યતે વાપિ । કોઇ વખતે ભાગ્ય નબળું પડે ત્યારે ધનની ખરી જરૂર પડે છે, એવું પ્રધાનનું પદ વાંચી તેના જવાબમાં રાજાએ તેની જોડે વળી એવું પદ લખ્યું કે સંચયોપિ વિનશ્યતિ । સંચય કરેલું પણ નાશ પામે છે, એટલે જ્યારે દૈવકોપ થાય છે ત્યારે સંચય કરી સાચવી રાખેલું સર્વ ધન મૂળમાંથી જ નાશ પામે છે માટે દાન આપવું એ જ શ્રેષ્ઠ છે. આવી રીતે રાજાનો અદ્ભુત
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૬૯