________________
ગુણ જોઈ નિરુત્તર થયેલાં દોહક નામે પ્રધાને બે હાથ જોડી શિર નમાવી રાજા પાસે અભયદાન માંગી એવી વિજ્ઞાપના કરી કે એ પદો મેં લખ્યાં છે માટે મારો અપરાધ ક્ષમા કરો.
ત્યાર પછી ભોજ રાજાએ વિચાર કર્યો કે મારા મનરૂપી મદોન્મત્ત મોટા હાથીને વશ કરવામાં જ્ઞાન રૂપી અંકુશની ખરી જરૂર છે; એમ વિચારી દેશ દેશાંતરોથી મોટા મોટા પંડિતોને પોતાની દાનશક્તિ રૂપી દોરથી બાંધી લાવી જેટલું તેમણે માગ્યું તેટલો તેમની આજીવિકાનો બંદોબસ્ત કરી પાંચસો પંડિતોનો સમાગમ કરી વિદ્યાનંદ સમુદ્રમાં અખંડ મગ્ન રહી તે વિદ્યાનું ઉત્તેજન કરવા લાગ્યો.
કોઈ પંડિતોના કરેલા આર્યાછંદમાં ચાર શ્લોક હતા, તે તેને એટલા બધા પ્રિય લાગતા કે તેને તે અતિશય સ્નેહથી નિત્ય સ્મરણ કરવા વાસ્તે પોતાના હાથમાં ધારણ કરેલા કંકણમાં ઝીણા અક્ષરથી કોતરાવી ધારણ કરતો હતો. વળી ભોજરાજાએ પોતાને નિત્ય સ્મરણ વાસ્તે પોતાની મેળે એક શ્લોક કરી કંઠાભૂષણની પેઠે કંઠે રાખી ઈષ્ટમંત્રની પેઠે નિરંતર તેનો જપ કરતો હતો. તે કહેતો કે આપનું ધન યાચક લોકોને સૂર્ય આથમ્યો નથી ત્યાર પહેલાં જે આપ્યું તે ખરું હું જાણતો નથી કે તે ધનરૂપી સૂર્ય આથમ્યા પછી પ્રાત:કાળે કોનું થશે (તેનો ધણી કોણ થશે) ?
માટે હે પ્રધાન ! તારા જેવા પ્રેતપાય: (પ્રેતની માફક ભક્ષણ કરનારા) લોકના કહેવાથી મારું દાન આપવાનું કર્મ હું કેમ ઓછું કરું? ઇત્યાદિ શિખામણ દેતો તથા પ્રવર્તાવતો રાજા એક દિવસ રાજપાટિકાથું ભ્રમણ કરી આવતાં નદીને કાંઠે આવ્યો ત્યારે ત્યાં, ભોજ રાજાની કીર્તિ સાંભળી પોતાની વિદ્વત્તા બતાવવા સારુ કોઈ બ્રાહ્મણ પોતાની સ્ત્રી સહિત આવી નગર બહાર ધર્મશાળામાં નિવાસ કરી, સ્ત્રીની પ્રેરણાથી કાષ્ટનો ભારો લઈ આવી નદી ઉતરીને આવતો હતો તેને દેખી ભોજ રાજાએ પુછ્યું કે, જિયનાä બન્ને વિપ્ર ! હે બ્રાહ્મણ ! નદીમાં પાણી કેટલું છે ? બ્રા નાનુ નં નરાધા ! હે રાજન્ ! જાનુદન્ન (ઢીંચણ પ્રમાણે) છે. ૨૦ ફુદશી જિમવા તે ! તારી આ પ્રકારની દુર્દશા કેમ છે ? બ્રા ન સર્વત્ર મવાદશ: I સર્વ જગાએ તમારા જેવા એટલે દારિયના શત્રુ વસતા નથી.
બ્રાહ્મણનું આ પ્રકારનું વચન સાંભળી સંતુષ્ટ થયેલા રાજાએ જે દાન અપાવ્યું તે મંત્રીએ ધર્મ વહિકામાં લખ્યું કે જાનુદદ્ધ શબ્દ બોલવાથી પ્રસન્ન થયેલા ભોજ રાજાએ ત્રણ લાખ રોકડ ધન તથા દશ મદોમમ્મત હાથી આપ્યા.
એક દિવસ મધ્ય રાત્રિએ નિદ્રા ઉડી જવાથી અકસ્માત જાગી ઉઠેલા ભોજ રાજાએ આકાશમાં સુંદર નવા ઉગેલા ચંદ્રની અતિશય નિર્મળ શોભા જોઈ પોતાના અંતરમાં ભરેલી વિદ્વત્તા રૂપી સમુદ્રનું ઉભરાઈ જવું તેની એક છાલક સમાન નીચે લખેલું શિખરણી વૃતનું એક કાવ્ય બોલ્યો -
यदेतच्चन्द्रान्तर्जलद-लव-लीलां प्रकुरुते
तदाचष्टे लोकः शशक इति नो मां प्रति तथा ॥ (૧) દક્નપ્રત્યય વિદ્વાનોની જાણમાં હોય છે તેથી ઉપસ્થિત બ્રાહ્મણ કોઇ સારો વિદ્વાન હોવો જોઇએ એમ રાજાને લાગ્યું.
૭૦
પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર