________________
રહ્યા છે. વળી આ ગ્રંથને હૃદયમાં ધારણ કરવાથી કૌસ્તુભ નામે મણિનું કામ સરે છે. એટલે જેમ કૌસ્તુભ મણિમાં આખું વિશ્વ દેખાય છે તેમ આ ગ્રંથથી આખી સૃષ્ટિની સ્થિતિ દેખાય છે. (૨)
ગુરુમુખથી જેવી રીતે મેં પ્રબંધો સાંભળ્યા છે તેવી રીતે યદ્યપિ, મારી અલ્પ બુદ્ધિ હતી તો પણ પ્રયત્નથી પ્રબંધોનો સંગ્રહ કરી આ ગ્રંથ રચ્યો છે; માટે મોટી બુદ્ધિવાળા ગુણગ્રાહી પંડિતોએ મત્સરનો ત્યાગ કરી આ ગ્રંથની ઉન્નતિ કરવી. (૩)
જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર રૂપી બે (ધૂતકાર) રમત રમનારા પુરુષો, ગ્રહ નક્ષત્ર રૂપી કોડાઓ વડે ક્રીડા કરે છે, એટલે આકાશમાં સૂર્ય-ચંદ્ર ગ્રહો જ્યાં સુધી છે ત્યાં સુધી પંડિતોએ ઉપદેશ કરેલો આ ગ્રંથ ચિરંજીવી થાવ. (૪)
વિક્રમ સંવત ૧૩૬૧ ના વર્ષમાં ફાગણ સુદ પૂનમ રવિવારે શ્રી વર્ધમાનપુરમાં (વઢવાણ શહેરમાં) આ પ્રબંધચિંતામણિ નામે ગ્રંથ રચ્યો છે.
જુદાં-જુદાં પ્રબન્ધો
૨ ૨ ૧