________________
(૪) સદગુરુના પરંપરા સંપ્રદાયરૂપી રત્નાકર (સમુદ્ર)માંથી પ્રબન્ધ ચિન્તામણિ નામના ગ્રન્થને
ઉદ્ધાર કરવાને ઇચ્છતા એવા અને પ્રથમથી જ એ કાર્યમાં વૃત્તિ રોકાયેલી છે જેની એવા,
મને આ ગ્રન્થમાં શ્રીધર્મદિવ નામના પુરુષે સહાય કરી છે. (૫) ભારત જેવો મનોહર, આ પ્રબન્ધ ચિન્તામણિ નામનો નવો ગ્રન્થ કે જેની પહેલી હસ્તલિખિત
પ્રત ગણના અધિપતિ શ્રીગુણચન્દ્ર લખી છે. સવિસ્તર પુરાણ કથાઓ વારંવાર સાંભળવાથી, પંડિતોનાં અન્તઃકરણ એટલાં બધાં પ્રસન્ન
થતાં નથી માટે અર્વાચીન સપુરુષોનાં સવિસ્તર વૃત્તાન્તો આ ગ્રન્થમાં કહું છું. (૭) વિદ્વાન પુરુષોએ સુબુદ્ધિથી કહેલા દરેક પ્રબન્ધો જો કે અવશ્ય જુદા જુદા ભાવવાળા થાય
છે, તો પણ સદ્ગુરુ સંપ્રદાયથી ઉદ્ધાર કરેલા આ ગ્રન્થની કોઈ વિદ્વાનોએ ચર્ચા ન કરવી,
અર્થાત્ કાક ચાતુર્ય ન કરવું. (૮) વિક્રમાદિત્ય રાજા છેલ્લો થયેલો છે, પણ શૌર્ય, ઉદારતા, ઇત્યાદિ ગુણોને લઇ તે અદ્વિતીય છે.
રાજાઓનાં ચરિત્ર સાંભળનાર પુરુષોના કાનને, વિક્રમ રાજાનું ચરિત્ર અમૃતાભિષેક તુલ્ય લાગે છે, માટે તેનાં ચરિત્ર ઘણાં છે તથાપિ, પ્રથમ સંક્ષેપથી થોડું ચરિત્ર તેઓનું વર્ણવું છું.
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર