________________
પ્રબન્ધ ચિતામણિ ભાષાંતર
(૧) પરમ પદમાં રહેલા અને સંસારના અંતને કરનાર, નાભિરાજાના પુત્ર આદિ તીર્થકર
શ્રી ઋષભદેવ તમારું રક્ષણ કરો. જે તીર્થકર સંબંધી લક્ષ્મી અને સરસ્વતીનાં ચાર દ્વાર સાચ્ચે જ યોગ્ય છે; કેમકે – તીર્થંકર નામ અને ગોત્ર કર્મના ઉદયથી, છબસ્થ અવસ્થાની સમાપ્તિ કરી, કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી, ઈન્દ્રાદિક દેવતા સમોસરણની રચના કરે છે. તેમાં પ્રથમ મણિરત્નમય, બીજો સુવર્ણમય, ત્રીજો રીપ્યમય, એ રીતે ત્રણ ગઢ રચે છે. જે પ્રત્યેક ગઢનાં ચારે દ્વાર લક્ષ્મીનાં દ્વાર છે, એમ કહેવું ઉચિત છે. તેમજ દેવકૃત અતિશયના પ્રભાવથી તીર્થકર ભગવંતનું એક મુખ છે. તો પણ સમવસરણમાં દેશના સમયે ચારે દિશામાં બેસેલી પર્ષદાને તેમના મુખ દેખાય છે તેથી પ્રભુમાં સરસ્વતીનાં ચાર વાર પણ ઘટે છે. શ્રીતીર્થકર ભગવંતની દેશના એક રૂપે છે, તથાપિ દેવતા દેવતાની ભાષામાં, મનુષ્યો માનુષી ભાષામાં, તિર્યંચો તિર્યંચની, એમ પોત પોતાની ભાષામાં સહુ સમજે છે; માટે શ્રીતીર્થકર ભગવંતની સરસ્વતીને ચાર મુખ છે તે વાર્તા, નિઃસંદેહ છે. તેમની વાણીમાં દાન, શીલ, તપ અને ભાવના તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન ચાલ્યું આવે છે. તે જૈનશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. જે ગુરુનો હાથ પાષાણ તુલ્ય પુરુષોને ગાળે એવો છે, જેની ચન્દ્રના સરખી કાન્તિ છે, એવા કળાઓ વડે યુક્ત જગપ્રસિદ્ધ મહેન્દ્રપ્રભસૂરી નામના મારા ગુરુદેવનું હું સ્મરણ કરું છું. ચંદ્રપ્રભ એવું વિશેષણ મુક્યું છે, તેનો શ્લેષાર્થ એવો છે કે જેમ ચન્દ્રના કિરણો પડવાથી ચન્દ્રકાન્ત જાતના મણિમાંથી જળનો પ્રવાહ છૂટે છે, તેમ મારા જેવા પાષાણ તુલ્ય પુરુષોને
જેમના હસ્તસ્પર્શથી સરસ્વતીનો પ્રવાહ છૂટે છે. (૩) બુદ્ધિમાનોના સુખને માટે પ્રાચીન કવિઓના કરેલા અનેક પ્રબન્ધોને ડહોળીને (અવગાહીને),
શ્રીમેરૂતુંગાચાર્ય પ્રબન્ધચિતાન્મણિ નામનો ગ્રન્થ ગદ્યમાં વિસ્તારે છે. (૧) પશુપક્ષી વિગેરે.
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર