________________
તે જગતમાં પણ ન સમાણાં માટે બીજા બે અક્ષર લખવાના રહેવા દીધા, તે અદ્યાપિ ચંદ્રમંડળમાં મૃગલાંછન રૂપે દેખાય છે.
એ પ્રકારે તીર્થયાત્રાઓના પ્રબંધો પૂરા થયા.
વસ્તુપાળને ખંભાતમાં સૈયદ નામે વહાણવટિયા સાથે સંગ્રામ થયો ત્યારે સૈયદે ભરૂચથી શંખ નામે એક બળવાન કાળ પુરુષ જેવો મોટો જોરાવર પુરુષ વસ્તુપાળની સાથે યુદ્ધ કરવા તત્કાળ બોલાવી મંગાવ્યો. તેણે આવી સમુદ્રને કાંઠે નિવાસ કર્યો. નગરમાં પેસવાના માર્ગો શત્રુથી ભરપુર જોયા તથા વેપારી લોકનાં ચિત્ત વહાણોની ખબર મળવા વિષે આકુળ વ્યાકુળ થયેલા જોઇ સેવકો મોકલી વસ્તુપાળ સાથે સંગ્રામ કરવાના દિવસનો નિશ્ચય કરાવ્યો અને ચતુરંગ સેના એકઠી કરી. તેવામાં વસ્તુપાળે પણ ગુડ જાતિનો (ગોલો) લુણપાળ નામે એક મોટો સુભટ હતો તેને સંગ્રામમાં અગ્રેસર કરી લડાઇ ચાલુ કરી તે લુણપાળે એવો નિયમ લીધો કે હું શંખ વિના બીજાને મારું તો કપિલા ગાયને મારું એટલું મારે માથે પાપ થાઓ. એવી રીતે પણ લઇ સંગ્રામમાં પડતુ નાખી શંખ ક્યાં છે, શંખ ક્યાં છે એમ બુમો પાડતો ચાલ્યો, તેવામાં જેણે જેણે કહ્યું કે હું શંખ છું, તેમને તત્કાળ મારી નાખ્યા ને પોતે મનમાં વિચાર્યું કે સમુદ્રમાં શંખ ઘણા પાકે છે માટે અનેક શંખ હશે. એમ ધારી મારતો મારતો ચાલે છે, તેવામાં મહાસાધનિક નામે સાચા શંખે તેનું શૂરવી૨પણુ જોઇ વખાણ કરી બોલાવ્યો, પછી તે શંખે એક જ ભાલાના પ્રહારથી તેને ઘોડા સહિત મારી નાંખ્યો. ત્યાર પછી વસ્તુપાળે સંગ્રામમાં આવી સિંહ જેમ હાથીના ટોળાને નશાડે તેમ ચારેય બાજુથી શંખની ફોજને નશાડી. પછી સૈયદને માર્યો ને લડાઇ પૂરી કરી. પછી વસ્તુપાળે લુણપાળના મૃત્યુસ્થાનમાં લુણપાળેશ્વર એ નામનો પ્રાસાદ બંધાવ્યો.
એક દિવસ સોમેશ્વર નામે કવિ વસ્તુપાળે કરાવેલા સરોવ૨ના વર્ણનનું કાવ્ય બોલ્યા, તેનો અર્થ નીચે પ્રમાણે
-
હે પ્રધાન ! તારું કરાવેલું સરોવર વખાણવા યોગ્ય હંસ વડે શોભે છે. તથા વાયુ વડે ચંચળ થયેલા કમળની કાંતિ વડે રંગાયેલા તરંગોથી શોભે છે. અતિશય ગંભીર જળમાં બગલાના ભયથી સંતાઇ ગયેલા મચ્છ વડે શોભે છે તથા તટ ઉપર ઉગેલા ઘણા વૃક્ષોની તળે સુખે સુતેલી સ્ત્રીઓના ગાનથી શોભે છે ને ક્રીડા કરતા તરંગોથી ચંચળ થયેલા ચક્રવાક પક્ષીવડે શોભે છે. આ કાવ્યની ખુબી જોઇ તે કવિને સોળ હજ્જાર દ્રમ્મ (એક જાતનું નાણું=રૂપીઆનો ચોથો ભાગ) આપ્યા. એક દિવસ ઘણા વિચારમાં પડેલો વસ્તુપાળ મંત્રી, નીચું ઘાલી પૃથ્વી સામું જોતો હતો. તે વખતે સોમેશ્વર નામે કવિ તેની પાસે આવી તે સમયને ઘટતું એક કાવ્ય બોલ્યો. તેનો અર્થ : જગતમાં લોકને ઉપકાર કરનાર તું, એક જ છે. આ પ્રકારનું સત્પુરુષોનું બોલવું સાંભળી, લજ્જાથી નમ્ર થતા મસ્તક વડે તું પૃથ્વી તળને જુવે છે તેનું કારણ હું જાણું છું. હે સરસ્વતીના
-- *** ==
NA
વીરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ
૧૮૫