________________
તેની પરીક્ષા કરી સૂર્ય લોકમાંથી પૃથ્વીમાં આવી, ‘વરાહ મિહિર’ એવું પોતાનું પ્રસિદ્ધ નામ ધરાવી નંદ નામના રાજાનો પરમ માનીતો પંડિત થઇ ‘વારાહી સંહિતા' નામે નવું જ્યોતિઃશાસ્ત્ર રચ્યું.
એક વખત પોતાને ઘેર પુત્રનો જન્મ થયો. તે સમયે ઘટિકાનું સ્થાપન કરી શુદ્ધ જન્મકાળ કરવા માટે લગ્નનો નિર્ણય કરી જાતક ગ્રન્થને અનુસરી જન્મપત્રિકા કરી પોતે પ્રત્યક્ષ ગ્રહ ચક્ર જોયું છે, તે સંબંધી જ્ઞાનના બળથી પુત્રનું સો વરસનું આયુષ્ય નિર્ણિત કર્યું. પોતાના પુત્રના જન્મ મહોત્સવમાં તેમના નાના ભાઇ ભદ્રબાહુ જે જૈનાચાર્ય થયા છે તે સિવાય સઘળી નગરની પ્રજા તથા રાજા ભેટણા લઇ આવી ગયા તે પ્રસંગે નગરનું કોઇ જન આવ્યા વગર રહ્યું નહીં. વરાહ મિહિરે એકાંતમાં રાજાના શકડાલ નામના મંત્રીને બોલાવ્યો, તે જૈન મતનો હતો. તેની પ્રત્યે વરાહ કહેવા લાગ્યો. મારા પુત્રના જન્મોત્સવ પ્રસંગે રાજા પ્રજા વગેરે સઘળા લોકો ભેટણા સહિત આવી ગયા પરંતુ મારા ભાઇ છતાં જૈનાચાર્ય ન આવ્યા, એનું કારણ શું ? એમ ઠપકો દઇને પૂછ્યું. મંત્રીએ સઘળી હકીકત ભદ્રબાહુ આચાર્યના આગળ નિવેદન કરી. ભદ્રબાહુએ સંપૂર્ણ શ્રુતજ્ઞાનના બળથી વિચારી જોયું, તો જેમ હથેળીમાં આંબળું દેખાય તેમ ત્રિકાળજ્ઞાનના બળથી પોતાના ભાઇના છોકરાનું આયુષ્ય તેને ૨૦ દિવસનું લાગ્યું. આજથી વીશમે દિવસે બિલાડીથી તે પુત્રનું મૃત્યુ થશે માટે અત્યારે જવા કરતાં તે જ વખતે જવું ઉચિત છે. મંત્રીએ આચાર્યની કહેલી વાત પંડિત વરાહને કહી દીધી. પુત્રનું આયુષ્ય સો વર્ષનું પોતે નક્કી કર્યું છે તથાપિ જૈનાચાર્ય ઘણા વિદ્વાન છે માટે રખેને તેની ધારણા ખરી પડે એવા ભયથી વરાહે રાજાની મદદથી વાઘરી લોકોને બોલાવી લોઢાના સાણસાથી નગરનાં તમામ બિલાડાં પકડાવી દૂર વગડામાં મોકલાવી દીધા. પ્રસૂતિગૃહમાં બંદોબસ્તને માટે કુટુંબ વર્ગને તથા મિત્રજન અને ભ્રાતૃ વર્ગને સાવધાન રહેવા હુકમ કર્યો કે અત્રે બિલાડુ પ્રવેશ કરવા ન પામે, એ રીતે બાળકના ઉ૫૨ જાપ્તો રખાવ્યો. વીશમે દિવસે એટલી બધી તકેદારી કરી કે સેંકડો માણસો છોકરાના રક્ષણને માટે આવ-જા કરવા લાગ્યા. એમ કરતાં દિવસ અસ્ત થયો. રાત્રિએ વરાહ પંડિત પણ તે છોકરાની સેવામાં ગુંથાયો. મધ્ય રાત્રિ જવા આવી એટલામાં અકસ્માત્ કોઇએ બહારથી પ્રસુતિ ઘરમાં આવવાને બારણું ઉઘાડ્યું. કમાડની પછવાડે લાકડાની ભુંગળ છુટી લગાડેલી હતી તે બારણાને ધક્કો વાગવાથી ઉછળી, છોકરાની આસપાસ બેઠેલા સઘળાં મનુષ્યો બચી ગયાં પણ માંચીમાં સૂતેલા બાળકના કપાળ ઉપર તે પડી, માથુ ફૂટી જવાથી છોકરો તત્કાળ મરી ગયો. સહસા બનાવ બનવાથી પંડિતના મનમાં બહુ શોક પેદા થયો. તેને નિમિત્તશાસ્ત્ર ઉપરથી તદ્દન શ્રદ્ધા જતી રહી. તેના મનમાં ઘણો ક્રોધ ઉત્પન્ન થયો. એક દિવસ વિદ્યાર્થીઓને ઘરમાંના જેટલા જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો હતા તેનો આંગણામાં ઢગલો ક૨વાનું કહ્યું. ગુરુની આજ્ઞાથી શિષ્યોએ તેમ કર્યું. તેવામાં ભદ્રબાહુ આચાર્ય પોતાના શિષ્યો સહિત વારાહ મિહિરના દ્વારમાં આવીને ઉભા રહ્યા. બહાર પુસ્તકનો ઢગલો જોઇ તેમણે પંડિતને પૂછ્યું કે આ શું કરો છો ? પંડિતે પ્રશ્નકર્તા જૈન મુનિનો તિરસ્કાર કરી ઇર્ષ્યા સહિત કહ્યું, જેણે મને સંદેહ ઉપજાવ્યો તે બીજાનું શું દળદર મારશે માટે આ ગ્રંથોનો અગ્નિસંસ્કાર કરું છું. એવું ખેદયુક્ત વરાહનું વચન સાંભળી જૈનાચાર્યે જુદાં-જુદાં પ્રબન્ધો
૨૧૩