________________
પ્રીતિ કરવી એ પતિદ્રોહ છે. આ પ્રકારના ધર્મશાસ્ત્રનું સ્મરણ થઈ આવ્યું તેથી તે ઔષધ સમુદ્રમાં નાખી દીધું. શાસ્ત્રમાં કહ્યું છે કે ચમત્કારી મણિ તથા મંત્ર અને મહૌષધિ એ ત્રણનો અદ્ભુત મહિમા હોય છે. માટે તે ઔષધના પ્રતાપથી વશ થયેલો સમુદ્ર મૂર્તિમાન થઈ રાત્રિએ તે પટરાણી પાસે આવ્યો ને તેનો સુંદર સંભોગ કર્યો. તેથી તેને ઓચિંતો ગર્ભ રહ્યો. દિવસે દિવસે ગર્ભની વૃદ્ધિ થવાથી એ વાત રાજાને માલુમ પડી. તેથી તે ક્રોધ કરી એ સ્ત્રીને દેશાન્તર કાઢી મૂકાવવી અથવા મારી નંખાવવી ઇત્યાદિ દંડ દેવાનો વિચાર કરે છે એટલામાં તે સ્ત્રી આપઘાત કરી મરવાની તૈયારીમાં થઇ, તે વખતે સમુદ્રના અધિષ્ઠાયક દેવે પ્રત્યક્ષ થઇ પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું ને કહ્યું કે લેશ માત્ર ભય ન રાખીશ. હું દેવ છું માટે તારી રક્ષા કરીશ. એમ કહી રાજા પાસે જઈ એક શ્લોક બોલ્યો.
અર્થ : જે પુરુષ સુંદર શીળવાળી કુળવાન કન્યા પરણીને બરાબર નજરે નથી જોતો તે અતિશય પાપી છે. એટલે કુળવાન કન્યાનો પરિત્યાગ કરી કુલહીન કન્યામાં આસક્ત થાય તે મહા પાપી ચંડાળ જાણવો. આ રીતે કુળવાન કન્યાનું અપમાન કરનાર તને પ્રલયકાળમાં જેમ સમુદ્ર મર્યાદા મૂકી દે છે તેમ હું સ્ત્રી પરિવાર સહિત પાણીમાં બોળી દઈ નાશ કરીશ. એમ સઘળું વૃત્તાંત કહી દેખાડી સર્વને શાંત કર્યા. પછી કોઈ કોઈ જગ્યાએથી પાણી ખસેડી આંતરદ્વીપો પ્રગટ કર્યા. તે અદ્યાપિ કોંકણ દેશ એ નામથી સર્વ લોકમાં પ્રસિદ્ધ છે. એ પ્રકારે કોંકણ દેશની ઉત્પતિ એ નામનો પ્રબન્ધ પૂરો થયો.
પ્રાચીન સમયમાં પાટલીપુત્ર નામના નગરમાં એક વરાહ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને જન્મતઃ નિમિત્ત (જ્યોતિષ) શાસ્ત્ર ઉપર ઘણી જ શ્રદ્ધા હતી. તે ઘણી ગરીબ સ્થિતિમાં હતો, માટે ઢોર ચરાવી પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસ વગડામાં ઢોર ચરાવતાં એક મોટી શિલા ઉપર સિંહ લગ્નની કુંડળી માંડી તેનો અભ્યાસ કરી કુંડળીનું વિસર્જન કર્યા સિવાય સાયંકાળે પોતાને ઘેર આવ્યો. સાયંકાળે ઉચિતકાર્ય સમાપ્ત કર્યા પછી મધ્યરાત્રિ જતાં ભોજન કરવા બેઠો, તે અરસામાં પાષાણ શિલા પર માંડેલી કુંડળી વિસર્જન કર્યા સિવાય હું ઘર ભણી આવ્યો છું તે વાત યાદ આવી. ભોજન કર્યા સિવાય એકદમ આસન ઉપરથી ઉઠી નિર્ભયપણે મધ્યરાત્રિએ વગડામાં ચાલ્યો. થોડી વારમાં કુંડળી માંડેલી તે શિલા આગળ આવી પહોંચ્યો તો ત્યાં શિલા ઉપર ચાર પગ મૂકી એક ભયંકર સિંહ ઉભેલો દીઠો, તેનો ભય ન ધરાવતાં સિંહના પેટ તળે હાથ ઘાલી પાષાણ ઉપરની કુંડળીનું વિસર્જન કર્યું. તે જ વખતે તે લગ્નનો અધિષ્ઠાયકદેવ તેની ભક્તિથી સંતોષ પામીને સિંહનું રૂપ બદલી સૂર્ય રૂપે થયો. તેણે બ્રાહ્મણને કહ્યું, હું સૂર્ય છું; તારી ઇચ્છાનુસારનું વરદાન મારી પાસે માગી લે. સૂર્યનું એવું વચન સાંભળી, બ્રાહ્મણ બોલ્યો કે મને આપનું સઘળું નક્ષત્ર મંડળ તથા ગ્રહો પ્રત્યક્ષ દેખાડો. બ્રાહ્મણની એવી પ્રાર્થના સાંભળી તેને પોતાના વિમાનમાં બેસાડી એક વર્ષ પર્યત ગ્રહની વક્રગતિ, અતિચાર અને ઉદય તથા અસ્ત, ઇત્યાદિક ભાવને પ્રત્યક્ષ દેખાડ્યા.
૨૧ ૨
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર