________________
શ્રુતજ્ઞાનના બળથી પુનઃ જન્મકુંડળી લખી સૂક્ષ્મગણિતથી ગણી બતાવ્યું કે જો તે પુત્રનું આયુષ્ય ફક્ત વીસ દિવસનું જ છે. આચાર્યે દર્શાવેલી ભૂલ મગજમાં ઉતરવાથી જ્યોતિષ શાસ્ત્ર ઉપર થયેલી અરૂચિ જરા નરમ પડી. પંડિત બોલ્યો કે સૂક્ષ્મ દૃષ્ટિએ તપાસતાં તમારા ગણિતનું ફળ તો યોગ્ય લાગે છે તથાપિ તમે બિલાડાથી મૃત્યુ આંકો છો, તે વાત જુઠી પડે છે. વરાહનું એવું બોલવું સાંભળી જૈનાચાર્યે બારણાની ભૂંગળ મંગાવી, તે લાકડાની ભૂંગળના માથા ૫૨ બિલાડાનું ચિત્ર હતું, તે દેખાડી વરાહને કહ્યું કે, દૈવ કદાપિ મિથ્યા થતું નથી. જુઓ આ શું છે ? બનવાકાળ એની મેળે બને જ જાય છે, માટે તું શું કરવા શોક કરે છે ?
અર્થ : માયાના વૈભવથી સંભાવના કરેલા અને અભાવથી ઉત્પન્ન થયેલા સઘળા પદાર્થો અંતે અભાવ નિષ્ઠ જ છે. માટે પંડિત પુરુષોને તેથી મોહ ઉત્પન્ન થતો નથી. અવિદ્યાથી ઉત્પન્ન થયેલો દેહ મિથ્યા છે તો પછી તે દેહ સંબંધી જેટલા પુત્રાદિ પદાર્થો જણાય છે તે પણ મૃગજળની જેમ મિથ્યા જ છે, એમાં સંશય નથી.
ઇત્યાદિ યુક્તિ પ્રયુક્તિથી બોધ કરી જૈનાચાર્ય પોતાને સ્થાને ગયા. વરાહ પંડિતને જૈનાચાર્યે એ પ્રકારે બોધ કર્યો તેમ છતાં તેની બુદ્ધિ કનકભ્રાન્તિની જેમ પુત્રમાં આસક્ત થવાથી શોક કરતો કરતો તે મરી ગયો ને વ્યંતર થઇને જન્મ્યો, તે યોનિમાં પણ દ્વેષભાવથી જૈન શ્રમણ વર્ગને પીડા કરવા લાગ્યો, કેટલાક શ્રાવકોના પ્રાણ પણ લીધા. પછી જ્ઞાનના અતિશય બળથી જૈનાચાર્યે ‘ઉવસગ્ગહરં’ એ નામનું નવું સ્તોત્ર રચી સર્વ ઉપદ્રવ નિવારણ કર્યો. એ પ્રકારે વરાહ મિહિરનો પ્રબંધ પૂરો થયો.
પ્રથમ શાલિવાહનના પ્રબંધમાં પ્રકરણ વશથી સિદ્ધ નાગાર્જુનની ઉત્પત્તિ તથા સ્થંભન તીર્થની ઉત્પત્તિ સવિસ્તર કહી છે. ‘પણ તેમાં સ્થંભન પાર્શ્વનાથની જે વાત બાકી રહી છે તે નીચે’ શરૂ કરીએ છીએ.
નાગાર્જુન મરણ પામ્યા પછી મહાપ્રભાવક પાર્શ્વનાથની પ્રતિમા સેઢી નદીને કાંઠે ખાખરાના વનમાં, કાળે કરીને એક મુખ માત્ર દેખાય એમ પૃથ્વીમાં સમાયેલી હતી. તે સમયે પ્રખ્યાત જૈનાચાર્ય શ્રીઅભયદેવસૂરીને શ્રી શાસનદેવની આજ્ઞાથી નવ અંગની ટીકા કરવા પ્રેરણા થઇ. છ માસ સુધી આચામ્સ (આયંબિલ) એ નામનું વ્રત કરી મહાકઠિન પ્રયોગવડે નવ અંગની ટીકા રચના કરી. તે પ્રસંગે શરીરમાં ઉત્પન્ન થયેલા રોગને પાતાળવાસી ધરણેદ્રદેવે ધોળા સર્પનું રૂપ ધારણ કરી તેમની પાસે આવી જીભવડે શરીર ચાટી રોગમુક્ત કર્યા. તેમના ઉપદેશથી સર્વ સંઘને એકઠો કરી જે જગ્યાએ વનમાં પાર્શ્વનાથની પ્રતિમા છે ત્યાં ગયા. તે પ્રતિમા ઉપર એક ગાય આવી પોતાનું દૂધ વરસાવતી (૧) કનકભ્રાન્તિ=કનક એટલે ધંતુરો તથા સોનું. જેમ ધંતુરો પીવાથી સર્વ પદાર્થો પીળાં દેખાય છે તેમ સ્ત્રી પુત્રાદિ અસત્ય વસ્તુમાં સત્યપણાની ભ્રાન્તિ થાય છે.
传送
૨૧૪
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર