________________
શાલિવાહન ચ નો પલળ્યા
દાન અને વિદ્વત્તા વિષે શાલિવાહનની જે જે દંતકથાઓ આપણા સાંભળવામાં આવે છે તે તે માત્ર દંતકથાઓ છે એમ નથી પણ તે ખરેખર જ તેવી છે એમ સમજવું. તેવી જ તેના પૂર્વ જન્મની કથા છે - જે અહીં પ્રસ્તુત કરીએ છીએ...
એક સમયે પ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહન રાજા ઘોડા પર બેસીને ફરવા જતો હતો. ગામની ભાગોળે વહેતી ક્ષિપ્રા નદીને કિનારે તે આવ્યો. તે નદીના જળ તરંગથી અથડાતું એક માછલું નદીના આરા પર આવીને પડતાં શાલિવાહને જોયું. રાજા તેની નજીક ગયો. શાલિવાહનને જોઈ તે માછલું હસવા લાગ્યું. રાજાએ વિચાર્યું કે માછલું કદી હશે નહી, માટે તેની સ્વાભાવિક પ્રકૃતિમાં આ વિકૃતિ થઈ. તે મોટો ઉત્પાત કહેવાય. અચંબાથી ભયભીત થયેલો રાજા નગરમાં આવી સઘળા વિદ્વાનોને આ સંદેહનું કારણ પૂછવા લાગ્યો. તેઓને પૂછતાં આ બાબતનું કંઈ સમાધાન થયું નહી. છેવટે તેણે જ્ઞાનસાગર નામના કોઈ જૈન મુનિને માછલું કેમ હસ્યું ? એ પ્રકારે પુછ્યું. જ્ઞાનના અતિશય પ્રભાવથી તેમણે તેના પૂર્વજન્મનું ચરિત્ર જાણવાથી આ પ્રકારે કહ્યું. પૂર્વ જન્મમાં હે રાજન્ ! તું આ જ નગરમાં સૂકા લાકડાનો ભારો વેચનાર કઠિયારો હતો. હમેશાં કાષ્ઠ વેચી તેના જે પૈસા ઉત્પન્ન થાય, તેનો સન્થ લાવી ક્ષિપ્રા નદીમાં પડેલી શીલા પર તે સક્યુ મુકી નદીનું પાણી ભેળવી તેના પિંડ બનાવી તું ભોજન કરતો. એક દિવસ કોઈ જૈન મુનિ એક માસનાં ઉપવાસ કરી તે જ દિવસે પારણાને માટે નગરમાં ગોચરી કરવા જતા હતા તેને તે દીઠા. તેમને બોલાવી, શ્રદ્ધા ઉત્પન્ન થવાથી સાથવાનો પિંડ આપ્યો. તારો તે જન્મ પૂરો થતાં સુપાત્રને દાન આપ્યું તેના પ્રભાવ વડે આ જન્મમાં તું શાલિવાહન નામનો રાજા થયો છે. મુનિનો દેહ પડી જવાથી તે મોટા દેવ થયા છે. તે દેવ મચ્છના શરીરમાં પ્રવેશ કરી, પૂર્વે કાઇવહન કરનાર જીવની આ જન્મમાં રાજાની પદવી સુધી પહોચેલી સ્થિતિ જોઈ તેને પ્રેમથી હસવું આવ્યું.
શાલિવાહન રાજાએ પૂર્વ જન્મનો વૃત્તાંત જાણી, જાતિ સ્મરણથી તેનો અનુભવ કરી, તે દિવસથી દાન ધર્મને વિશેષપણે આરાધના કરવા લાગ્યો. સઘળા વિદ્વાન અને કવિઓનો સત્કાર કરવામાં તે તત્પર થયો. શાલિવાહન રાજાની ઉત્પત્તિ વિશે તીર્થકલ્પ વિગેરે ગ્રન્થોમાં નીચે પ્રમાણે અભિપ્રાય છે.
૨૬
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર