________________
જાણનાર વૈદ્ય વિક્રમનું વ્યાધિગ્રસ્ત કલેવર જોઇ કહેવા લાગ્યો. કાગડાનું માંસ ભક્ષણ કરવાથી તમારા રોગની શાન્તિ થશે એવો ઉપદેશ કરવાથી વિક્રમે અનેક કાગડાઓના વધ કરાવી પાક તૈયાર કર્યો. દિવસે દિવસે વિક્રમની વિકૃતિ છેક હાડ સુધી જતી વિચારી, કોઇ પાસે રહેલા અનુભવી વૈઘે રાજાને કહ્યું હમણાં ધર્મ એ જ ઔષધ બળવાન છે. કારણ કે પ્રકૃતિ છેક હાડ સુધી જવાથી ઔષધોનો ગુણ ન લાગતાં વધુ વિકૃતી ઉત્પન્ન થઇ છે. જીવવાની લલુતાએ લોકોત્તર એવી ધીરજ રૂપ પ્રકૃતિનો ત્યાગ કરી કાગડાનું માંસ ખાવાની ઇચ્છા કરે છે તથાપિ સર્વ પ્રકારે તું જીવવાનો નથી. એ પ્રકારે વૈદે કહેલા વિક્રમે, તે વૈદ પ્રસન્ન થાય તેટલું અનર્ગળ ધનનું દાન આપી તેને પોતાનો પરમાર્થ બાંધવ એમ કહી, તેની સ્તુતિ કરી વિદાય કર્યો. હાથી, ઘોડા, ભંડાર ઇત્યાદિ સઘળું દ્રવ્ય યાચકોને આપી રાજલોક અને નગરના લોકોને પૂછી કોઇ મનુષ્ય રહિત એકાન્ત મેહેલમાં ગયો. મરણકાળને ઘટે તે સમયમાં દાન અને દેવાર્ચન કરી, દર્ભની પાથરેલી સાદડી પર સૂતો સૂતો વિચાર કરવા લાગ્યો. અસદ્ગતિને નિવારણ કરે તેવી મરણ કાળને યોગ્ય ક્રિયા મેં કરી, હવે મારા પ્રાણને બ્રહ્મદ્વાર વડે હું કાઢીશ. જેથી સદ્ગતિ થાય. એવો વિચાર કરે છે તેવામાં અકસ્માત્ અપ્સરાઓનો સમુહ પ્રગટ થયેલો તેમને દીઠો. તેણે હાથ જોડી પ્રણામપૂર્વક તમે કોણ છો એ રીતે પુછવા લાગ્યો. અપ્સરાઓ બોલી : વાણી વિસ્તારને યોગ્ય આ અવસર નથી. અમે તને પુછવાને આવી છીએ. એ પ્રકારે કહી પાછી વળતી અપ્સરાઓની પ્રત્યે વિક્રમે ફરીને કહ્યું. નવીન બ્રહ્માએ ઉત્પન્ન કરેલી અદ્વિતીય સ્વરૂપવાળીઓ પણ નાસિકાએ રહિત એવી તમને હું જાણવાને ઇચ્છું છું. વિક્રમનું આતુર સમયનું વચન સાંભળી માંહોમાંહ્ય તાળીઓ લઇ હસીને બોલી કે, પોતાનો અપરાધ રાજા અમારે વિષે કલ્પના કરે છે. એમ કહી મૌન કરેલી અપ્સરાઓ પ્રત્યે વળી વિક્રમ કહેવા લાગ્યો. સ્વર્ગને આશ્રય કરેલીઓ તમારે વિષે મારો અપરાધ શી રીતે કલ્પાય. એ રીતે રાજાના વચનને અન્તે તે મુખ્ય અપ્સરાઓની મધ્યે કોઇ સુમુખ્યા નામની અપ્સરા બોલી. હે રાજન્ ! પૂર્વના પુણ્યોદયથી નવિનિધ તારા મહેલમાં ઉતરેલા છે. અમે તેની અધિષ્ઠાત્રી દેવતાઓ છીએ. જન્મથી આરંભીને આ નાસિકા અદર્શન કાળ પર્યન્ત દેવરૂપ એવા તે મોટા દાન કર્યા તે ફક્ત તારા એક જ નિધિમાંથી, હજુ આઠે એમના એમ અકબંધ છે. એ પ્રકારનું તેણીઓનું વચન સાંભળી વિક્રમે પોતાનો હાથ કપાળ પર મૂક્યો. જો મેં નવનિધિ જાણ્યા હોત તો નવ પુરુષોને બોલાવી પ્રત્યેકને એક એક આપી દેત. દૈવે મને અજ્ઞાનથી ઠગ્યો. એ પ્રકારે કહેતાં વિક્રમ પ્રત્યે અપ્સરાઓ બોલી. કળીયુગમાં તું એક જ ઉદાર છે. ઇત્યાદિ પ્રશંસા કરેલો વિક્રમ પરલોકને પામ્યો. તે દિવસથી આજસુધી જગતમાં પ્રસિદ્ધ વિક્રમનો સંવત્સર પ્રવર્તે છે. વિક્રમ રાજાના દાન વિષે જુદા જુદા પ્રબન્ધો છે. इति विक्रमप्रबन्धः समाप्तः ॥
(૧) સમાધિ ચઢાવવી. (૨) મરણકાળ.
***
***
વિક્રમાદિત્યનો પ્રબન્ધ
ro+
で
पी
さん
૨૫