________________
કામદેવ રૂપી ચોરે મોટા અને નાના પ્રવાહો જેમાંથી નીકળે છે એવા, બે નિતંબ રૂપી પર્વતના સંધિમાં રહેલી ગુફાનો આશ્રય કરી, બે સ્તન રૂપી જે પર્વતના ઊંચા શિખર છે અને રોમરાજી રૂપી મોટું ગહન વન છે, તેવી વિકટ જગ્યામાં દેવ મનુષ્ય અને ગાન્ધર્વોના સમુહને વસ્ત્રાહરણ કરી નગ્ન કરી નાખ્યા છે, તે ચોરને સિદ્ધસેનદિવાકરે જીતી વશ કર્યો છે, કારણ કે આટલી સત્તા શિવાય વિક્રમ સરખા પરાક્રમી રાજાએ અર્પણ કરવા માંડેલી રાજ્ય સમૃદ્ધિનો તિરસ્કાર કરી ગુરુની આજ્ઞા પ્રમાણે દ્વાદશ વર્ષના પારાંચિત પ્રાયશ્ચિત્તની સમાપ્તિ કરી પુનઃગુરુને મળ્યા, એવું કાર્ય બીજાથી બનવું અશક્ય છે.
જગતને ઋણ મુક્ત કર્યા પછી કોઈ સમયે પોતાના ઉદારતાના ગુણથી અહંકાર ધારણ કરી વિક્રમ રાજા પ્રાત:કાળમાં હું કીર્તિસ્તંભ કરીશ, એ પ્રકારે ચિંતવન કરતો કરતો, તે જ દિવસની મધ્ય રાત્રિએ, નગરમાં ચર્ચા જોવાને નીકળ્યો. ફરતો ફરતો ચાર રસ્તાના મેદાનમાં આવ્યો ત્યાં મદોન્મત્ત બે આખલાઓ લડતા હતા ને આગળ જવાને રસ્તો ન હતો તેથી તે કોઈ એક દરિદ્રતાથી પીડાયેલા અગ્નિહોત્રી બ્રાહ્મણની બળદ બાંધવાની જુની ઝુંપડી હતી ને ત્યાં એક મજબુત લાકડાનો થાંભલો હતો તે પર ચઢી તેને હાથ પગ ભેરવી, અદ્ધર લટક્યો - તેવામાં યુદ્ધ કરતાં કરતાં તે બન્ને આખલા થાંભલા પાસે આવી, પોતાના શિંગડાના અણીયાં થાંભલામાં વારે વારે અફાળવા લાગ્યા. એટલામાં અગ્નિહોત્રી બ્રાહ્મણ તે આખલાના પ્રહાર શબ્દોથી ઓચિંતો નિંદ્રાભંગ થઈ, જાગી ઉક્યો. ઉતાવળે ઘરમાંથી બહાર આવી તેણે આકાશ સામી દૃષ્ટિ કરી, તો ગુરુ અને શુક્ર એ બન્ને ગ્રહોએ આક્રમણ કરેલું ચંદ્રમંડળ તેણે દીઠું. ભયભીત થયેલા બ્રાહ્મણે ઘરમાં આવી નિદ્રામાંથી પોતાની સ્ત્રીને જગાડી, બહાર લાવી તેને આકાશ તરફ નજર કરાવી. આ ગ્રહમંડળમાં થતું ગૃહયુદ્ધ તેને બતાવી, કહેવા લાગ્યો. આપણા ચક્રવર્તી રાજાને પ્રાણ સંકટ પડ્યા સિવાય આવું પ્રયુદ્ધ થાય નહીં. માટે તે રાજાના સંકટની શાન્તિને અર્થે તું ઉતાવળી ઘરમાંથી હુતદ્રવ્ય લાવ, હું હોમ કરું. જેનાથી આપણો રાજા ઉપદ્રવ રહિત થાય. સ્તંભે લટકેલો વિક્રમ રાજા આ હકીકત સાંભળે તેમ, તે સ્ત્રી હોકારો કરી બોલી. વિક્રમ રાજાએ પૃથ્વી ઋણરહિત કર્યા છતાં, પોતાના નગરમાં રહેલી મારી સાત કુંવારી કન્યાઓનું લગ્ન કરવાને દ્રવ્ય આપતો નથી, તેને શાન્તિકર્મ વડે પ્રાણ સંકટથી છોડાવવો તે કેમ યોગ્ય કહેવાય? સ્ત્રીનું આવું વચન સાંભળી થાંભલે વિટાયેલા વિક્રમે પોતાનો કીર્તિસ્તંભ રોપવા સંબંધી ગર્વ છોડી દઈ, બ્રાહ્મણે કરેલા યજ્ઞકર્મથી સંકટમાંથી છૂટી ઘણા કાળ સુધી રાજય કરવા લાગ્યો. ગર્વથી મુક્ત થવા માટે વિક્રમ મનોમન નીચેનો શ્લોક બોલ્યો.
કષ્ટ અને સાહસકર્મ કરીને આત્મા મલીન કર્યો, તથાપિ છે વિક્રમ તું અજરામર પદને ન પામ્યો – અફસોસ ! અફસોસ ! તું જન્મ થાય છે. એક વખતે પોતાના મરણ સમયે કોઈ આયુર્વિદ્યાનો
(૧) કેટલાક પ્રબધોમાં ગુરુએ આવી રાજય સમૃદ્ધિમાં લુબ્ધ થયેલા સિદ્ધસેનને યુક્તિથી ઉપદેશ કરી પાછા ઠેકાણે
લાવ્યા એવી વ્યાખ્યા છે. પરંતુ તે આ સિદ્ધસેનદિવાકર નહી તે તો જેનો જન્મ ઉજજેણીમાં થયો છે, એવા
સિદ્ધસેનસૂરિ, તેનું વૃત્તાંત જુદા પ્રકારનું જ છે પણ ગ્રંથકારોની રીત મિશ્ર કરીને લખવાની છે. (૨) સ્ત્રીની કેડથી નીચે રહેલો પાછલો ભાગ.
૨૪
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર