________________
દક્ષિણ મહારાષ્ટ્રમાં સુપ્રતિષ્ઠાન' નામે નગર હતું. એક વાર કોઇ પરદેશી ત્રણ યાત્રાળુ મનુષ્યો પ્રવાસ કરતાં કરતાં આ નગરમાં આવી, કોઇ કુંભારને ઘેર ઉતારો લઇને ઉતર્યાં. તેમાં બે પુરુષ અને એક સુરૂપ પણ તાજી વિધવા થયેલી સ્ત્રી હતી. તે સ્ત્રી આ બન્ને પુરુષોની સગી બેન હતી. છેક સાંજના વખતે તે સુરૂપા વિધવા જળને માટે ગોદાવરી નદીમાં આવેલા નાગ દ્રહ તરફ ગઇ.
અડધો સૂર્ય પશ્ચિમની છેવટ મર્યાદાને છોડી ડૂબી ગયેલો નજરે પડતો હતો. સાયંકાળનો સમય નજીક આવવાથી પશુપાળો ત્વરાથી પોતાના પશુ વન પ્રદેશમાંથી નગર ભણી હાંકી જતા હતા. તેમની ખરીઓ વડે ચંપાયેલી રજ ઊંચી ચઢવાથી સૂર્યનો પ્રકાશ ઝાંખો થયેલો જણાતો હતો. ગોદાવરીના પહાડી કીનારાઓ પર ઊંચા વૃક્ષની ગીચ લતાઓમાંથી મનુષ્યનો પડઘો ઓછો થવાથી વન પશુઓ બીતાં બીતાં પોતાનાં માથા બહાર કાઢી અંદર ખેંચી લેતાં જણાતાં હતાં. આકાશ પંથમાં કતારબંધ પક્ષીઓના સમૂહ કલ્લોલ શબ્દ કરતાં કરતાં. (જેમ વ્યાપારી લોકો પરદેશમાં ઘણા દિવસ રહી વ્યાપારથી ધન કમાઇ પોતાને ઘેર આનંદભેર ચાલ્યા જતા હોય તેમ) આખો દિવસ ચારો ચરી પોતાના માળા ભણી ચાલ્યાં જતાં હતાં. સંધ્યા સમય થવાથી ગોદાવરી પરની મનુષ્યની ભીડ તદ્દન વિખેરાઇ જવાથી નદીનો ડહોળાયેલો પ્રવાહ વિધવાનું રૂપ જોઇ જાણે કેમ વિરામ લેતો હોય તેમ નિર્મળ સ્થિતિમાં ધીમે ધીમે ગતિ કરતો હતો. આવા સમયમાં કુંભારના ઘેરથી કોરી ગાગર લઇ તેને પોતાના સુકોમળ હાથમાં પકડી, સોળ વર્ષની યુવાવસ્થામાં દૈવકોપથી અઘટિત સમયે વૈધવ્ય વ્યાધિએ ગ્રસ્ત થયેલી નાજુક અબળા જળ માટે ગોદાવરીના પૂર્વ કિનારે નાગ દ્રહની સમીપ આવી પહોંચી. વસંતઋતુ હોવાથી આખા દિવસના તાપથી તપેલાં વન બાગનાં વૃક્ષો પર રહેલાં વિલાયેલાં પુષ્પોના સામી પોતાનાં નિર્વિકાર સુકોમળ નેત્રોથી તે નિહાળવા લાગી. જેની પ્રેમ દૃષ્ટિથી એકદમ પુષ્પની કળીઓ જાગૃત થઇ ફટોફટ ફાટી પ્રફુલ્લિત થવા લાગી. વિધવા થવાથી તેણે કોઇ જ અલંકાર ધારણ કર્યા ન હતા. તથાપિ ગોદાવરી પ્રદેશના ઘરેણા રૂપ અત્યારે એ જ હતી. નિર્મળ જળની અપેક્ષાથી ગાગરને વિંછળી નાગ-દ્રહના ઉંડા પાણીમાં પ્રવેશ સમયે પલળવાના ભયથી તેણે પગનું વસ્ત્ર ઊંચું લીધું. તે સમયે જેમ સૂર્યોદય થવાથી આરસના પહાડ ઉપરથી ગળેલો બરફ ખસી પડવાથી દીપી ઉઠે તેમ તેની સ્વચ્છ બન્ને જંઘાઓ ચળકી ઉઠી. ઢીંચણ બરોબર જળમાં પ્રવેશ કરી વાંકી વળી હાથ વડે જળ ભરવાને ગાગર અંદર નમાવી, તે સમયે વસંતના વાયુથી તેના માથાનું વસ્ત્ર ખસી ગયું. માથાના કેશની સુંદર લટો બન્ને ખભાના ભાગ ઉપ૨ થઇ વાંકી વળી ખીલેલાં સ્તન શિખરો પર જેમ પહાડના શિખર ફોડી નાગણીઓ બહાર નીકળે તેમ ઝુકી રહેલી જોઇ, અપૂર્વ નાગકન્યા મને વરવા આવે છે, તે ભરોસાથી અચંબિત થયેલો નાગરાજ અકસ્માત્ દ્રહમાંથી બહાર આવ્યો. જેમ વીજળી થવાથી નેત્ર મીંચાઇ જાય તેમ વિધવાનું મુખકમળ જોવાથી વારે વારે તે નાગરાજનાં નેત્ર તેજથી પુરાઇ જતાં હતાં. બળ કરી તે પોતાના નેત્રને ફાડી જોવા લાગ્યો. જળમાં ઉભેલો છે, સાયંકાળનો સુંદર ઠંડો પવન પુષ્પોને અથડાઇ તેના (૧) આ દક્ષિણ મહારાષ્ટ્રમાં આવેલું શહેર છે. ઉજ્જિયનીને પણ એ નામ અપાયેલું છે.
ht
શાલિવહન રાજાનો પ્રબન્ધ
૨૭