________________
કરવાને ધનપાળના સામુ જોયું, ત્યારે ધનપાળ બોલ્યો. હે રાજન્ ! તમારું પુરુષાતન પાતાળમાં પેસી જાઓ. આ મોટી અનીતિ છે. કેમકે બળવાન પુરુષ થઇ જે દોષરહિત દુર્બળ પ્રાણીને મારે છે તેનું રક્ષણ કરનાર કોઈ પણ નથી માટે આ જગત રાજા વિનાનું થયું એ મહા ખેદ ભરેલી વાત છે. આ તિરસ્કારથી રાજા ક્રોધ પામી બોલ્યો કે આમ કેમ બોલો છો. ત્યારે ધનપાળે શ્લોક કહ્યો કે ગમે તેવો વૈરી હોય તો પણ પોતાને પ્રાણનો સંકટ આવી પડવાથી મુખમાં તૃણ ગ્રહણ કરે તો તેને માર્યા વિના મૂકી દેવો પડે છે જયારે આ પ્રાણી તો નિર્દોષ તથા હમેશાં તૃણનું જ ભક્ષણ કરે છે તો તેને કેમ મરાય? આ પ્રકારનાં ધનપાળનાં વચન સાંભળી રાજાના અંતરમાં દયા પ્રબળ થઈ તેથી ચઢાવેલું ધનુષ ઉતારીને આજ પછી મૃગવધ નહીં કરું એવો સંકલ્પ કરી ધનપાળની સાથે જ ઘર ભણી પાછા વળતા માર્ગમાં યજ્ઞમંડપમાં બ્રાહ્મણો એકઠા થઈ યજ્ઞ કરતા હતા ત્યાં થાંભલે બાંધેલા બોકડાની ગરીબ વાણી સાંભળી રાજાએ ધનપાળને પૂછ્યું કે આ બોકડો શું કહેતો હશે? ધનપાળે કાવ્ય બોલી જવાબ દીધો કે યજ્ઞમાં બ્રાહ્મણો બોકડાને મારી હોમ કરે છે. તેનો અભિપ્રાય એવો છે કે તે પશુ સ્વર્ગમાં જાય. તેના ઉત્તરમાં આ બોકડો બોલે છે કે હે વિદ્વાનો મારે તો સ્વર્ગફળ ભોગવવાની જરા પણ તૃષ્ણા નથી. પણ તમારે સ્વર્ગ ફળ ભોગવવાની તૃષ્ણા ઘણી જ છે તો તમે એક બીજાના મુખમાં સારી પેઠે પવિત્ર ધાન્યજવ ભરી કુણીના પ્રહારથી પ્રાણ કાઢી તેના માંસની આહુતિ આપો કે જેથી તમારી આશા ફળીભૂત થાય. મને માર્યાથી તમને શો લાભ થવાનો છે. વળી તે વિદ્વાનો ! મારા પ્રાણ પરાણે કાઢી મને સ્વર્ગે મોકલો એવી સ્તુતિ પણ મેં કરી નથી. હું તો મારી મેળે તૃણ ભક્ષણ કરી સંતોષ પામી વગડામાં રઝળતો ફરીશ માટે હે સજ્જનો મારા ઉપર આ જુલમ ગુજારવો એ તમને યોગ્ય નથી અને યજ્ઞમાં મારેલા પ્રાણી નિચે સ્વર્ગમાં જ જાય છે એવી જો તમને પૂરી ખાતરી છે તો તમે તમારા મા-બાપ તથા દીકરા-દીકરીઓ તથા ભાઈ-ભાંડુ વિગેરેને બળાત્કારે પણ મારી તેમનો યજ્ઞમાં હોમ કરી સ્વર્ગમાં કેમ મોકલતા નથી. હે રાજનું ! આ પ્રમાણે બોકડો પોતાની ભાષામાં પોકાર કરે છે. આવાં ધનપાળનાં વચન સાંભળી રાજા ધ્રુજી ગયાં. ફરીથી બોલવાની રજા આપી તેથી તે બોલ્યો કે, આ પ્રકારે યજ્ઞમાં પશુ હત્યા કરી તેના લોહીથી કાદવ કરી અતિનિર્દય બનીને જો સ્વર્ગમાં જવાય તો પછી નરકમાં કોણ જાય? માટે શાસ્ત્રનો અર્થ આ બ્રાહ્મણો જેવો ઉંધો સમજે છે તેવો નથી. પણ તેનો અર્થ આ પ્રકારે છે કે, સત્ય રૂપી યજ્ઞ સ્તંભ આરોપણ કરી તેમાં કર્મ રૂપી કાષ્ટની અહિંસા રૂપી આહુતિ આપી યજ્ઞ કરવો. સતુ પુરુષનો આવો અભિપ્રાય છે. ઇત્યાદિ ઘણા શાસ્ત્રોક્ત વચન રાજા પ્રત્યે બોલી હિંસા કરનાર બ્રાહ્મણ રાક્ષસ જેવા જ છે એવું રાજાના અંતઃકરણમાં ઠસાવી રાજાને પણ જૈન ધર્મનો અભિલાષી કર્યો.
વળી કોઈક દિવસ રાજા પોતાના “સરસ્વતી કંઠાભરણ' નામે મહેલમાં જતો હતો ત્યારે જૈનધર્મની પ્રશંસા કરનાર ધનપાળને કહ્યું કે જૈન દર્શનમાં કોઇ કાળે સર્વજ્ઞ થયા હશે પણ તેના
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ