________________
પુણ્યથી ઉત્તમ લોકને પામેલા હેમચન્દ્રાચાર્ય પ્રભુનો હું શોક કરતો નથી. પણ હું મારા તરફનો જ શોક કરું છું કેમકે સર્વ અંગે સંપૂર્ણ એવા મારા રાજ્યનો, મે ત્યાગ ન કર્યો એટલે ‘રાજપિંડ’ દોષના કારણે મારા ઘરના પાણીના બિંદુનો પણ જગદ્ગુરુ એવા શ્રી હેમચન્દ્રાચાર્યના શરીરને સ્પર્શ પણ ન થયો. માટે આ વાતનો શોક કરું છું ઇત્યાદિ હેમચન્દ્રાચાર્યના ગુણોનું વારંવાર સ્મરણ કરી અતિશય વિલાપ કરતા રાજાને હેમચન્દ્રાચાર્યે કહેલો મરણનો દિવસ આવ્યો, ત્યારે તેમણે દેખાડેલા વિધિ વડે સમાધિથી મરણ પામી સ્વર્ગ લોકને શોભાવ્યો. સંવત્ ૧૧૯૯ થી ૩૧ વર્ષ કુમારપાળે રાજ્ય કર્યું. પછી સંવત ૧૨૩૦ના વર્ષમાં અજયપાળને અભિષેક કરી ગાદીએ બેસાડ્યો. એ રાજાએ કુમારપાળના કરેલા પ્રાસાદોનો નાશ કરવા માંડ્યો ત્યારે સીલણ નામે એક કૌતુકી પુરુષે (પોતાની માયા વડે અનેક પ્રકારનાં આશ્ચર્ય દેખાડનાર) રાજાના આગળ માયા વડે પાંચ દેવકુળ (જિનમંદિર) કરીને પાંચ પુત્રોને અર્પણ કરી કહ્યું કે મારા ગયા પછી અતિશય ભક્તિ વડે આ મંદિરોનું આરાધન કરજો. એવી શિક્ષા આપી પોતાની અંત અવસ્થા જેવું બતાવી બેસે છે એટલામાં તે પુત્રોમાંથી નાના પુત્રે તે દેવ મંદિરનો ચુરેચુરો કર્યો. તે જોઇ પિતા બોલ્યો રે અધર્મી પુત્ર ! શ્રી અજયપાળ રાજાએ પણ પિતા પરલોક થયા પછી તેના કરાવેલાં ધર્મસ્થાનનો નાશ કર્યો. તું તો હજુ હું વિદ્યમાન છું ત્યાંજ મારા ધર્મસ્થાનનો નાશ કર્યો માટે ઘણો અધમ છે. તે વાત સાંભળી લજ્જા પામી રાજા તે અધર્મ કરવાથી વિરામ પામ્યો. ત્યાર પછી અજયદેવે કપર્દી નામે મંત્રીને મોટું પ્રધાનપણુ લેવાની પ્રાર્થના કરી. ત્યારે તે બોલ્યો કે પ્રાતઃકાળે શુકન જોઇ તે શુકનમાં આવીશ અને આપની આજ્ઞા અંગીકાર કરીશ. એમ કહી શુકન જોવાના સ્થાનમાં ગયો ત્યાં સાત પ્રકારનો દુર્ગાદેવી પાસેથી માગેલો શુકન પામી તે શુકનને પુષ્પ અક્ષત વિગેરે વસ્તુથી પૂજીને પોતાના આત્માને કૃતાર્થ માનતો નગરના દરવાજામાં પેઠો, ત્યાં ઇશાન દિશાએ મોટા શબ્દથી ગર્જના કરતો એક આખલો સામે જોઇને અતિશય આનંદ પામતો પોતાના નિવાસમાં આવીને ભોજન કર્યા પછી કોઇક વૃદ્ધ પોરવાળ મારવાડીને શુકનનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે તેણે કપર્દી આગળ એક શ્લોક કહ્યો.
અર્થ : નદી ઉતરતી વખતે તથા માર્ગમાં ભૂલા પડવાની વખતે તથા ભય નજીક આવતી વખતે તથા સ્ત્રી સંબંધી કામમાં તથા સંગ્રામમાં તથા વ્યાધિમાં એટલામાં એ શુકન ઉલટા થાય તો સારાં ફળ આપે છે. તમારે કષ્ટ આવવાનું છે તેથી બુદ્ધિમાં ભ્રમ થયો છે. માટે અવળા શુકનને પણ અનુકુળ માનો છો અને જે આખલાના શુકનને તમે સારો કરી કલ્પો છો, તે પણ તમને નજીક આવી પડતી આપત્તિને સૂચિત કરવા એ આખલાએ મોટી ગર્જના કરી. આવી રીતે તે વૃદ્ધ મારવાડીને દેખી તેનું કહેવું ન માનતાં તેની અવગણના કરી રાજમંદિરે મોટી પદવી લેવા ગયો. ત્યાં રાજાએ પ્રસન્ન થઇ આપેલી મોટી પ્રધાન પદવી પામી અતિશય મોટા ઉચ્છવથી પોતાની હવેલીમાં આવી વિસામો કરે છે, એટલામાં રાત્રિએ પોતાની બરોબરીયા માણસોએ રાજાનું ચિત્ત એવું ફેરવ્યું કે તે જ વખતે એને બાંધી લાવી અતિશય કષ્ટ દેવાનો આરંભ કર્યો. તે ઉપર કોઇ કવિની કહેલી ગાથાનો અર્થ નીચે પ્રમાણે : જે મોટા ગજેન્દ્રના કુંભસ્થળને પોતાના હાથના પંજાથી ચીરી મોતી
કુમારપાળરાજાનો પ્રબન્ધ
** z+7 % {
૧૭૭