________________
કાઢે છે, એવા સમર્થ સિંહને પણ દેવ વિપરીત થવાથી શિયાળીઆએ કરેલો પરાભવ સહન કરવો પડે છે. એમ વિચારી તે મંત્રીએ ઘણી ધીરજ રાખી. પછી એક મોટી કઢાઇમાં તેલ નાંખી ઉકાળી તેમાં પોતાને નંખાવવાનો હુકમ થયો તે વખત પોતે એક શ્લોક બોલ્યો. તેનો અર્થ :
દીવાની શીખા જેવા પીળા કરોડો સોનૈયા યાચક લોકોને દાનમાં આપ્યા છે અને વાદવિવાદ કરવામાં પ્રતિવાદીની, મોટા શાસ્ત્રાર્થવડે ગંભીર વાણીઓને પણ પાછા હટાવી છે. જેમ સોગટા બાજીની રમત રમતાં કેટલાક સોગઠા બેસાડે છે અને કેટલાંક ઉઠાડી દે છે તેમ કેટલાક રાજાઓને રાજ્યભ્રષ્ટ કર્યા ને કેટલાકને રાજગાદી પર બેસાડ્યા. એવી રીતે રાજારૂપી સોગટાને રમાડી ચૂક્યો. આ પ્રમાણે કરવાનું હતું તે કરી લીધું. વળી તેમાં કાંઈ કરવાનો દૈવનો વિધિ બાકી હોય તો તે સહન કરવા પણ અમે તૈયાર છીએ. આવી રીતે મરતી વખતે છેલ્લું કાવ્ય બોલનાર કપર્દી મંત્રીને તે જ પ્રકારે (તેલની કઢાઈમાં નાંખીને) મારી નાંખ્યો. આ પ્રકારે કપર્દી મંત્રીનો પ્રબંધ પૂરો થયો.
વળી તે દુષ્ટ રાજાએ, સેંકડો પ્રબન્ધ કરનાર રામચંદ્ર કવિને મારી નાંખવા માટે તપાવેલી તાંબાની પાટ ઉપર બેસાડ્યા. તે વખત એક ગાથા બોલ્યા અને દાંત વડે જીભ કચડી મરણ પામ્યા. તે ગાથાનો અર્થ :
જેણે સચરાચર પૃથ્વી ઉપર પોતાના પ્રતાપરૂપી લક્ષ્મીનો ઘણો વિસ્તાર કર્યો છે. તે સૂર્ય પણ સાયંકાળે આથમે છે. માટે ઘણે કાળે પણ જે થવાનું હોય તે જ થાય. આ પ્રમાણે રામચંદ્ર કવિનો પ્રબન્ધ પૂરો થયો.
હવે રાજ પિતામહ આ પ્રકારના બિરુદને ધારણ કરનાર આદ્મભટ્ટ નામે પ્રધાનને, તેના તેજને ન સહન કરતા કેટલાક સામંત લોકોએ અવસર જોઈ નમસ્કાર કરાવતી વખતે તે આદ્મભટ્ટ આ પ્રમાણે બોલ્યો કે આ જનમમાં મારું માથું દેવબુદ્ધિથી શ્રી વીતરાગદેવને નમે છે ને ગુરુબુદ્ધિથી શ્રી હેમચન્દ્રાચાર્યને નમસ્કાર કરે છે ને સ્વામી બુદ્ધિથી શ્રી કુમારપાળ રાજાને નમસ્કાર કરે છે. પણ તે સિવાય બીજાને નમસ્કાર કરતું નથી. આ પ્રકારે જેના શરીરના સાતે ધાતુમાં જૈનધર્મ પ્રવર્તે છે એવા આદ્મભટ્ટનું વચન સાંભળી રાજા ઘણો રોષ પામી બોલ્યો, કે અમને નમસ્કાર કર? નહીં તો યુદ્ધ કરવા તૈયાર થા. આ પ્રકારની રાજાની વાણી સાંભળી જૈન મૂર્તિની પૂજા કરી અનશન વ્રત અંગીકાર કરી સંગ્રામ કરવાની દીક્ષા લઈ (સંગ્રામ કરવાનાં સઘળાં હથિયાર ધારણ કરી) પોતાની હવેલીમાંથી નીકળ્યો. પોતાના સુભટરૂપી વાયુ વડે ડાંગરના છોડાની જેમ રાજાની સ્ત્રીઓને ખેદાનમેદાન કરતો ઘટિકાગૃહ નામે મકાનમાં આવ્યો. પછી તે દુષ્ટ લોકોના સંગથી ઉત્પન્ન થયેલા પાપને તલવારની ધારારૂપી તીર્થમાં ધોઇ, એટલે ઘણા પાપી લોકનો ઘાણ કાઢી પોતે સ્વર્ગવાસી થયો. તે કૌતુક જોવા આવેલી દેવાંગનાઓ બોલી કે – હું પહેલી વરુ. હું પહેલી વરુ. એમ કહી બધી તેને પરણી. તેની ઉદારતા સંભારી કોઈ કવિએ વૈરાગ્યથી કહેલું કાવ્ય આ પ્રમાણે :
૧૭૮
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર