________________
મઠ ભણી ચાલ્યા જતા હતા. તેવામાં એક બાજુએથી હેમાચાર્યના શિષ્યો પણ શ્રાવકોને ઘેરથી ગોચરી કરી પાછા ઉપાશ્રયે જતા હતા, તેવામાં કુમારપાળ દહેરાસર દર્શન કરી પોતાના મેનામાં બેસી બાહાર નીકળી મહેલ ભણી આવતા હતા. તેવામાં તેણે સ્ત્રીઓની ધામધૂમ જોઇ શ્રાવક ભણી નજર કરીને પૂછ્યું કે આજે શી તિથિ છે. શહે૨માં આટલો બધો ઉત્સવ શાનો ? ત્યારે તુર્ત જૈન સાધુ ઉતાવળથી બોલી ઉઠ્યા, કે પૂર્ણિમા છે. તે સાંભળી સંન્યાસીઓને હસવું આવ્યું. કુમા૨પાળે તેમને હસવાનું કારણ પૂછ્યું, તો તે કહેવા લાગ્યા કે આજે સોમવતી મોટી અમાવાસ્યા છે, પણ તે છતાં તેઓ આજે પૂર્ણિમા કહે છે, એટલા માટે અમે આશ્ચર્યથી હસ્યા. કુમારપાળ મનમાં વિચાર કરતો પોતાના મહેલમાં ગયો. સંન્યાસીઓએ પોતાના મઠમાં આવી શંકરાચાર્યને થયેલો વૃતાંત નિવેદન કર્યો. જૈન સાધુઓએ જાણ્યું અરે આજે અમાવાસ્યા છે ! તે છતાં આપણે ભુલથી કુમારપાળને પૂર્ણિમા કહી. હવે કેમ થશે ? એમ વિચાર કરતા ઉપાશ્રયમાં હેમચંદ્રાચાર્ય ગુરુની પાસે આવ્યા. ત્યારે તેમનાં ઉતરી ગયેલાં મોઢાં જોઇ હેમચંદ્રાચાર્યે તેમને પૂછ્યું કે તમને આજે શું દુઃખ છે ? ગુરુના પૂછવાથી તેમણે બનેલી ખરી હકીકત નિવેદન કરી. હેમચન્દ્રાચાર્યે કહ્યું કે તેમાં શી ફીકર છે. આજે પૂર્ણિમા જ છે. જો રાજા પૂછશે તો તેનો જવાબ હું કરીશ. થોડી વારમાં કુમારપાળે પોત પોતાના શિષ્યો સાથે શંકરાચાર્ય અને હેમચન્દ્રાચાર્યને સભામાં બોલાવ્યા. યથાસ્થિતિ તેમનું સન્માન કરી કુમારપાળે પૂછ્યું. મહારાજ આજે શી તિથિ છે ? શંકર કહે અમાવાસ્યા અને હેમચન્દ્રાચાર્ય કહે કે પૂર્ણિમા. કુમારપાળ કહે કે આ બેમાંથી ખરું કોનું માનવું? હેમચંદ્રાચાર્યે કહે કે એમાં ચિંતા શી છે. સાયંકાળે પરીક્ષા કરો. જો પૂર્ણિમા હશે તો ચંદ્રોદય જણાશે ને અમાવાસ્યા હશે તો નહીં જણાય. પછી કુમારપાળ અને સઘળી સભાએ તે વાત અંગીકાર કરી. સાયંકાળ થયો, તેવામાં હેમચંદ્રાચાર્યે પોતાની વિદ્યાના બળ વડે ચાંદીનો મોટો થાળ પૂર્વ દિશામાં ચઢાવી બાર ગાઉ સુધી ચંદ્રોદય જણાવ્યો. કુમારપાળે શંકરાચાર્યને કહ્યું, મહારાજ ! તમારી અમાવાસ્યા ખોટી થઇ.
હવે હેમચંદ્રાચાર્યે પોતાનું ચોરાશી વર્ષનું આયુષ્ય છે એવો પ્રથમથી જ નિશ્ચય કર્યો હતો. તે દિવસ જ્યારે નજીક આવ્યો ત્યારે અનશન કરી અંતકાળે કરવા યોગ્ય આરાધનાનો આરંભ કર્યો. તે જોઇ સ્નેહથી કુમારપાળને અત્યંત કષ્ટ થયું ત્યારે હેમચંદ્રાચાર્ય બોલ્યા કે હે રાજન્ ! તું ચિંતા શીદ કરે છે. તારું આયુષ્ય હવે છ માસનું છે, અને તારે પુત્ર નથી માટે તું વિદ્યમાન છે ત્યાં તારે હાથે તારી ઉત્તરક્રિયા કરી લે. એ પ્રકારની શિક્ષા આપી દશમા બ્રહ્મદ્વારે પ્રાણનો ત્યાગ કર્યો. ત્યાર પછી હેમચંદ્રાચાર્યના શરીરને રાજાએ અગ્નિ સંસ્કાર કર્યો. પછી તેના શરીરની ભસ્મ પવિત્ર છે એમ ધારી તેનું તિલક કરી નમસ્કાર કર્યો. ત્યાર પછી સમસ્ત સામંતોએ તથા નગરના લોકોએ તે સ્થાનની ભસ્મ તથા મૃત્તિકાને લીધી, તે જગ્યા અદ્યાપિ હેમખાડ એવા નામથી ઓળખાય છે. કુમારપાળ રાજાની આંખેથી હેમચન્દ્રાચાર્યના શોકથી ચોધારે આંસુ નીકળી પડ્યાં. રાજાને ઘણો આકુળ વ્યાકુળ થતો જોઇ પ્રધાન લોકોએ શિખામણ દેવા માંડી, ત્યારે તે બોલ્યો કે, પોતાના મોટા
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
૧૭૬