________________
બોલ્યા કે જેને યાત્રાની વાસના હશે તેને રાજ્ય આપીશું. ત્યારે પાર્વતી બોલ્યા કે શું વાસના વગરના ઘરબાર છોડી આ બધા લોક આવતા હશે ? શિવજી બોલ્યા હા. લોક તો ગાડરિયા પ્રવાહની જેમ દેખાદેખીથી આવે છે. આ વાત પાર્વતીએ ન માનવાથી પાર્વતીને પ્રત્યક્ષ દેખાડવાને ગાયનું રૂપ ધારણ કરાવ્યું ને સમીપ કોઇ નાના તલાવડાના કાદવમાં વૃદ્ધ ગાય કળી ગઇ હોય એવું સ્વરૂપ દેખાડ્યું. પોતે શિવજી મનુષ્યનું રૂપ ધારણ કરી કાંઠે ઉભા રહી કોઇ ગરીબ માણસની જેમ પોકાર પાડી પેલા સોમેશ્વરની યાત્રામાં જનાર લોકોને કહે છે કે હે પુણ્યશાળી લોકો ! આ મારા ગરીબની વૃદ્ધ ગાય કાદવમાં ખૂંપી ગયેલી છે તેને દયા કરી કાઢી આપો. તેનું આ વચન સાંભળી કેટલાક તો સમીપ આવેલા શ્રી સોમેશ્વર મહાદેવના દર્શનમાં ઉત્સાહવાળા હતા તે તો ઉપહાસ કરી ચાલ્યા ગયા. વળી કેટલાકને દયા આવી તેઓ ખૂંપી ગયેલી ગાયને કાઢવા જાય છે. એટલામાં શિવજીએ સિંહરૂપ ધારણ કરી તેમને નસાડ્યા. તેમાંથી એક જણે મરવું કબુલ કરીને પણ ગાયની સમીપ આવી તેને કાઢવાનો પ્રયત્ન કર્યો તે જ વખત પોતાનું મૂળ રૂપ ધારણ કરી શિવ પાર્વતીએ તેને દર્શન આપ્યા અને શિવજીએ પાર્વતીને કહ્યું કે આ જ એક પુરૂષને યાત્રાની શુદ્ધ વાસના છે. માટે એને રાજ્ય આપીશું. એમ પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. આ પ્રકારે વાસનાનો પ્રબંધ પૂરો થયો.
-
હવે કોઇ સોમેશ્વરની યાત્રા કરનાર માણસ માર્ગમાં લુહારના કોડમાં સૂતો હતો ત્યાં એવો બનાવ બન્યો કે તે લુહારની સ્ત્રી વ્યભિચારિણી હોવાથી પરપુરુષ પાસે જઇ ઘેર આવી પોતાના કામમાં અડચણ કરનાર સૂતેલા ધણીનું તલવાર વડે માથુ કાપી નાંખ્યું અને તે તલવારને પહેલા આવીને સૂતેલા જાત્રાળુ માણસના ઓશીકા તળે મૂકીને પોતે બુમો પાડવા મંડી કે આ પુરુષે મને લઇ જવા મારા ધણીનું માથું કાપી નાખ્યું. પછી રાજાના રખેવાળ પુરુષો આવ્યા. તેમણે યાત્રાળુ પુરુષનો કહેલો વૃત્તાંત સાચો ન માનતા છેવટ તેના હાથ કાપી નાખ્યા ત્યારે તે સોમેશ્વર મહાદેવને ઠપકો આપવા મંડ્યો. ત્યારે સોમેશ્વર મહાદેવે પ્રત્યક્ષ થઇ પહેલા યાત્રાળુને કહ્યું કે તારા પૂર્વ જન્મનો વૃત્તાંત સાંભળ. પૂર્વે તમે બે સગા ભાઇ હતા. તેમાંથી એક ભાઇએ બકરીના કાન ઝાલી રાખ્યા ને બીજાએ તેનું માથું કાપ્યું. માટે તે બકરી મરીને આ સ્ત્રી થઇ હતી ને બકરીનો મારનાર જે માણસ તે આ સ્ત્રીનો ધણી થયો ને જે બકરીને મારતી વખતે કાન ઝાલી રહ્યો હતો તે તુ જ છું. માટે તારો યોગ બનવાથી બકરીએ આ વેર લીધું. એમાં અમારો શો અપરાધ છે. આ પ્રકારે કૃપાણિકાનો (તલવારનો) પ્રબન્ધ પૂરો થયો.
પૂર્વે શંખપુર નગરમાં શંખ નામે રાજા રાજ્ય કરતો હતો અને તે નગરનો ધનદ નામે શેઠ મહા ઉદાર હતો. તેણે ક્યારેક વિચાર કર્યો કે હાથીના કાન જેવી ચંચળ લક્ષ્મી છે માટે તેનું ફળ ગ્રહણ કરવું જોઇએ એમ વિચારી હાથમાં ઘણી ભેટ લઇ રાજા પાસે જઇ તેને સંતોષ પમાડી તેણે આપેલી ઘણી જગ્યામાં એક મોટો જૈન પ્રાસાદ (જૈન મંદિર) બંધાવ્યો. શુભ મુહૂર્ત આવ્યું ત્યારે
જુદાં-જુદાં પ્રબન્ધો
૨૧૯