________________
શીતળવાયુથી ક્ષણમાત્રમાં મુંજની મૂછ દૂર થઈ. દાસીએ તેને મહેલ મધ્યે આવવાની વિનંતી કરી. પરદ્વાર પ્રવેશ કરવામાં રાજાને અચકાતો જોઈ ચંદ્રમુખીએ ઝરૂખામાં ઉભા રહી નેત્રદ્વારા પોતાનો સંકેત સમજાવ્યાથી મુંજરાજે પોતાના અશ્વને કોઈ ગંભીર વડવૃક્ષ નીચે બાંધી તે મહેલ મધ્ય પ્રવેશ કર્યો. પછી નાના પ્રકારના વૈભવ ભોગવ્યા બાદ વિખુટા પડતી વખતે ચંદ્રમુખીએ આંસુ સહિત અતિ પ્રેમભાવ દર્શાવ્યો. તેમજ મુંજરાજ પણ તેને જોયા વિના સઘળું અંધારું દેખતો એવા પરસ્પરના સ્નેહ બંધથી કામાંધ થઈ દર રાત્રિએ પોતાની અતિ વેગવાળી ચિરિકલ્લ નામની સાંઢણી ઉપર બેસી ત્યાં જતો અને પ્રાત:કાળમાં પોતાના મહેલમાં પાછો આવતો. એમ કેટલાક દિવસ સુધી તો ચાલ્યું. પણ આખરે પાપનો ઘડો ફુટ્યા વિના રહ્યો નહીં. કોઈ પ્રકારે એ વાત એના ભાઈ સિંધુલના જાણવામાં આવવાથી તેણે એ વાત નગરમાં ચર્ચાતી કરી; તેથી સાવધ બનેલાં મુંજે પોતાની આંખની પુતળી ચંદ્રમુખીને ત્યાં જવું મોકૂફ રાખ્યાથી ચંદ્રમુખીએ તેના ઉપર પત્ર મોકલી પૂછાવ્યું કે તમે હમણાં કેટલાક દિવસ થયા આવતા નથી તેનું કારણ શું ? તેના પ્રત્યુત્તરમાં મુંજરાજે એક દોધક છંદ લખી મોકલ્યો કે -
મુંજરૂપ દોરડી તુટી પડી તેના કારણ શું તું દેખતી નથી ? એવી તું ગમાર છે? આષાડનો મેઘ ગાજે એટલે પૃથ્વી ચીકણા કાદવવાળી થયા વિના કેમ રહે ?
હવે સિંધુલ મુંજથી નાનો પણ તામસી મનોવૃત્તિવાળો હોવાથી મુંજની મરજી વિરુદ્ધ વર્તવામાં રાજાની આજ્ઞા ભંગ થાય છે, એવો જેના મનમાં ખ્યાલ આવતો જ નથી એવા, નઠોર સિંધુલને તેની રીતભાત સુધારવાને મુંજે ઘણો સમજાવ્યો પણ તે ધૂળ ઉપર લીપણ જેવું માલુમ પડવાથી, હંમેશનું દુઃખ ટાળવાને માટે મુંજરાજે તે નફકરા સિંધુલને આખરે દેશનિકાલ કર્યો અને પોતે સુખ શાન્તિમાં રાજય કરે છે. પણ હવે સિંધુલની શી ગતિ થઈ, તે નીચે પ્રમાણે છે.
દેશનિકાલ થયેલો સિંધુલ ગૂર્જર દેશમાં આવી, કાશહ નામના નગરની પાસે નાના ઝુંપડાવાળું ગામ વસાવી ત્યાં કાળક્ષેપ કરવા લાગ્યો. એક વખતે આશ્વિન કૃષ્ણપક્ષની ચતુર્દશીની રાત્રિએ, શિકાર કરવામાં મોટું માહાભ્ય છે એમ પોતે સમજી હાથમાં ધનુષ બાણ લઈ વગડામાં નીકળ્યો; તે ફરતો ફરતો, ચોર લોકને ફાંસી દેવાની ભારે ભૂમિ આગળ આવી જુવે છે, તો ચળકતા તારાના અલ્પ પ્રકાશથી, થોડે છેટે એક ભૂંડ જેવા પશુનો આભાસ દીઠો તેવો જ પોતે ઘૂંટણિયે પડી તે શિકાર કરવા સારુ ધનુષ ઉપર બાણ ચઢાવ્યું. તેમાં એ એવો તો એકાગ્ર બની ગયો કે પોતાના ઘૂંટણ નીચે કોઇ ચોરનું શબ આવેલું તેનું ભાન સરખું પણ તેને રહ્યું નહિ. બનાવ એવો બન્યો કે તે શબમાં વનવાસી કોઈ ભૂતે પ્રવેશ કરી જરા શરીર હલાવી સંકેત કીધો પણ સિંધુલનું ચિત્ત શિકારમાં એટલું તો લીન થયેલું કે પોતાના ઘૂંટણ નીચે કોણ છે, અને તે શું કરે છે, તે વિષેની (૧) લોક નિંદારૂપી મેઘગર્જના-લોકમાં, હું તારે ત્યાં આવું છું. તેમાં મારી નિંદા થાય છે તેથી હાલમાં મેં મારું
આવવું બંધ કીધું એ વિષે શું તારા જાણવામાં કંઈ જ આવ્યું નથી ? (૨) ભય ઉપજાવે એવી.
મુંજરાજાનો પ્રબન્ધ