________________
દૃષ્ટિએ ન પડવાથી રાજાએ તેની ઉત્પત્તિ વિષે અથથી ઇતિ સુધી વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળતાં જ મુંજરાજની આંખમાંથી અશ્રુધારાઓ ચાલવા લાગી, તે જોઈ રાજાએ તેને છાતી સરસો ચાંપી, દિલાસો આપી અંતે કહ્યું કે તારી અંતઃકરણ પૂર્વકની ભક્તિથી સંતોષ પામી, મારા ખરા પુત્રને રાજયાધિકાર ન આપતાં તને આપું છું પણ એટલું કરજે કે તેની સાથે, પોતાના સગા ભાઇની માફક અતિ પ્રીતિભાવથી વર્તજે, તારા કરતાં નાનો હોવાથી તેને કદી દગો દેતો નહિ. આ વાત મુંજરાજે કબુલ રાખી વિનય પૂર્વક નમસ્કાર કર્યો. પછી એ સિંહદન્ત રાજા સારા મુહૂર્ત સમયે મુંજરાજનો રાજયાભિષેક કરી મરણ પામ્યો.
હવે, સિંહદન્ત અને મુંજ વચ્ચે થયેલી ગુપ્ત વાત મુંજની રાણીએ પડદામાં રહી સાંભળેલી તે ઉપરથી એ સ્ત્રી કેવા પેટની છે, તે વિષેની પરીક્ષા કરવાના હેતુએ, એક દિવસ રાજા રાણી બન્ને નાના પ્રકારના હાસ્ય વિનોદથી મનોરંજન કરતા હતા, તે સમયમાં મુંજરાજે રાણીના પિયરીયા સંબંધી વાતનો ઉપાડ કરી તેમને મેણાં અને કટાક્ષથી ભરેલા શબ્દો વાપર્યા. મુંજના શબ્દો બાણરૂપ થઈ પડવાથી મુંજની રાણીએ જવાબ દીધો કે હા, મારા ભાઈ બાપ તો કલંકથી ભરેલા છે પણ તમો તમારી જાતનો જ વિચાર કરીને કે તમે જ ક્યાં સિંહદન્તના ખરા પુત્ર છો ? એ તો ન બોલ્યામાં નવ ગુણ.
આ ઉપરથી મુંજરાજે તેની તુલના કરી વિચાર કર્યો કે ગમે તેવી ડહાપણ ભરેલી સ્ત્રી હોય તો પણ તેના પેટમાં ગુપ્ત વાત ટકી શકતી જ નથી એવું નીતિશાસ્ત્રનું વચન છે માટે હવે આ રાંડને જીવતી રાખવાથી મારી ગુપ્ત વાતનો ફેલાવો થશે. કારણ કે એ હલકા પેટની હોવાથી મારી આગળ મારી ગુપ્ત વાત પ્રગટ કરતાં એને આંચકો ન પડ્યો તો એની ખરી સખીઓ આગળ ખુલ્લી કરતાં એ શાની ડરે ? માટે એનો વધ કરવો એ જ શ્રેષ્ઠ છે. એમ ધારી એકદમ ક્રોધમય થઈ પોતાની તલવારથી તેનું શીર છેદન કરી નાખ્યું.'
પછી એ રાજાએ પોતાના પરાક્રમથી સ્વરાજ્યમાં ઘણો વધારો કર્યો, પણ પોતે કુસંગતિથી ઉન્માર્ગે ચાલ્યો અને રાજયનો સઘળો વહીવટ સમસ્ત સજ્જનોમાં બુદ્ધિબળાદિમાં શ્રેષ્ઠ એવા એક રુદ્રાદિત્ય નામના પોતાના પ્રધાનને સોંપી સ્વચ્છંદપણે કાળ ગમન કરવા લાગ્યો.
એક દિવસ કાન્તિમાં બીજો કંદર્પ એવો મુંજરાજ પોતાના પાણીદાર અશ્વ ઉપર સવાર થઈ, નમતા પહોરના મંદ મંદ વાયુની લહેરમાં ને લહેરમાં, તેણે પોતાના રાજ્યથી બાર કોશ દૂર કોઈ માંડલિક રાજાના નગરમાં પ્રવેશ કર્યો તો ત્યાં કોઇ ધનાઢ્ય પણ નીચ વર્ષની પુત્રી સોળે શણગાર સજી દેવાંગના સરખી શોભતી પોતાના મહેલના ઝુલતા ઝરૂખામાં બેઠેલી. તેણે મુંજરાજને દૂરથી આવતો જોતાં જ, “આ યુવાન મારી તૃષ્ણા તૃપ્ત કરે તેવો નર છે' એમ તેના મનમાં આવવાથી, દાસીને તેને લઈ આવવાનો હુકમ કરી, પોતે ઝરૂખામાંથી મુખ બહાર કાઢી મુંજરાજ પ્રત્યે કટાક્ષ બાણ ફેંકતી ઉભી રહી. એટલામાં મુંજરાજની નજર પણ તે જ મહેલના ઝરૂખા ઉપર જવાથી તેમાં ઉભેલી ચંદ્રમુખીના કટાક્ષબાણથી સાનભાન ભૂલેલાં મુંજને ઝટ પેલી દાસીએ ઝાલી લીધો. (૧) ગુજરાતના ભીમરાજાની એ પુત્રી હતી.
૬૦
પ્રબંધ ચિન્તામણિ ભાષાંતર