________________
તપાસ કરવાનો પણ જેના મનમાં ખ્યાલ સરખો ઉત્પન્ન થતો નહોતો એવા વજહૃદયી સિંધુલે તેણે, તે પ્રેતના સંકેતને લક્ષમાં ન લેતાં, શિકારની મોટી લહેરમાં ને લહે૨માં એક હાથે પોતાના ઘુંટણ નીચે હાલતા શબને દબાવી, સચોટ ધનુષ બાણથી તે સુવરને માર્યો કે તરતજ ત્યાંથી એકી છલાંગે ઉડી શિકારને મરેલો જોઇ તેના કાન પકડી ઘસડી લાવે છે. એટલામાં તો, શબને ઉભું થઇ ખડખડ હાસ્ય કરતું તેણે જોયું. આ વખતે, સિંધુલ, મનમાં કોઇ પણ પ્રકારની શંકા ન રાખતાં, તેની સન્મુખ જઇ ઉભો રહ્યો. તેને જોઇ શબ ખડખડ હસી બોલ્યું, ખૂબ મોટો શિકાર માર્યો' આ સાંભળી સિંધુલ બોલ્યો ‘તારા ધારેલા સંકેત પ્રમાણે સુવરનો સારો શિકાર થયો કે નહિ ?' આ પ્રમાણે સિંધુલને હિમ્મત ગર્ભિત ભાષણ કરતો જોઇ તે છિદ્રાન્વેષી શબ બોલ્યું, “ધન્ય છે તને, તારું ધૈર્ય ગર્ભિત સાહસિકપણું જોઇ હું તારા ઉપર પ્રસન્ન છું, તારી ઇચ્છા હોય વરદાન માગી લે.’ સિંધુલે જવાબ દીધો ‘મારું બાણ પૃથ્વી ઉપર ન પડે એવું વરદાન આપ;' તથાસ્તુ કહી ફરી બીજું વરદાન માગવા માટે સિંધુલને સૂચના કરવાથી તેણે કહ્યું.
‘એવું વરદાન આપ કે આખા જગતની લક્ષ્મી મારે સ્વાધીન થાય.' આ પ્રમાણે વરદાન માગવામાં પણ તેનું સાહસિકપણું જોઇ ચમત્કાર પામેલો પ્રેત બોલ્યો કે માળવાના મુંજરાજનો વિનાશ સમીપ આવ્યો છે, માટે નિશ્ચે હવે તારે ત્યાંજ જવું. કારણ કે એ રાજ્ય તારા જ વંશમાં પ્રાપ્ત થનાર છે. આ ઉપરથી સિંધુલે માળવાના કોઇ પેટા ગામમાં જઇ નિવાસ તો કર્યો, પણ એ વાત મુંજના જાણવામાં આવવાથી તેણે છૂપા જાસુસો મોકલી તેને પકડી મંગાવી તેની આંખો ફોડી કાષ્ટના પીંજરામાં કેટલાક દિવસ સુધી રાખી અંતે તેને પોતાના રાજ્યમાં નજર કેદ રાખ્યો.
પછી સિંધુલને ભોજ નામનો પુત્ર પ્રાપ્ત થયો, તે એવો તો ચતુર નીકળ્યો કે થોડા વખતમાં તેણે રાજનીતિનું તમામ જ્ઞાન મેળવ્યું એટલું જ નહીં પણ ૩૬ પ્રકારના આયુધની શિક્ષા સંબંધી ગ્રંથો ભણી, ૭૨ કળા રૂપી સમુદ્રનો પારંગામી થયો તથા સમસ્ત સન્તપુરુષોના લક્ષણોથી ભરપુર તે બાળક દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો ગયો. એ ભોજનો જન્મ થયો તે વખતે કોઇ વિદ્વાન જોશીએ તેનું ભવિષ્ય કહી સંભળાવ્યું કે,
‘૫૫ વર્ષ ૭ માસ ને ૩ દિવસ સુધી ગૌડ દેશ સહિત આખા દક્ષિણ દેશનું ભોજરાજા રાજ્ય
ભોગવશે.’
ઉપર મુજબનું ભોજનું વૃત્તાંત મુંજરાજને શ્રવણ થતાં જ તેણે વિચાર કર્યો કે ‘જ્યારે ભોજને રાજ્ય ગાદી પ્રાપ્ત થવાનો સંભવ છે ત્યારે તે મારા પુત્રને કેમ મળે ? માટે પ્રથમથી જ જો હું તેનું નિકંદન કરીશ તો મારા પુત્રને રાજ્ય પ્રાપ્તિ થવામાં કોઇ ભય રહેશે નહીં, આવા દુષ્ટ વિચારની મનમાં ભરપુર અસર થવાથી મુંજરાજે મારાઓને બોલાવી હુકમ કર્યો કે મધ્ય રાત્રિએ ભોજને વનમાં કોઇ ન જાણે એવી વિકટ જગ્યામાં લઇ જઇ મારી નાંખવો. આ પ્રમાણે કહીને રાજાએ શયનગૃહમાં પ્રવેશ કર્યો.
૬૨
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર