________________
પછી રાજાના હુકમ પ્રમાણે મા૨ાઓ મધરાતે ભોજને પકડીને અરણ્ય મધ્યે લઇ ગયા પણ તેના શરીરનું અનહદ માધુર્ય જોઇ તેના ઉપર તલવાર ચલાવવામાં તે નિર્દય લોકોને પણ દયા ઉત્પન્ન થઇ. નિરપરાધી ભોજને મારી નાંખવામાં મારાનો હાથ ઉપડતો નથી તેમ રાજાના હુકમનો લોપ થઇ શકતો પણ નથી તેથી હવે તેને મારવો કે ન મારવો એ વિષેના વિચારમાં ને વિચારમાં પ્રભાતનો સમય થવા આવ્યો ત્યારે આખરે ન છુટકે કહ્યું કે હે ભોજ ! ‘હવે તું તારા ઇષ્ટ દેવને યાદ કરી લે.' આ સાંભળતાં જ ભોજનું લોહી ઉકળી ગયું પણ મન સ્થિર રાખી એક શ્લોક લખી આપી કહ્યું કે આ શ્લોક મુંજરાજને હાથો હાથ આપજે. હવે તારા રાજાની આજ્ઞા પ્રમાણે જે કરવું હોય તે સત્વર કરી લે.
પ્રથમથી દયા ઉત્પન્ન થયેલી તેથી અને વળી આ શ્લોકમાં કોણ જાણે શા પ્રકારનો અર્થ રહ્યો હશે અને તે વાંચવાથી રાજાનું બોલવું કેવા પ્રકારનું થાય છે તે જાણી લીધા પછી ભોજનું જેમ ક૨વું ઘટશે તેમ કરીશું એમ વિચારી તેને ઘોર અરણ્યને વિષે કોઇ ન જાણે એવા અમુક ઠેકાણે થોડો કાળ નિવાસ કરાવી તે મારાઓ ત્યાંથી પાછા ફરી મુંજરાજના દરબારમાં આવ્યા અને ભોજનો આપેલા શ્લોકનો પત્ર તેને અર્પણ કર્યો.
मान्धाता स महीपतिः कृतयुगालंकारभूतो गतः सेतु र्येन महोदधौ विरचितः क्वासौ दशास्यान्तकः । अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यावद्भवान् भूपते ! मैकेनापि समं गता वसुमती मन्ये त्वया यास्यति ॥ १ ॥
અર્થ : ‘સત્યુગના આભૂષણ રૂપ માન્ધાતા રાજા પણ આ પૃથ્વીને ભોગવી ચાલતો થયો; વળી પૃથ્વી ઉપર રાજ્ય કરનાર અને જેણે સમુદ્રમાં સેતુ બાંધી રાવણને માર્યો એવા મહા સમર્થ શ્રી રામચંદ્રજીનું પણ નામ માત્ર અવશેષ રહ્યું, તેમજ વળી બીજા પણ યુધિષ્ઠિર આદિ જે જે રાજા આજ સુધીમાં પૃથ્વી ઉપર થઇ ગયા તે સઘળા રાજાઓ આજ પૃથ્વીને મારી મારી કરી ભોગવી ચાલતા થયા છે પણ આ પૃથ્વી હજુ સુધી કોઇની સાથે ગઇ નથી, પણ હે મુંજ ! તારા કૃત્યો ઉપરથી હું એમ કલ્પના કરું છું કે પતિવ્રતા સ્ત્રીની માફક આ પૃથ્વી તો તારી સાથે જ સતી થઇને આવશે' !!!
ઉપર મુજબનો અર્થ ગર્ભિત શ્લોક વાંચતાં જ મુંજરાજ અતિ ખેદયુક્ત થઇ અન્નુપાત કરતો બોલ્યો ‘બાળહત્યા કરનાર મારા જેવાને ધિક્કાર છે' ઇત્યાદિ વચનો વાપરી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો.
આ બનાવ જોતા ઉભેલા મારાઓના ચહેરા ઉપર કાંઇ દીલગીરીનો આભાસ ન માલુમ પડવાથી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઇ તેથી તેની પ્રત્યે મુંજરાજ બોલ્યો ‘આ શ્લોકથી મારું હૃદય ભેદાય છે ! એના વિના હવે મારું જીવતર વૃથા છે. આ ક્ષણભંગુર દુનિયામાં હવે મારે મોઢુ શું બતાવવું ? હવે એ ભોજ ન મળે તો દેહ ત્યાગ કરવો એવાં વચનો રાજાના મુખથી નીકળતાં સાંભળીને મારાએ
ન
મુંજરાજાનો પ્રબન્ધ
૬૩