________________
સારાં દેખી આ ફળ રાજાને ભેટ કરવા યોગ્ય છે એમ ધારી કોઇ ગૃહસ્થે તેને ત્યાંથી ખરીદી કરી તેણે ભોજરાજાને અર્પણ કર્યા ત્યારે ભોજરાજા એક શ્લોક બોલ્યા.
કે સમુદ્રમાં રહેલું રત્ન કોઇ વખત પાણી ઉભરાવાથી અથડાતું અથડાતું કદાચિત્ પર્વતમાં રહેલી નદીને પામ્યું તો પણ તેજ પ્રસંગથી પાછું અથડાતું કુટાતું રત્નાકરમાં આવે છે. માટે ભાગ્ય જ સર્વત્ર બળવાન છે કેમ કે આખા જગતને તૃપ્તિ કરનાર મેઘ વર્ષાઋતુમાં ઘણો વરસે તો પણ ચાતકના મુખમાં લવ માત્ર પણ પાણી ન જાય. માટે જે ન મળવાનું તે ક્યાંથી મળે ? આ પ્રમાણે બીજોરાનો પ્રબન્ધ સંપૂર્ણ થયો.
એક દિવસ રાજાએ પોપટને જો ન મળ્યઃ એટલે એક વસ્તુ સારી નથી એવું ભણાવ્યું. પ્રાતઃકાળે પંડિતોની સભા કરી. પોપટનો બોલેલો આ શબ્દ સાંભળી તેનો અર્થ રાજાએ પંડિતોને પૂછ્યો. ત્યારે તેમણે છ મહિનાની મુદત નાંખી તેમાંનો એક વરરૂચિ નામનો પંડિત તેનો નિર્ણય ક૨વા દેશાંતર ગયો. ફરતો ફરતો કોઇ જગ્યાએ થાકીને બેઠો. ત્યાં આવેલા ગોવાળીયાએ પેલા ચિંતામાં બેઠેલા બ્રાહ્મણને ઘણા આગ્રહથી પૂછ્યું ત્યારે તેણે પોતાનો સર્વ વૃત્તાંત કહી દેખાડ્યો. પછી ગોવાળીયાએ કહ્યું કે મને જો તમારા સ્વામી પાસે લઇ જાઓ તો હું નિશ્ચે ઉત્તર કરું પરંતુ આ મારી પાસે જે શ્વાન છે તેને મારાથી વૃદ્ધ અવસ્થાને લીધે ઉંચકાતું નથી તેમજ સ્નેહને લીધે મારાથી મૂકાતું પણ નથી એવું વાક્ય સાંભળી પંડિતે પેલા શ્વાનને પોતાના ખભા પર નાખી ગોવાળીયાને સંગાથે લઇ રાજાની સભામાં આવી પંડિતે કહ્યું કે હે રાજન્ ! તમારા પ્રશ્નનો ઉત્તર આ પુરુષ કરશે. એમ કહ્યું ત્યારે રાજાએ પણ પશુપાળને એ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે પશુપાળે ઉત્તર કર્યો કે હે રાજન ! આ જગતમાં એક લોભ જ સારો નથી. ત્યારે પૂછ્યું કે કેમ સારો નથી ? પશુપાળ બોલ્યો કે, આ પંડિત બ્રાહ્મણ થઇ જેને અડકીને સ્નાન કરવું પડે એવા શ્વાનને ખભે ઉંચકીને લાવ્યો. એ લોભનો પ્રતાપ છે.
એક દિવસ એક મિત્રને લઇ રાજા રાત્રે ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં તરસ લાગી ત્યારે પાણી લેવા નજીકમાં રહેલા વેશ્યાના ઘરમાં મિત્રને મોકલ્યો. તેણે ત્યાં જઇ પાણી માગ્યું ત્યારે ઘણા સ્નેહથી સેલડીનો સાઠો કોલામાં પીલી ઘણા ખેદથી એક વાઢી ભરીને તે રસ આપ્યો તે લઇ રાજા પાસે ગયો. રાજાએ વાર લાગવાનું કારણ પૂછ્યું ત્યારે તે મિત્રે વેશ્યાનો કહેલો વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો કે પ્રથમ એક સેલડીના સાંઠામાંથી એટલો બધો રસ નીકળતો હતો કે એક ઘડો અને એક વાઢી ભરાતી હતી માટે આજે ઓછો રસ નીકળ્યો તેનું કારણ એ જ છે કે રાજાનું ચિત્ત પ્રજા ઉપર ખફા થયેલું જણાય છે. આ સાંભળી રાજા બોલ્યો કે એ વાત સાચી છે કેમકે મોટા શિવાલયમાં કોઇ વાણિયાએ નાટકનો આરંભ કરાવ્યો છે માટે તેના ઘર બાર લુંટી લેવાનો મારો વિચાર ચાલતો હતો માટે હે મિત્ર તે સર્વ વિચાર બંધ રાખું છું. એમ કહી પોતાના સ્થાનમાં જઇ સુખે સુતો. બીજા દિવસે પ્રજા ઉપર કૃપા રાખી. પ્રથમના દિવસની જેમ જ અનુભવ કરતાં સેલડીનો રસ વૃદ્ધિ પામતો જોઇ વેશ્યાને શીરપાવ આપી પ્રસન્ન કરી. આ પ્રકારે સેલડીના રસનો પ્રબન્ધ પૂરો થયો.
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
Aut
૯૯