________________
એક દિવસ ભોજરાજાએ પોપટનો બોલેલો (નથં) એ શબ્દ ચાર વખત સાંભળી તેનો અર્થ
સરસ્વતી કુટુંબને પૂછ્યો. ત્યારે તેમાંથી વૃદ્ધ બોલ્યો (જુમોનને વિનં નષ્ટ) જે દિન ભોજનનો તાલ બગડ્યો તે દિન ખરાબ થયો જાણવો, પછી તેની સ્ત્રી બોલી (નછું છુનારી-યૌવનમ્ ।) જે પુરુષને કુભાર્યા મળી તેની જવાની ખરાબ થઇ સમજવી. પછી તેનો પુત્ર બોલ્યો (પુત્રે બુલં નË) કુળમાં એક કપુત ઉઠે તો કુળમાં બધા કલંક બેસાડે. પછી પુત્રની સ્ત્રી બોલી (તė યન્ન રીયતે શા) દ્રવ્યાદિ જે વસ્તુ દાનમાં નથી અપાઇ તે સઘળી નાશ થઇ ગઇ જાણવી. કેમ કે સત્પાત્રમાં આપેલું દાન અવિનાશી છે ને બીજું બધું નાશવંત છે. ॥૧॥ આ સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ તેઓને એક લાખ રૂપીયા આપ્યા.
એક દિવસ ભોજ રાજાના નવા મહેલમાં સંગદોષથી ચોરી કરવા આવેલા ભૂકુંડ નામના મહા વિદ્વાન બ્રાહ્મણે વિચાર કર્યો કે અહો આ મારી શી કમબખ઼ી થઇ, કે હું ચોરી કરવા આવ્યો. એટલામાં એક દિશાથી શબ્દ સંભળાયો. ત્યાં જઇ કાન દઇ સાંભળે છે, તો નિદ્રા પામેલી રાણીના ચળકતા સુંદર સ્તન ઉપર ગવાક્ષ (ગોખ) માર્ગથી આવી પડતા ચંદ્ર કિરણોનું પ્રતિબિંબ જોઇ ભોજ રાજાએ કરેલો અડધો શ્લોક વારંવાર સંભળાયો. જે -
गवाक्षमार्गप्रविभक्तचन्द्रिको
विराजते वक्षसि सुभ्रु ते शशी ।
અર્થ : હે સુંદરી ગોખમાં રહેલી સોનાની જાળીવડે જુદા જુદા ભાગમાં વહેંચાયેલો, એવો ચંદ્ર તારી છાતી ઉપર ઘણો શોભે છે.
બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે આ શ્લોકનું ઘટતું ઉત્તરાર્ધ રાજાને યાદ આવતું નથી માટે વારંવાર પૂર્વાર્ધ બોલે છે. એમ ધારી પોતાના અંતરમાં ઉભરાયેલું કવિતાનું બળ ન સહન થવાથી ઓચિંતું બોલી જવાયું. કે -
प्रदत्तझम्पः स्तनसङ्गवाञ्छ्या
विदूरपातादिव खण्डतां गतः ॥ १ ॥
અર્થ : હે રાજન્ ! આ વખતે ઉત્પન્ન થયેલી સ્તનમંડળની બેહદ શોભા જોઇ તેની આગળ પોતાના મંડળની (ચંદ્ર મંડળની) ગ્લાની જોઇ, સંગ કરવાની ઇચ્છાએ ઘણે ઊંચેથી ઝંપાપાત કરી પડતું નાખનાર ચંદ્રના જાણે કટકા થયા હોય એમ જણાય છે.
આ પ્રકારનું ઓચિંતું વાક્ય સાંભળી ચમકેલા રાજાએ આસપાસ જોયું તો કોઇને ન દેખવાથી સેવકોને બોલાવી તપાસ કરાવી તો માલુમ પડ્યું કે કોઇ કાલિકા દેવી જેવો કાળો મેશ પુરુષ છે. રાજાને ક્રોધ ચડવાથી સેવકોને આજ્ઞા આપી કે, હાલ તો ચોકી પહેરામાં બેસાડો પછી પ્રાતઃકાલે ફાંસીએ ચડાવજો. એમ કહી રાજા નિદ્રા સુખમાં લીન થયો. પછી પ્રાતઃકાળે સભા ભરી રાતવાળા પુરુષને નજરે જોવા મંગાવ્યો. સેવકોએ તેને લાવી ઉભો કર્યો. ત્યારે તે એક શ્લોક બોલ્યો. કે(૧) વૃદ્ધ પુરુષ-૧, તેની સ્ત્રી-૨, પુત્ર-૩, પુત્રની સ્ત્રી-૪ એ ચાર મળી સરસ્વતી કુટુંબ કહેવાય છે.
9408
૧૦૦
*****
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર