________________
भट्टिनष्टो भार्गवश्चापि नष्टो भिक्षुर्नष्टो भीमसेनोऽपि नष्टः । भ्रुकुण्डोऽहं भूपतिस्त्वं च राजन् ! भानां पड्क्तावन्तकः संप्रविष्टः ॥१॥
હે રાજન્ ! જેના નામમાં પ્રથમ ભકાર છે. તે ભકારોની પંક્તિમાં યમરાજ પેઠો. કેમ કે (fમક્ષ, મટ્ટિ, માર્વ, ભીમસેન) એ સર્વ કવિઓ નાશ પામ્યા. ને મારું મૂહું નામ છે ને તમારું ભોજ નામ છે એ બે વિદ્યમાન છીએ. પરંતુ મારે તો ફાંસીનો હુકમ થઈ ચુક્યો છે. હવે તમારે વિચાર કરવા યોગ્ય છે.
બ્રાહ્મણનું આવું સમય સૂચક પણું જોઈ રાજાને હસવું આવ્યું અને ફાંસીનો હુકમ માફ કરી, ઘણું દ્રવ્ય આપી પ્રસન્ન કરી વિદાય કર્યો.
એક દિવસ રાજાએ માર્ગમાં ફરતાં કોઈ રૂપવાન સ્ત્રીને ડાંગર ખાંડતી જોઈ એક સમસ્યાપદ મનમાં ગોઠવી જ રાખ્યું અને પંડિતોની સભા મેળવીને પૂછ્યું. તે પદ -
मुशल किसलयं ते तत्क्षणाद्यन्न जातम् આ પદ સાંભળી સર્વે પંડિતો, એક બીજા સામું જોઈ રહ્યા. ત્યારે કાલીદાસ બોલ્યા - जगति विदितमेतत्काष्ठमेवासि मन्ये तदपि च किल सत्यं कानने वर्द्धितोसि । नवकुवलयनेत्रापाणिसङ्गोत्सवेऽस्मिन्मुशल किसलयं ते तत्क्षणाद्यन्न जातम् ॥१॥
અર્થ : હે મુશલ તને નવયૌવના કમલાક્ષી સ્ત્રીના હાથનો સંગ થવા રૂપ મોટા ઉત્સાહમાં પણ પ્રફુલ્લિતપણું ન થયું (નવા અંકુર ન ફુટ્યા, ત્યારે અવશ્ય હું એમ માનું છું કે જગતમાં જેને કાઇ કહે છે, તે જ તું છો, વળી વગડામાં ઉગેલા કોઇમાં જડતા વિશેષ હોય તેમાં નવાઈ નહીં. આ પ્રકારે કાલીદાસની ઘણા ગંભીર અર્થથી ભરેલી અન્યોક્તિ સાંભળી સઘળી સભા તથા રાજા ઘણાં પ્રસન્ન થયા. //વા
ભોજ રાજાના દરબારમાં નવસો નવાણુ પંડિતો રાખેલા હતા તેઓ સઘળા શાસ્ત્રમાં પારંગત હતા. રાજાએ તેમને ભારે વર્ષાસન (પગાર) બાંધી આપેલાં હતાં. તેમની સાથે એવી શરત હતી કે તમારે રોજ કામ કરવાની જરૂર નથી પરંતુ કોઈ પરદેશથી વિદ્વાન આવે તેના પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવો તથા તેની સાથે વાદ કરી સત્યથી જય મેળવવો. જો તેમનાથી તેમ નહી બને તો ખાધેલો પગાર પાછો દેવો એટલું જ નહીં પણ મરજી મુજબ શિક્ષા કરવાનો કરાર કરેલો હતો. સઘળા પંડિતોમાં મુખ્ય કાલીદાસ ગણાતો હતો. કેમ કે તેના ઉપર કાલિકા પ્રસન્ન હતી.
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૧૦૧