________________
પંજામાં સપડાયેલો હોવાથી તેણે વિચાર્યું કે હું આ દુષ્ટ જવરને આધીન રહી રાજાનું સન્માન શી રીતે કરી શકીશ તેથી તેણે એ ચોથીયા તાવને પોતાની એક જૂની ઓઢેલી કંથામાં સમાવી પોતે જવરમુક્ત થઈ રાજાનું સન્માન કરવામાં તત્પર થયો. બન્ને જણા વાતચીત કરતા બેઠા છે, એવામાં રાજાની નજર ત્યાં પડેલી પેલી કંથા ઉપર પડી. એ કંથા થરથર ધ્રૂજતી હતી એ જોઇ રાજાએ અચંબો પામી તે કંપવાનું કારણ આસપાસ શોધ્યું પણ કાંઈ ન માલુમ પડવાથી વિસ્મિત થઇ, તપસ્વીને પ્રશ્ન કર્યો કે હે મહારાજ ! આ કંથા નિર્જીવ છતાં કંપે છે કેમ? યોગીરાજે માથું ધુણાવી મંદ હાસ્ય કરી કહ્યું કે હે રાજન? હું જવરથી સપડાઈ સૂતેલો હતો તેવામાં આપના આગમનની વાત સાંભળી એ જવરને હાલમાં શરીરથી વેગળો કરી આ કંથામાં ઉતાર્યો છે; માટે જવરના સ્વાભાવિક ગુણ વડે આ કંથા કંપે છે. આ સાંભળવા ઉપરથી રાજાએ તપસ્વીને પ્રશ્ન કર્યો કે
જ્યારે યોગીરાજો યોગબળે જવરનો અલ્પકાળ ત્યાગ કરી શકે છે, ત્યારે સર્વથા કેમ ત્યાગ કરી શકતા નથી ? રાજાનું આ પ્રશ્ન સાંભળી કંથડીએ નીચે પ્રમાણે કહ્યું.
પૂર્વકૃત કર્મથી રોગની પ્રાપ્તિ થાય છે. એ રોગ આ દેહ વડે ભોગવવો પડે છે; અને તે ભોગવ્યા વગર પૂર્વબદ્ધ કર્મથી મુક્ત થવાતું નથી માટે તેમાંથી મુક્ત થવાને માટે તપસ્વીઓ વ્યાધિઓની પીડા સહન કરે છે.”
હે રાજન્ ! ઉપરોક્ત કારણથી મેં એ ચોથીયા તાવનો સર્વથા પરિત્યાગ કર્યો નથી. આ વાત સાંભળી રાજાને, એ કંથડી પોતાના શિવાલયના અધિકારનું સંપૂર્ણ પાત્ર છે, એવી ખાત્રી થવાથી તેણે એ કંથડીને ઘણા વિનય સાથે કહ્યું કે હે મહારાજ ! મેં અણહિલપાટણમાં ત્રિમૂર્તિ પ્રાસાદ બંધાવ્યો છે તેમાં આપને અધિકારી કરવાના હેતુથી હું અહીં આવ્યો છું; માટે કૃપા કરી મારો મનોરથ પૂર્ણ કરો. આ સાંભળી તે કંથડી તપસ્વીએ રાજાને સ્મૃતિનું વાક્ય કહી સંભળાવ્યું.
હે રાજન્ ! “રાજયના અધિકારીને ત્રણ માસે, મઠના અધિકારીને ત્રણ દિવસે અને પુરોહિત (રાજાના ગોર)ને એક દિવસમાં નરક પ્રાપ્ત છે.” એમ જેની જલ્દીથી નરકમાં પડવાની વાંછા હોય તેનું એ કામ છે.
માટે હે રાજન ! આ સંસાર સમુદ્ર નિર્વિદને તરવાના હેતુથી આજ સુધી ઉપલા અધિકારોથી હું દૂર રહ્યો છું તો હવે આ છેલ્લી વેળાએ, આખો સમુદ્ર તરી હું શું ગાયના પગલમાં (ખાબોચિયામાં) ડૂબી મરૂં ? માટે કોઈ બીજા તપસ્વીને શોધી લો. આ સાંભળી રાજા તેને વધારે આગ્રહ પૂર્વક ન કહેતાં, “આપનું કહેવું વ્યાજબી છે' એમ કહી તેની આજ્ઞા માગી ત્યાંથી ચાલતો થયો. બીજા દિવસે યોગીરાજને ભિક્ષા કરવા નીકળેલાં જોઈ રાજાએ તેને આમંત્રણ આપ્યું અને તેને જ પોતે બંધાવેલા ત્રિમૂર્તિ પ્રાસાદનો અધિકારી કરવામાં, એક રીતે નહિ તો બીજી રીતે પણ પોતાનો મનોભિલાષા પૂર્ણ કરવા માટે, દૂધપાક ને માંડાની રસોઈ તૈયાર કરાવી. પછી એક તામ્રપત્ર ઉપર “મારા દેવાલયનો અધિકાર તમને અર્પણ કર્યો છે' એવી નોંધ કરી તે તામ્રપત્ર પેલા માંડા (જાડી રોટલી) ના પડમાં છૂપાવી, તેના ભિક્ષાપાત્રમાં દૂધપાક સાથે અર્પણ કર્યું. તપસ્વી આ કપટથી અજાણ હતો તેથી ભિક્ષા
૫૪
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર