________________
રાખવા ઇચ્છું છું. આવું રાજાનું બોલવું સાંભળી મૂળરાજ તેના જવાબમાં હા, એમ કરવું ન ઘટે, ઘટે, એમ ના, હા, કરતો તથા તે રાજાએ કરેલા ભોજનના આમંત્રણને કબુલ, નાકબુલ, કરવાનો ડોળ બતાવતો પોતાની સમશેરને રમાડતો એકાએક જેવી રીતે આવ્યો. તેવી જ રીતના સાવધાનપણાથી ઝડપબંધ ત્યાંથી ઉઠી તંબુની બહાર આવી, પોતાને માટે રાહ જોતી સાંઢણી ઉપર સવાર થઇ પોતાના લશ્કર સાથે કૂચ કરી એકદમ બાર૫ સેનાપતિના લશ્કર ઉપર છાપો માર્યો અને દાતરડાથી ખેડુત ઘાસ કાપે તેમ તેના લશ્કરનો ઘાણ કાઢી વિજય મેળવી તેના દશ હજાર ઘોડા અને અઢાર હાથી લૂંટી લઈ હર હર મહાદેવના પોકાર કરતો અને જયના ડંકા દેતો ત્યાંથી પાછો ફર્યો; અને થોડા દિવસમાં સપાદલક્ષ રાજાના વસાવેલા શાકંભરી નામના નગરમાં આવી પહોંચ્યો. પણ તે અરસામાં સપાદલક્ષ રાજા, મૂળરાજની બારપ સાથેની જીત સાંભળી પલાયન થઈ ગયો હતો. આ જોઈ મૂળરાજના હર્ષનો કંઈ પાર રહ્યો નહિ; અને પોતે જે વિપ્નમાં આવી પડેલો હતો તેમાંથી નિવૃત્ત થયો તે વાતને અમર કરવાને પોતે શ્રીપત્તનમાં મૂળરાજ વસહિકા અને મૂંજાળ દેવસ્વામીનો પ્રાસાદ કરાવ્યો. પછી પોતે ભક્તિભાવે દર સોમવારે શિવ દર્શન કરવાનો નિયમ રાખ્યો. તેમાં તેની દઢ ભક્તિ જોઇ મૂળરાજને તેના મંડલિક નગરના મુકામે શ્રી સોમનાથ મહાદેવે સાક્ષાત દર્શન દીધાં. તે કારણથી મૂળરાજે તે સ્થળે મૂળેશ્વર નામના શિવલિંગની સ્થાપના કરી. આથી શિવે, વિશેષ પ્રસન્ન થઈ ઉપદેશ કર્યો કે હું તને નિરંતર પ્રસન્ન છું માટે હવેથી હું તારા અણહિલપાટણમાં મારા સેવક સહિત નિવાસ કરું છું અને તેનો પરચો તને તારા નગરમાં જ માલુમ પડશે. એમ કહી શિવ અદશ્ય થયા. થોડાં દિવસે મૂળરાજ અણહિલપાટણમાં આવ્યો ત્યારે ત્યાંના વાવ, તળાવ, કુવા વગેરે સઘળા જળાશયોમાં પાણી ખારાં થયેલાં જોઈ તેને ખાત્રી થઈ કે સાક્ષાત્ શ્રી સોમેશ્વર મહાદેવ પોતાના સેવક સમુદ્ર સાથે મારા નગરમાં પધાર્યા છે. માટે મારે યથાશક્તિ તેમની ભક્તિ કરવી એવા વિચારથી તેમના નિવાસને વાસ્તે અણહિલવાડમાં ત્રિમૂર્તિ પ્રાસાદ કરાવ્યો, જેથી સઘળાં જલાશયો ફરી મીઠાં થયાં.
આ ચમત્કારથી રાજાનું મન શિવભક્તિમાં વધારે ભેદાયું. અહર્નિશ “શિવ શિવ ધ્યાન લાગ્યું. પોતાના સ્થાપન કરેલા શિવાલયમાં શું કરવું અને શું ન કરવું તેના વિવેચનમાં પોતાનો કાળ ગમન કરવા લાગ્યો. પ્રથમ તો દેવાલયમાં ભક્તિમાન બ્રહ્મચારી તપસ્વી પુજારીની જરૂર છે. એવી મનમાં પ્રેરણા થવાથી તેના પુજારીની શોધ કરાવવા માંડી. શોધ કરાવતાં એવી માહિતી મળી કે શ્રી સરસ્વતી તીરે કંથડી નામનો મહાન તપસ્વી નિવાસ કરી રહ્યો છે. તેનો નિયમ એવો છે કે તેણે એકાન્તરા ઉપવાસ કરવા ને પારણાં પાંચ કોળીયા ભિક્ષા માગી કરવાં. આ ઉપરથી શ્રી મૂળરાજે પ્રથમ તો આ તપસ્વીના દર્શન કરવાનો વિચાર કર્યો. કારણ કે એના મનમાં એમ આવ્યું કે જો હું એને આમંત્રણ કરી બોલાવીશ તો આવે કે ન આવે, માટે જાતે જ એ સ્થળે જઈ સાક્ષાત્ એ તપસ્વીનાં દર્શન કરી મનોભિલાષ પૂર્ણ કરવો; એવો વિચાર કરી પોતે બીજા દિવસે સરસ્વતી તીરે જઈ કંથડી તપસ્વીની શોધ કરી તેનો શરણાગત થયો. પણ એ કંથડી આ વખતે ચોથીયા તાવની વારીના
વનરાજ વગેરેના પ્રબન્ધો
૫૩