________________
ગ્રહણ કરી ત્યાંથી પાછો વળ્યો. ચાલતાં ચાલતાં સરસ્વતી નદી તીરે આવી પહોચ્યો, પણ તે નદીએ તપસ્વીને હંમેશના નિયમ પ્રમાણે માર્ગ આપ્યો નહિ, તેથી પોતે ચિત્તામગ્ન થઈ, સરસ્વતીએ માર્ગ ન આપવામાં પોતાનો શો દોષ છે તેનો વિચાર કરવા લાગ્યો. મનોમંથન કરતાં આખરે તેનું લક્ષ્ય, મળેલી ભિક્ષા તપાસવા તરફ દોડ્યું. તેથી તેને તપાસી જોતાં માંડાના પડમાં ગુપ્ત કરેલું તામ્રપત્ર એને માલુમ પડ્યું. તે જોતાં જ તપસ્વી તો અતિ ક્રોધાયમાન થઈ મૂળરાજ ઉપર રાતો ને પીળો થવા લાગ્યો. એટલામાં અગમચેતી મૂળરાજે ત્યાં હાજર થઈ અતિ વિનય પૂર્વક વચન વાપરી તેને શાંત પાડ્યો. પછી તપસ્વી કંથડીએ કહ્યું કે જમણે હસ્તે ગ્રહણ કરેલી ભિક્ષા મારાથી વૃથા થતી નથી, તેમ દેહ સાર્થક કરવા અદ્યાપિ અતિ કષ્ટ વેઠી કરેલાં તપમાં વિજ્ઞ કરી હું નરક પામવા ઇચ્છતો નથી, માટે ઉચિત માર્ગ એ છે કે મારો શિષ્ય વૈજલ્લદેવ નામે એક રાજવંશી તપસ્વી છે તે હે રાજન ! તમારા દેવાલયના અધિકારનું પાત્ર છે, માટે આ અધિકાર મારા બદલે તેમને અર્પણ કરી આપનું મનવાંછિત કાર્ય સિદ્ધ કરો. આ વચન માથે ચઢાવી રાજાએ ત્યાંથી પાછા ફરી વૈજ્જલદેવની પાસે જઈ સર્વે હકીકતથી વાકેફ કર્યો, ત્યારે તેણે કહ્યું કે હું મૂળથી રાજકુલીન છું, ગૃહસ્થાશ્રમના તમામ સુખો ભોગવું છું, માત્ર બ્રહ્મચર્ય પાલન કરું છું તેથી ગૃહસ્થાશ્રમ માટે દરરોજ મારી સેવામાં ૩૨ વારાંગના, ૮ પળ કેશર, ૪ પળ કસ્તુરી, ૧ પળ કપૂર આટલું તો સ્નાનની સામગ્રીમાં અને ઓઢવાને ૧ શ્વેત છત્ર એ વિગરે સઘળું પૂર્ણ કરવાની અને તેને પેટે ગરાસ બાંધી આપવાની જો તમારી ઇચ્છા હોય તો તમારું મનોવાંછિત કામ હું માથે લઉં. આ માંગણી રાજાએ કબૂલ રાખીને તે તપસ્વીભૂપતિ વૈજલ્લદેવનો પોતાના ત્રિમૂર્તિ પ્રાસાદના અધિકારનો અભિષેક કર્યો. જે સ્થલે એનો અભિષેક કર્યો તે સ્થળ આજે કાંકરોલ નામના ગામથી ઓળખાય છે. - વૈજલ્લદેવને ત્રિમૂર્તિ દેવાલયના પૂજારીનો અધિકાર મળ્યા પછી તેણે એ કામ એવી તો ભક્તિમય નિષ્ઠાથી ચલાવવા માંડ્યું કે જગતમાં એ જ એક અદ્ભૂત નિષ્કપટ બ્રહ્મચારી છે એવી તેની મોટી કીર્તિ થવા લાગી. આ પ્રકારની તેની કીર્તિ સાંભળતા મૂળરાજની રૂપ ગર્વિતા પટરાણીને વિશ્વાસ બેઠો નહિ, તેથી તેણીએ એ બ્રહ્મચારીના નિષ્કપટ બ્રહ્મચર્યનું પારખું જોવાનો નિશ્ચય કરી, એક દિવસ પોતે સોળે શણગાર સજી, પુષ્પ ધૂપ દીપાદિ પૂજાપાથી ભરેલો સોનાનો રત્નજડિત થાળ હાથમાં લઈ, પૂર્ણિમાના ચંદ્રને લજ્જા પમાડતી ત્રિમૂર્તિ પ્રાસાદ તરફ ચાલી. પ્રથમ શિવપૂજન કરી પોતે વૈજલ્લદેવના નિર્જન ઘરમાં ગઈ તો ત્યાં હાંડી ઝુમ્મરાદિ દીપકનો ઝગઝગાટ થઈ રહ્યો છે, પુષ્પાત્તરાદિનો સુવાસ મહેકી રહ્યો છે અને કર્ણને આનંદ પમાડનારા નાના પ્રકારના વાજિંત્રોમાંથી પોતાની મેળે મધુર સ્વર નીકળી રહ્યા છે, એવા રમણીય મહેલમાં રત્નજડિત સુવર્ણમય પલંગ ઉપર વૈજ્જલદેવ બ્રહ્મચારીને આનંદમાં બેઠેલા નિહાળી, તે રાણીએ તેને છળવા માટે હાવભાવ કટાક્ષ સહિત નૃત્ય કરી કામાગ્નિ પ્રદિપ્ત કરનાર રાધાકૃષ્ણના સંભોગ શૃંગારની ગરબી ગાઈ પણ વૈજ્જલદેવને તેની કંઈ પણ અસર થઈ નહિ. આખરે વૈજલ્લદેવને પોતાની સાથે કામક્રીડા કરવા સ્પષ્ટ રીતે વિનંતિ કરી; પણ એ બ્રહ્મચારીએ તે પણ ન સ્વીકારતાં, ઉલટું તિરસ્કારથી તે રાણીના
વનરાજ વગેરેના પ્રબન્ધો
૫૫