________________
રૂપાભિમાનને તુચ્છ ઘૂંક રૂપ ગણ્યો અને પોતે ચાવતા તાંબુલના રસની પિચકારી તેના અંગ ઉપર મારી, તેથી રાણીના શરીર ઉપર જે જે ઠેકાણે પાનની પિચકારીના છાંટા ઉડ્યા તે સઘળી જગ્યાએ કોઢ થયો. આ જોઈ તે રાણી અત્યંત ખેદ પામી પશ્ચાત્તાપ કરી પુનઃ કોઢ રહિત થવા માટે અત્યાગ્રહપૂર્વક તેને વિનંતી કરવા લાગી. ત્યારે વૈજ્જલદેવે કહ્યું કે અહર્નિશ મારા સ્નાનનું ત્યાગ કરેલું પાણી શરીરે મર્દન કરવાથી તું પાપ મુક્ત થઈશ અને તારો કોઢ પણ જતો રહેશે. આ વચન સાંભળી રાણી પોતાના મહેલમાં ગઇ અને નિરંતર તે પાણીનું મર્દન કરવાથી થોડે કાળે કોઢ મુક્ત થઇ. એ જ રોગ મૂળરાજને થવાનું કારણ જો કે નીચે પ્રમાણે છે.
પૂર્વે પરમાર રાજાના વંશમાં કીર્તિરાજ નામે દેશાધિપતિની કામલતા નામે પુત્રી હતી. તે બાલ્યાવસ્થામાં એક દિવસ સંધ્યાકાળને સમયે કોઈ પ્રાસાદમાં સખી સાથે બાળ રમત રમતી હતી. રમતાં રમતાં તેમાંની એક સખી તે દેવાલયના રંગમંડપમાં આવેલા એક સ્થંભને વળગીને બોલી કે આ (સ્થંભ) મારો ધણી; તેમજ દરેક સખી એક એક સ્થંભને વળગીને તેને પોત પોતાનો ધણી કરી કહેવા લાગી. પણ કામલતા જરા ઉભી રહી દમ ખાતી હતી તેને પેલી સખીઓએ પૂછ્યું કે અલી હવે તારો વર કયો તે બતાવ ! કામલતાએ આમ તેમ દષ્ટિ ફેંકી તો સંધ્યાકાળના અંધકારને લીધે, એક સ્થંભને અડીને બેઠેલા ફુલડા નામના એક ગોવાળિયાને ન જોઈ શકવાથી, રમતના ઉમંગમાં આવેલી કામલતા એકદમ તેને વળગી પડી બોલી કે આ મારો વર. એટલામાં પેલો ગોવાળિયો ચાલી નીકળ્યો. તેને નજરમાં રાખી, ચાલતી રમતની સમાપ્તિ કરી સર્વે સખીઓ પોતપોતાને ઘેર પહોંચી.
પછી વર્ષાન્તરે એ કામલતાને પરણાવવાનો વખત આવવાથી એના માબાપે સુજ્ઞ, કાન્તિવાળા અને કુલ દીપક વરો શોધી કાઢી તેની પ્રસન્નતા ખાતર બતાવવા માંડ્યા.પણ કામલતાએ તેમાંથી કોઈનો પણ સ્વીકાર ન કર્યો અને પોતાના મનમાં સંતાપ કરતો વિચાર બહાર પાડવાની આ સારી તક જોઇ, તે બોલી ઉઠી, કે હે પૂજ્ય માત પિતા ! મારો મન કલ્પિત પણ દ્રઢ નિશ્ચય સાંભળી મારા ઉપર કોપાયમાન થશો નહિ. એક સમે બાળ ક્રીડા કરતી વખતે એક ફુલડા નામના ગોવાળિયાને ખરેખર તો બાલ્યાવસ્થામાં “મારો વર' એમ તેને મારાથી કહેવાઈ ગયું તો પણ મેં તેને મારા મનથી મારા પતિ તરીકે માની લીધો છે. માટે હવે એ સિવાયના અન્ય પુરુષો માટે ભાઈ-બાપ સમાન છે. આ પ્રમાણે તડને ફડ કરતી એવી કામલતાના મુખથી ખરતા શબ્દો સાંભળી તેના માતા પિતા ચૂપ થયાં અને અંતે એ ગોવાળિયાને વરવામાં પોતાની પુત્રીનો અત્યાગ્રહ જોઈ નિરુપાય થયેલાં મા-બાપે તે ગોવાળિયાને બોલાવી તેની સાથે તેને પરણાવી.
એ કામલતાને એક પુત્ર થયો. જેનું નામ તેણે “લાખો પાડ્યું હતું. એ લાખો આજ “લાખો ફુલણીયો યા ફુલાણી” એ નામથી ઓળખાય છે. કાળાન્તરે તે કચ્છ દેશનો મોટો વિખ્યાત રાજા થયો. એ રાજા યશોરાજ નામના દેવનો પૂર્ણ ભક્ત હોવાથી તે દેવના વરદાનના બળે કરી એકાએક કોઇથી ન જીતાય એવો મહા સમર્થ રાજા થયો. એ રાજાએ ૧૧ વખત મૂળરાજના સૈન્યને ત્રાસ
૫૬
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર