________________
ધર્મ સંબંધી કપટ પ્રયોગવડે જે કાર્યસિદ્ધિ રાજાને થાય છે તે પોતાની માના દેહને વેચી દ્રવ્ય પેદા કરવા જેવી છે. ઇત્યાદિ ઉપદેશ કરી જેમ બે વાઘની વચ્ચેથી બકરાને છોડાવે તેમ આલમખાનને છોડાવી તેને માર્ગની ખરચી પાણી આપી, સત્કાર કરી તીર્થે જવા મોકલ્યો. પછી કેટલાંક વર્ષે આલમખાન યાત્રા કરી પાછો આવ્યો. ત્યારે વસ્તુપાળે પોતાને ત્યાં રાખી તેનો હયો ભયો આદર સત્કાર કર્યો અને પોતાના દેશમાં જવાની રજા આપી. જયારે આલમખાન પોતાને દેશ ગયો ત્યાં સુલતાનની આગળ તેણે યાત્રામાં નવું જોયું હતું તે વિષેનું વર્ણન કરતાં વસ્તુપાળનું અને તેના આદર સત્કારનું સવિસ્તર વર્ણન કર્યું. સુલતાન અતિ પ્રસન્ન થયો અને ઘણી નમ્રતાથી વસ્તુપાળને લખ્યું કે તમો જ અમારા દેશના અધ્યક્ષ છો. તમારી જ સર્વ સત્તા છે અત્ર અમે તમારા જ સેવક છીએ. માટે શંકા દૂર કરી અમને વખતે વખતે કામકાજ કહેતા જવું. એવો પત્ર વ્યવહાર ઘણા વર્ષ રહ્યો. તેથી સુલતાન અને વસ્તુપાળ એ બન્ને એક અંત:કરણવાળા મિત્ર થયા. કેટલાંક વર્ષે વસ્તુપાળે શત્રુંજય ઉપર આદિનાથની પ્રતિમા માટે પથ્થર જોઈતો હતો તે માટે મમ્માણી નામની ખાણનો સારો લાયક પથ્થર જોઈએ એમ ધારી સુલતાનને વિનંતિ પત્ર લખ્યો. તેણે આ કામ પોતાને ધન્યલાભ જેવું છે એમ સમજી અતિ આદર સાથે તે કામનો સ્વીકાર કર્યો અને ઘણા જ પ્રયત્નથી ખાણનો સારો પથ્થર વસ્તુપાળને ત્યાં રવાના કર્યો. તે પાષાણને પર્વત ઉપર લાવતાં મૂળનાયકના (અધિષ્ઠાયક દેવના) ક્રોધથી વીજળી પડવા રૂપ મોટો ઉપદ્રવ થયો. એટલું જ નહીં પણ એ મંત્રીને જીવતા સુધી પાલીતાણા આવવાનું ન થયું. કોઈ પર્વ દિવસે અનુપમાં સ્ત્રીએ મુનિઓને અન્નદાન આપવા માંડ્યું તે વખતે કોઈ કામના ઉત્સાહથી વીરધવળ જાતે મંત્રીને ઘેર આવ્યો. તે વખત શ્વેતાંબર વેષધારી સાધુઓથી દ્વાર પ્રદેશ ઘણું ભીડભાડવાળું દેખી આશ્ચર્ય પામી મંત્રીને કહ્યું, હે મન્નિન્ આ પ્રકારના દાનથી નિરંતર, આ લોકોને કેમ લાભાન્વિત કરતા નથી. તમારી જો શક્તિ ના હોય તો એ કામમાં મારો અધ ભાગ ગ્રહણ કરો અથવા એનું સઘળુ દ્રવ્ય મારી પાસેથી લઈ નિરંતર દાન આપો. હું તો એટલા જ કારણથી કહેતો ન હતો કે જે કહેવાથી તમારા ઉત્સાહનો ભંગ થાય. આ પ્રકારનું વીરધવળના મુખ રૂપી ચંદ્રથી નીકળતું વાણી રૂપી અમૃતનું પાન કરી જેના સર્વે તાપ શાંત થયેલા છે એવો તે મંત્રી બોલ્યો કે આ સઘળું તમારું જ છે. માટે સ્વામીનો અર્ધ ભાગ કરવાનું કાંઈ પ્રયોજન નથી. એમ કહી અતિ સ્નેહથી ખેસનો છેડો હાથમાં લઇ ઘણા માનથી મુખ ભણી ફેરવી લુંછણાં (ઓવારણાં) લીધાં, એટલે ઘણો સ્નેહ દેખાડ્યો.
એક દિવસ સાધુઓને દાન આપતી વખતે નાના મોટા ઘણા સાધુ એકઠા થઇ ગયા હતા તેની ભીડભાડમાં નમસ્કાર કરતી અનુપમા નામે એ મંત્રીની સ્ત્રીના હાથમાંથી છલોછલ ભરેલું ઘીનું પાત્ર, મંત્રીના ખભા ઉપર પડ્યું. તે જોઈ કોપ પામેલા તેજપાળને સાંત્વન કરતી અનુપમા બોલી કે સ્વામીના પ્રાસાદથી મુનિજનના પાત્રમાંથી પડેલા ઘી વડે શરીરનું અભંગ ન થયું. આ પ્રકારના મધુર વચનથી શાન્ત કરતી અનુપમાના સંપૂર્ણ દાન વિધિથી ચમત્કાર પામેલા તેજપાળે
વિરધવળ અને વસ્તુપાળનો પ્રબન્ધ
૧૮૭