________________
આવ્યા છે પરંતુ એમને પણ કશું અપાવવું જોઇએ. એમ ધારી રાજાને કહ્યું કે આ પંડિતોએ આશીર્વાદ દીધો તેમાં આ અભિપ્રાય રહ્યો છે એમ કહી એક શ્લોક બોલ્યો. જે -
अश्विनी भवतु भूप ! मन्दिरे मन्दिरे वसतु ते पुनर्वसु । रोहिणीपति-कनिष्ट-सेवयाकृत्तिकातनयविक्रमो भव ॥१॥
અર્થ : હે રાજન તમારા મંદિરમાં જેમ સુંદર ઘોડા ઘણા છે તેમ ઘોડીયો પણ ઘણી થાવ. વળી તમારા મંદિરમાં અખુટ દ્રવ્ય ભંડાર ભરપુર રહો. વળી રેવતીજીના પતિ શ્રી બલભદ્ર દેવના નાના ભાઈ શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવાથી સ્વામી કાર્તિકના જેવા પરાક્રમી થાવ. //લા આવા ગંભીર અભિપ્રાયવાળા એ આશીર્વાદ પદ છે. આ પ્રકારનું કહેવાથી રાજા ઘણું પ્રસન્ન થયો ને દરેકને લાખ લાખ રૂપીયા આપી વિદાય કર્યા.
ભોજરાજાના દેવગૃહમાં શ્રીકૃષ્ણ, બળભદ્ર તથા સુભદ્રાજી એ ત્રણ મૂર્તિઓ રહેતી હતી. એક દિવસ સેવા કરતાં કરતાં ભોજરાજના હાથમાંથી બલભદ્રની મૂર્તિ પડી ગઇ. તેથી ઘણો ખેદ થયો. મનમાં વિચાર કરવા લાગ્યો કે અહો આ તો મોટો ઉત્પાત થયો. આમાંથી શું ફળ ઉત્પન્ન થશે? મારું રાજય જશે કે મારો દેહ પડશે ? આ પ્રકારની મોટી ચિંતામાં પડી એકદમ હુકમ આપી તમામ પંડિતોની મોટી સભા મેળવી આ પ્રશ્ન પૂછયો કે બલભદ્રજીની મૂર્તિ પડી ગઈ તેનું ધર્મશાસ્ત્ર પ્રમાણે શું પ્રાયશ્ચિત કરવા યોગ્ય છે ? આ સાંભળી સર્વે પંડિતો ધર્મશાસ્ત્રોની તપાસ કરવામાં પડ્યા. પણ કોઈ જગ્યાએથી એનું પ્રાયશ્ચિત્ત હાથમાં ન આવ્યું. ત્યારે રાજા પણ ભોજન કરવા ન ઉઠ્યો તેમ પંડિતોથી પણ ઘેર ન જવાયું તેમ રાણીઓની પણ ઉદાસીમાં કસર ન રહી. આ પ્રકારની ચિંતામાં રાજા પ્રમુખ સર્વે પડ્યા છે. એવામાં એક કાઠીયાવાડનો રહેવાસી જડથા જેવો શંકર નામનો પંડિત દોડતો દોડતો આવતો હતો. તેણે લોકના મુખથી આ વાત સાંભળી. પછી તેને તત્કાળ એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે અહો આ પ્રશ્નનો ઉત્તર આપવો કાંઇ મુશ્કેલ નથી એમ ધારી પોતાનાં નવાં ખાસડાં હતાં તેને કોઈ લઈ જશે એવી ધાસ્તીથી એક લુંગડે વીટી બગલમાં નાંખી રાજસભામાં જાય છે. એવામાં કોઇએ પૂછ્યું કે તમે ક્યું ધર્મશાસ્ત્ર લઈ સભામાં નિર્ણય આપવા જાઓ છો? તેના ઉત્તરમાં તેણે એટલો જ જવાબ દીધો કે આ નવીન કંટકમર્દન નામે શાસ્ત્ર છે. એટલે મનમાં પેસેલા કાંટા (ખોટા ખોટા વહેમ)ને નાશ કરનાર છે. એમ કહેતો કહેતો મલીન વસ્ત્રથી તથા શ્યામ સ્થૂલ ને કદરૂપી આકૃતિથી સર્વને વિસ્મય પમાડતો એકદમ સભામાં આગળ જઈ રાજાની સન્મુખ ઉભો રહી લાંબા સ્વરથી એક શ્લોક બોલ્યો :
उत्पादिकं तदिह देव ! विचारणीयं नारायणो यदि पतेदथवा सुभद्रा ।
ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ
૧૧૧