________________
कादम्बरीमदविघूर्णितलोचनस्य
युक्तं हि लाङ्गलपतेः पतनं पृथिव्याम् ॥१॥
અર્થ : હે રાજન ! જો નારાયણની મૂર્તિ અથવા સુભદ્રાની મૂર્તિ પડી ગઇ હોય તો તેનું નામ ઉત્પાત થયો કહેવાય. તેનો વિચાર કરવો યોગ્ય છે. પરંતુ કાદંબરી નામની મહા આકરી મદિરાનું પાન કરવાથી જેનાં નેત્રકમલ લાલ ચોળ છે એવા સાક્ષાત હલ મુશળ ધારણ કરનાર બળભદ્રજી મહારાજનું પૃથ્વી ઉપર ઢળી પડવું થયું. એમાં તે શો ઉત્પાત થયો છે ? એ પડવું તો ઘટિત છે એટલે આ બધો મહાસમારંભ કેવળ ભ્રાંતિ માત્ર છે. આ પ્રકારનું તેનું વચન સાંભળી જેમ કોઇ નિદ્રામાંથી ઝબકી ઉઠે તેમ રાજા ઉત્પાતનો વેગ ટળવાથી જાગ્રત થયો ને ભૂખ્યા થયેલા સર્વે પંડિતોએ પણ એ વાતને ટેકો આપ્યો. પછી રાજાએ શંકર પંડિતને ઘણી શાબાશીની સાથે એક લાખ રૂપીયા અપાવી સભા વિસર્જન કરી.
ભોજરાજની કીર્તિ દેશ દેશાંતરમાં એવી ચાલી કે, એક શ્લોક નવો કરી જે લઇ જાય છે તેને રાજા લાખ રૂપીયા આપે છે. આ સાંભળી ઘણા પંડિતો એક એક શ્લોક કરી લાવી લાખ લાખ રૂપીયા લઇ ગયા. પછી રાજાનો એક મતિસાગર નામનો પ્રધાન હતો તેણે વિચાર કર્યો કે આ પ્રકારે દ્રવ્ય આપવાથી થોડા કાળમાં જ રાજા ભીખ માંગતો થશે. માટે કશીક યુક્તિ કરવી પડશે. એમ વિચાર કરી, ધારણા શક્તિવાળા ચાર પંડિતોને શોધી કાઢી, રાજા પાસે રાખ્યા. તેમાં પ્રથમ પંડિતમાં એવો ગુણ હતો કે એક વખત કોઇ શ્લોક સાંભળે તો તેવોને તેવો જ તુરત બોલી બતાવે. એ જ રીતે બીજો પંડિત બે વખત, એમ ત્રીજો ત્રણ વખત, ચોથો ચાર વખત બોલેલો શ્લોક કહી સંભળાવે. એવા ગુણી પુરુષો રાખ્યા. પછી તે પ્રધાને રાજાને એવું સમજાવ્યું કે હે મહારાજ કોઇ પંડિત નવો શ્લોક કરી લાવતા જ નથી. એ તો જુનાને જુના શ્લોક થોડાક ફેરફાર કરી તમારી પાસે મૂકીને ધન લુંટી લે છે. તે વાત તમો સાચી ન માનતા હો તો અનુભવ કરી જુવો. આ પ્રકારની વાત કરે છે એવામાં એક પંડિત નવો શ્લોક લાવી સભામાં બોલ્યો. આ સાંભળી પેલો એક વખત સાંભળવાથી ધારણ કરી લેનાર પંડિતે તે શ્લોક બોલી દેખાડ્યો. પછી બીજા, પછી ત્રીજા, પછી ચોજા પંડિતે એ જ શ્લોક બોલી બતાવ્યો. ત્યારે પ્રધાને કહ્યું કે, જુઓ મહારાજ ! ચાર પંડિતને કંઠે છે તો એ નવો શ્લોક કેમ કહેવાય ? આ પ્રકારે એ પ્રધાને ઘણા જ પંડિતોને ધૂત્કાર કરી અપમાનથી કાઢી મૂક્યા. એમ કરતાં કેટલોક કાળ વીતી ગયો પણ કોઇથી આ શ્લોક મેં નવો કર્યો છે એમ સભામાં પ્રતિપાદન ન થઇ શક્યું. આ પ્રકારે ઘણા પંડિતોને માનભ્રષ્ટ થતા સાંભળી એક સુગંધપુરના પરદેશી પંડિતે યુક્તિબંધ શ્લોક કરી, કોઇ મોટા પર્વ દિવસે ભોજરાજની ઘણા ઠાઠથી ભરાયેલી પંડિતોની મોટી સભામાં પ્રવેશ કરી, રાજા સામું જોઇ શ્લોક બોલ્યો. देवस्त्वं भोजराज ! त्रिभुवन विजयी धार्मिकः सत्यवादी पित्रा ते मे गृहीता नवनवतियुता रत्नकोट्यो मदीयाः ।
૧૧૨
***
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર