________________
- તે સમયે પાટલીપુત્ર નગરમાં મુરૂંડ રાજા રાજ કરતો હતો. તેના દરબારમાં સેંકડો પંડિત બ્રાહ્મણો રાત દિવસ રાજાના પગાર ખાતા હતા. તેમણે સાંભળ્યું કે જૈનોના પ્રખ્યાત આચાર્ય પાદલિપ્ત ગામને સીમાડે આવીને ઉતર્યા અને એ વિદ્વાન છે માટે તેમની પરીક્ષા આપણે કરવી જોઇએ. એમ વિચારી મુકુંડ રાજાના અભિપ્રાયથી તેમણે તે આચાર્યની પરીક્ષા જોવા માટે એક સોનાની વાડકીમાં થીજેલું ઘી ટાંકોટાંક ભરીને તે આચાર્યને આપવા મોકલ્યું. આચાર્યે વિચાર્યું કે આ બાબતમાં રાજાની ઠગાઈ છે માટે એને કંઈ ચમત્કાર બતાવવો જોઈએ. એમ વિચારી તેમણે તે વાડકીમાં ભરેલા ઘીના મધ્યમાં એક બાવળીયાની મોટી શૂળ ઉભી ખોશી, વાડકી પાછી મોકલી. રાજા અને પંડિતોએ વિચાર્યું કે તે ઘણા જ સમર્થ છે. આપણું હાર્દ તેણે જાણ્યું. પંડિતની સલાહથી રાજાએ તેમને વાજતે ગાજતે નગરમાં આણી ઉપાશ્રયમાં પધરાવ્યા. સૂળ ઘાલીને વાડકી પાછી મોકલી તેનું કારણ મુરૂંડ રાજાએ તેમને પુછ્યું ત્યારે પાદલિપ્તાચાર્યે કહ્યું કે તારો વાડકીમાં ઘી ભરીને મોકલવાનો હેતુ એવો હતો કે મારું નગર પંડિતોથી ભરપૂર છે માટે વિચારીને પ્રવેશ કરજો. તેના ઉત્તરમાં મેં તને જણાવ્યું કે જેમ ઘીની વાડકીમાં શૂળ સુંસરી નીકળી જાય છે તેમ હું પણ પંડિતોના અન્તઃકરણમાં પ્રવેશ કરી જઇશ. રાજા આવું તેમનું ગંભીર ને ચમત્કારી જ્ઞાન સાંભળીને ઘણો ખુશ થયો. તેમને પોતાના ગુરુ માન્યા. મુjડ રાજાને શિર શૂળનો રોગ હતો તે કશાથી મટે નહીં. ઘણા વૈદ્યો અને મત્ર શાસ્ત્રીઓ રાજાના રોગને માટે મહેનત કરી ચૂકેલા તે સઘળી નિષ્ફળ ગયેલી. તે રોગ પાદલિપ્તાચાર્યે એક ક્ષણમાં મટાડી દીધો એવા તે મંત્ર વિદ્યામાં કુશળ હતા. તે મુjડ રાજાનો ઘણા કાળનો માથાનો રોગ મટાડ્યો તેને માટે કોઈ પંડિતે કહે છે :
જેમ જેમ પાદલિપ્તસૂરી પોતાના ઢીંચણની ઢાંકણી ઉપર આંગળી ફેરવે છે તેમ તેમ મુફંડ રાજાના મસ્તકની. પીડાની નિવૃત્તિ થાય છે.
એ પ્રમાણે મુjડ રાજાના માથાનો રોગ મટાડવાથી તેની પાટલીપુત્રમાં વિશેષ ખ્યાતિ થઇ. વિદ્વત્તામાં તેણે તે નગરમાં પોતાની વિજય પતાકા રોપી. જ્યારે તે નગરમાં રહેતા હતા ત્યારે પોતે તરંગલોલા નામે ચંપુકાવ્ય અને નિર્વાણકલિકા એ નામના બે ગ્રન્થ બનાવતા જતા અને સભા ભરીને તેનું વ્યાખ્યાન આપતા હતા. જે સાંભળવાને પાટલીપુત્રમાં રહેનાર લોકની ભારે ભીડ થતી હતી. લોકો તેમની વિદ્વત્તાનાં ઘણાં જ વખાણ કરતા હતા. રાજા તે સાંભળી ઘણો ખુશ થતો. આખું નગર તે આચાર્યના વખાણ કરે પરન્તુ પ્રમદલોચના નામની એક મુફંડ રાજાની વ્હાલી વેશ્યા હતી તે ઘણી વિદૂષી હતી તે તેને વખાણે નહી. એક દિવસ રાજા આચાર્યને કહેવા લાગ્યો -
મહારાજ આપની પ્રશંસા આખું નગર એક જીલ્લાએ કરી રહ્યું છે તથાપિ આ પ્રમદલોચના નામની વેશ્યા હજુ સુધી આપના વખાણ કરતી નથી તે ઠીક નહીં. મહારાજે મુjડને કહ્યું રાજનું! તારા મનમાં એટલી વાંચ્છા છે તો તે પણ પૂર્ણ થશે. કેટલાક દિવસ વીત્યા પછી પાદલિપ્તાચાર્ય થોડાંક માંદા થયા. એમ કરતાં કરતાં પાંચ સાત દિવસમાં તો જાણી જોઇને મંદવાડ વધારી નાખ્યો. નગરના શ્રાવકો અને રાજાએ તો નિશ્ચય કર્યો કે તે ખરા માંદા થયા છે પણ છેવટે યોગ માર્ગના
શાલિવહન રાજાનો પ્રબન્ધ
૩૩